Home » Lifestyle » Health » Causes and treatment for Headache in children

બાળક માથું દુખવાની ફરિયાદ કરે તો અવગણના ન કરતાં, હોઈ શકે છે કોઈ બીમારી

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 03:46 PM

બાળકોને માથું દુખતું હોય તો બેદરકારી ન કરો, આ કારણો સમજીને કરો ઉપાય

 • Causes and treatment for Headache in children
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળકોને ચશ્માં આવ્યાં હોય તો તેને માથું દુ:ખે, પણ હકીકતમાં એવું નથી. બાળકોમાં માથાનો દુખાવો ખૂબ સામાન્ય છે.


  કાળજી રાખવી છે જરૂરી


  જ્યારે નાના બાળકને માથાનો દુખાવો થાય છે ત્યારે મોટાભાગનાં માતા-પિતાને મોટામાં મોટી ચિંતા હોય છે કે એમને મગજમાં ગાંઠ કે કોઈ ગંભીર બીમારી તો નહીં હોયને! માથામાં દુખાવો થવાનાં પણ અનેક કારણો હોય છે. એમાં દસમાંથી આઠ કારણો એવાં છે જેમાં સામાન્ય કાળજી રાખવામાં આવે તો ઘણી રાહત મળતી હોય છે. અમદાવાદના શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોની જણાવી રહ્યાં છે બાળકોમાં માથું દુખવાના કારણો.

  આગળ વાંચો બાળકોને કયા કારણોસર માથામાં દુખાવો થાય છે અને તેને દૂર કરવા માટે શું કરવું.

 • Causes and treatment for Headache in children
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  માથાના દુખાવાનાં કારણો


  -સતત ટીવી, મોબાઇલ, લેપટોપ વગેરેનો વપરાશ

  -શરીરને પૂરતો આરામ ન મળવો

  -ખાવા-પીવામાં ધ્યાન ન રાખવું, જંક ફૂડ

  -દોડધામ, ટેન્શન, સ્ટ્રેસ મેનેજ ન કરવો


  માઇગ્રેનની લાક્ષણિકતા


  -બપોરે કે સાંજના સમયે માથું દુખવું

  - લમણા દુખવા, સણકા મારવા

  -અજવાળું,અવાજ કે પ્રકાશ સહન ન થવો

  -થાક,સ્ટ્રેસ, ટેન્શનથી દુખાવો વધવો

  -ચક્કર આવવાં, અંધારાં આવવાં

   
   ભયજનક ચિહ્નો


  -રાતના સમયે ઊંઘમાંથી ઊઠાડી દે અથવા વહેલી સવારે થતો માથાનો દુખાવો

  -વહેલી સવારમાં ઊલટીઓ થવી

  -હાથ-પગમાં ઝાટકા વાગવા, ખેંચ આવવી

  -હલનચલનમાં તકલીફ થવી

  -માથાના પાછળનો ભાગ અને ગરદન દુખવા

  -સ્કૂલમાં અભ્યાસમાં, યાદશક્તિમાં તકલીફ પડવી, સામાન્ય દવાથી ફેર ન પડવો જોવામાં તકલીફ વધવી
   

  આગળ વાંચો બાળકોને માથામાં દુખાવાની સમસ્યાથી બચાવવા શું કરવું. 

 • Causes and treatment for Headache in children
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  બાળકોનું માથું દુખે તો રાખો આ કાળજી


  બાળકોને માથાનો દુખાવો થાય માટે માતા-પિતાએ બાળકની લાઇફસ્ટાઇલ બને એટલી સરળ અને ઓછા ટેન્શનવાળી થાય તે જોવું જોઈએ. તેમને સ્ટ્રેસ મેનેજમેન્ટ, યોગ, ધ્યાન વગેરે કરાવવું જોઈએ. બાળકોને પૂરતો પૌષ્ટિક ખોરાક સમયસર આપતા રહેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. દરેક બાળકોને ચોકલેટ, ચીઝ, કોકો, મેંદો અને જંક ફૂડ વધારે ભાવતાં હોય છે તેના પર નિયંત્રણ રાખવું જોઈએ. બાળકને નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જઈ, માથાના દુખાવાનું કારણ શોધી તેની યોગ્ય સારવાર કરવી જોઈએ. જરૂર પડે તો મગજનો ફોટો અને લોહીની તપાસ કરાવવી અને ડોક્ટરની સૂચના અનુસાર દવા લેવી જોઈએ. તેનાથી માથાના દુખાવામાં રાહત રહે છે.

