લોહી વધારી શરીરને શક્તિ પ્રદાન કર છે આ 5 ફળ

શરીર સુસ્ત અને નબળું પડી જાય છે અને હાડકાં નબળા થઇ જાય છે

divyabhaskar.com | Updated - Mar 11, 2018, 11:03 AM
five fruit for increase blood in body

યુટિલિટી ડેસ્કઃ આપણા શરીર માટે લોહી ઘણું જ મહત્વનુ છે. લોહીની ઉણપ થાય તો વ્યક્તિને તમામ પ્રકારની બીમારીઓ થઇ શકે છે. લોહીની ઉણપથી સરળ કામ પણ કરી શકાતું નથી. શરીર સુસ્ત અને નબળું પડી જાય છે અને હાડકાં નબળા થઇ જાય છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં માટે આ પાંચ ફળોનું સેવન કરવું જોઇએ, જો તમને કોઇ રોગ નથી તો પણ તમારે આ પાંચ ફળોનું સેવન કરવું જોઇએ જેથી તમારું શરીર સ્વસ્થ રહે.

કયા પાંચ ફળો ખાવા જોઇએ એ જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

five fruit for increase blood in body

દાડમ

શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે દાડમ શ્રેષ્ઠ મનાય છે. દાડમમાં કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, તાંબુ, આયર્ન અને વિટામિન્સ ભરપૂર હોય છે. જે લોહીની માત્રા વધારે છે.

five fruit for increase blood in body

સફરજન

સફરજન દરરોજ ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર રહે છે. સફરજન ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે. તેના સેવનથી હિમોગ્લોબિન વધારી શકાય છે. 

five fruit for increase blood in body

બીટ

દરરોજ બીટનું સેવન કરવાથથી શરીરને પુરતી માત્રામાં લોહી મળી શકે છે. બીટ અને દાડમના મિશ્રણનું જ્યૂસ પીવાથી ઘણો ફાયદો થાય છે. આ જ્યૂસ પીવાથી લોહીની માત્રામાં વધારો થાય છે.

 

five fruit for increase blood in body

દ્રાક્ષ

દ્રાક્ષમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ આયર્ન જેવા તત્વો હોય છે. જે શરીરને જરૂરી તત્વો પૂરા પાડે છે અને લોહીની માત્રા વધારે છે. 

five fruit for increase blood in body

ગાજર

ફળો ઉપરાંત ગાજર પણ લોહી વધારે છે. દરરોજ ગાજરનું સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ દૂર કરી શકાય છે. ગાજરનું જ્યૂસ દરરોજ પીવાથી ફાયદો થાય છે. 

X
five fruit for increase blood in body
five fruit for increase blood in body
five fruit for increase blood in body
five fruit for increase blood in body
five fruit for increase blood in body
five fruit for increase blood in body
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App