સવારે આ 1 કામ નહીં કરો તો રોગો તમને ઘેરી લેશે અને થશે બીમારીઓ, જાણો

જે લોકો સવારે નાસ્તો નથી કરતાં તેમને થાય છે આવી 10 સમસ્યાઓ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 05:19 PM
સવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે એનર્જી આપે છે
સવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે એનર્જી આપે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અત્યારે નાના હોય કે મોટાં ઉતાવળને કારણે ઘણાં લોકો સવારનો નાસ્તો સ્કિપ કરી દે છે. વજન ઓછું કરવા માગતા લોકો પણ ઘણીવાર એવું વિચારીને સવારે નાસ્તો નથી કરતાં કે તેનાથી કેલરી ઈનટેક ઓછો થશે. પણ આવી ભૂલ તમારી હેલ્થને બહુ જ નુકસાન કરી શકે છે.

કેમ સવારનો નાસ્તો છોડવો જોઈએ નહીં

સવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે એનર્જી આપે છે. સાથે જ સવારે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સવાળો નાસ્તો ખાવાથી આપણી બોડી હમેશાં હેલ્ધી રહે છે. સવારે નાસ્તો ન કરવાથી વજન વધવું, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ જેવી પ્રોબ્લેમ્સ થવા લાગે છે.જેથી સવારે ઉઠવાના 1 કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. તો આજે જાણો રોજ સવારે નાસ્તો ન કરવાથી બોડીને થતાં 10 નુકસાન વિશે

આગળ વાંચો રોજ સવારે હેલ્ધી નાસ્તો ન કરવાથી કઈ કઈ તકલીફો થાય છે.

Everybody should know 10 Effects Of Skipping Breakfast

વજન વધે છે

સવારે નાસ્તો ન કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેનાથી બોડી કેલરી બર્ન કરી શકતી નથી અને વજન વધે છે. 

Everybody should know 10 Effects Of Skipping Breakfast

એસિડિટી થાય છે

આખી રાત પેટ ખાલી રહેવાથી તેમાં એસિડનું લેવલ વધે છે. એસિડ ખોરાક પચાવવાનું કામ કરે છે. જ્યારે પેટમાં કંઈ નહીં હોય તો એસિડિટી થશે.

Everybody should know 10 Effects Of Skipping Breakfast

અલ્સરનો ખતરો વધે છે

નાસ્તો ન કરવાથી એસિડિટી થાય છે. આ પ્રોબ્લેમ લાંબા સમય સુધી રહે તો અલ્સર પણ થઈ શકે છે.

Everybody should know 10 Effects Of Skipping Breakfast

હાર્ટ એટેકનો ખતરો

અમેરિકન સ્ટડી મુજબ નાસ્તો ન કરનાર લોકોમાં 27 ટકા હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે અને હાર્ટને નુકસાન થાય છે.

Everybody should know 10 Effects Of Skipping Breakfast

ડાયાબિટીસ થઈ શકે છે

ઓબેસિટી જર્નલની સ્ટડી કહે છે નાસ્તો ન કરવાથી વજન વધે છે અને તેનાથી ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો 54 ટકા સુધી વધી જાય છે. 

Everybody should know 10 Effects Of Skipping Breakfast

એનર્જી ઘટે છે

નાસ્તો ન કરવાથી બોડીમાં ગ્લુકોઝ લેવલ ઘટે છે. આખો દિવસ શરીરમાં એનર્જીની કમી અને થાક અનુભવાય છે. 

Everybody should know 10 Effects Of Skipping Breakfast

મૂડ ખરાબ થઈ શકે છે

નાસ્તો ન કરવાથી બોડીમાં ચિડિયાપણું વધારનાર કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધે છે. જેનાથી મૂડ બગડે છે. 

Everybody should know 10 Effects Of Skipping Breakfast

બ્રેન પર ખરાબ અસર

નાસ્તો ન કરવાથી બ્રેનને પૂરતી એનર્જી અને ન્યૂટ્રીશન મળતાં નથી. તેનાથી બ્રેન ફંક્શન પર ખરાબ અસર થાય છે અને કોઈ કામમાં મન લાગતું નથી. 

Everybody should know 10 Effects Of Skipping Breakfast

માઈગ્રેન થઈ શકે છે

નાસ્તો ન કરવાથી લાંબા સમય સુધી પેટ ખાલી રહે છે. આ દરમ્યાન બોડીમાં ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરવા માટે કેટલાક હોર્મોન્સ રિલીઝ થાય છે. તેનાથી બીપી વધે છે અને માઈગ્રેનનો એટેક આવી શકે છે.
 
Everybody should know 10 Effects Of Skipping Breakfast

સ્ટ્રેસ વધે છે

શિકાગો યૂનિવર્સિટીની રિસર્ચ કહે છે કે નાસ્તો ન કરનાર લોકોને લંચમાં તેજ ભૂખ લાગે છે. જેના કારણે તેઓ અનહેલ્ધી ફૂડ્સ ખાઈ લે છે. તેનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી બીમારીઓનો ખતરો વધે છે. 

X
સવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે એનર્જી આપે છેસવારનો નાસ્તો આપણને આખા દિવસ માટે એનર્જી આપે છે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App