 • Causes and treatment for Headache in children
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  તમને જાણીને આશ્ચર્ય થશે કે મગજ પોતે કે તેના મોટા ભાગના પડ અથવા ખોપરી પોતે દુખાવો ઉત્પન્ન કરતાં નથી. સામાન્ય રીતે મગજ અને માથાને લોહી પહોંચાડતી અને પાછું લાવતી લોહીની ન‌ળીઓ, શિરાઓ, ધમનીઓ, મગજની અને માથાની નસો મગજની નીચે અને પાછળના પડ, માથાના-ચહેરાના અને ગરદનના સ્નાયુઓ દાંત, કાન, નાક, ગ‌ળું અને તેની આસપાસનો વિસ્તાર દુખાવો ઉત્પન્ન કરે છે. તથા મગજને સંદેશો પહોંચાડે છે. 


  માથાના દુખાવાનાં મુખ્ય કારણો


  માથાના દુખાવાનાં મુખ્ય કારણોમાં આધાશીશી, શરદી-ખાંસી, વાઇરલ ઇન્ફેક્શન, લાઇફસ્ટાઇલ અને ખોરાક કારણભૂત છે. 


  નાના બાળકોને માથું દુખવાના હોઈ શકે આ લક્ષણો


  સામાન્ય રીતે મોટી ઉંમરનાં બાળકો પોતે કહેતાં હોય છે કે મને માથું દુ:ખે છે, પણ નાનાં બાળકો માથાના દુખાવા વિશે કહી શકતાં નથી. જ્યારે નાનાં બાળકો મૂડમાં રહેતાં હોય, થાકેલાં લાગતાં હોય, તેમનું મોઢું ફિક્કું લાગતું હોય, તેમને પડ્યાં રહેવાનું મન થતું હોય, ભણવામાં, રમવામાં રસ પડતો ન હોય, માતા-પિતા પાસે આવીને રડ્યાં કરતાં હોય, માથું પકડીને રાખતાં હોય આવાં ચિહ્નો બાળકમાં જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક સાંધવો જોઈએ.

 • Causes and treatment for Headache in children

  બાળકોમાં સ્ટ્રેસને કારણે માથું દુખે છે


  બાળકોમાં માથું દુખવાનાં કારણોમાં માઇગ્રેન સામાન્ય કારણ છે. માથા અને મગજની લોહીની નળીઓ સંકોચાય અને અચાનક ફૂલી જવાથી તેમજ મગજમાં ખાસ રસાયણ સેરોટોનીન અને ન્યુરોપેપ્ટાઇડ્સમાં વધઘટ થવાથી માઇગ્રેન થાય છે. 


  માઇગ્રેન ચોમાસામાં વધુ જોવા મળે છે. માથામાં દુખાવો થવા પાછળ સ્ટ્રેસ પણ કારણભૂત છે એવું જાણવા મળ્યું છે. ઘણાં માતા-પિતાને એવું લાગે કે બાળકોને વળી શેનો સ્ટ્રેસ? પરંતુ સ્કૂલ, ટ્યુશન, પરીક્ષાનું ટેન્શન અને માતા-પિતા તથા શિક્ષકો તરફથી પરફોર્મન્સ આપવાના ટેન્શનને લીધે બાળકો સ્ટ્રેસ અનુભવે છે. સ્ટ્રેસને કારણે તેમને આખો દિવસ માથું દુખે અથવા તો માથામાં બેન્ડ કે પટ્ટો બાંધ્યો હોય એવું લાગ્યા કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