Divya Bhaskar

Home » Lifestyle » Health » ઈનો ફેસપેક, ENO Face Pack to get fair and Glowing Skin

ENO બનાવી દેશે તમને એટલા ગોરા કે મિત્રો-સંબંધીઓ પણ નહીં ઓળખી શકે!

Divyabhaskar.com | Updated - May 03, 2018, 05:10 PM

પૌરાણિક સમયથી નાની અને દાદીમાના નૂસખા ખૂબજ ચલણમાં છે

  • ઈનો ફેસપેક, ENO Face Pack to get fair and Glowing Skin
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ નૂસખો ચાર ચાંદ લગાવી દેશે તમારી સુંદરતાને

    યૂટિલિટી ડેસ્ક: પૌરાણિક સમયથી નાની અને દાદીમાના નૂસખા ખૂબજ ચલણમાં છે. પૌરાણિક સમયમાં હાથની નાડી પકડીને બે જ મિનિટમાં ગમે તેવી મોટી સમસ્યા વિશે જાણી શકતા હતા. ગમે તેવી નાની-મોટી બિમારી પણ તેઓ ઘરઘથ્થુ ઉપાયથી સહેલાઇથી મટાડી દેતા અને આ ઉપાય ખૂબજ સસ્તા પણ હોય છે. આવો જ એક નૂસખો લાવ્યા છીએ અમે પણ. આ નૂસખો ચાર ચાંદ લગાવી દેશે તમારી સુંદરતાને. આ નૂસખો અજમાવ્યા પછી બીજા બધા નૂસખા લાગશે તમને બેકાર.

    ENOના ઉપયોગ અને ફાયદા વિશે જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..

    લોકો ઈનોનો ઉપયોગ ગેસ, એસીડીટી કે પેટ સંબંધિત બિમારીઓ દૂર કરવા કરે છે. ઈનોમાં સાઇટ્રિક એસિડ અને સોડા એસનું મિશ્રણ હોય છે અને 40 % બેકિંગ સોડા હોય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ ઢોકળા, ભટૂરે, ઈડલી વગેરે ફૂલાવવા માટે કરે છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર ઈનો ઉપયોગ ખાધ્ય વાનગીઓમાં ન કરવો જોઇએ.


    સામાન્ય રીતે બજારમાં મળતાં જાત-જાતનાં ચાયનીઝ ફૂડથી પેટની સમસ્યા ઘણા લોકોમાં વારંવાર જોવા મળે છે. લોકો બહાર જાય ત્યારે જાત-જાતનું ખાઇ તો લે છે, પરંતુ પછી ખાટા ઓડકાર, ગેસ અને એસિડિટીની સમસ્યા સતાવવા લાગે છે. એટલે જ આજકાલ લોકોના ઘરમાં ઈનો તો હોય જ છે. ઈનો એ એક એવી દવા છે, જે પેટની સફાઇ કરવાની સાથે ખોરાક પચાવવામાં પણ મદદ કરે છે અને પેટ સંબંધિત બિમારીઓમાં રાહત આપે છે.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ ઈનો ઘરે જ બનાવવાની રીત.....

    ઉનાળામાં પ્રેગ્નન્ટ બનવાથી મળશે 5 ફાયદા, માતા-બાળક બંન્ને માટે બેસ્ટ

  • ઈનો ફેસપેક, ENO Face Pack to get fair and Glowing Skin
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બજારમાં ઈનો બહું મોંઘો મળે છે

    ઈનોનો ઉપયોગ કરતા લોકો એ પણ જાણતા જ હશે કે, બજારમાં ઈનો બહું મોંઘો મળે છે, પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, ઈનોને ઘરે જ ખૂબજ સહેલાઇથી બનાવી શકાય છે. બજારમાં 80-85 રૂપિયામાં મળતી ઈનોની બોટલ ઘરે માત્ર 8 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. 

     

    ઘરે ઈનો બનાવવાની રીત:


    ઈનો બનાવવા પહેલાં સૌથી પહેલાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવી લો, ત્યારબાદ તેમાં ચપટી મીઠું અને થોડો ખાવાનો સોડા નાખી હલાવી લો. તૈયાર છે હોમમેડ ઈનો. ઘરે બનાવેલ સોડાનો સ્વાદ પણ ઈનોના સ્વાદ જેવો જ લાગશે અને સૌથી મહત્વની વાત એ છે કે, તે ઈનોના જેટલા જ ફાયદા પણ આપશે. 


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, ઈનો કેવી રીતે તમારા ચહેરાને બનાવશે એકદમ ગોરો.....

  • ઈનો ફેસપેક, ENO Face Pack to get fair and Glowing Skin
    ચહેરાને કેવી રીતે કરવો ગોરો

    ચહેરાને કેવી રીતે કરવો ગોરો:

     

    સૌથી પહેલાં અડધું લીંબુ લો. લીંબુનો રસ હાથમાં લઈ તેમાં થોડો ઈનો મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળવા હાથે ચહેરા પર લગાવી લો. આંખમાં ન જવું જોઇએ, નહીંતર આંખને નુકસાન થઈ શકે છે. ચહેરા પર લગાવ્યા બાદ 1-2 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી ચહેરાને ધોઇ લો. ચહેરો એકદમ ચમકવા લાગશે. 


    નોંધ: લગાવતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેવી. કેટલાક લોકોને એલર્જી પણ થઈ શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending