Divya Bhaskar

Home » Lifestyle » Health » Best home remedies Of Ginger and Dry Ginger

જાદુઈ જડીબુટ્ટીનું કામ કરે છે તમારા રસોડાની આ 2 વસ્તુ, જાણશો તો આવશે કામ

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 04:19 PM

જાદુઈ જડીબુટ્ટીનું કામ કરે છે આદુ ને સૂંઠ, આ રીતે કરો રોજ ઉપયોગ

  • Best home remedies Of Ginger and Dry Ginger
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આદુ અને સૂંઠથી અદભૂત ફાયદાઓ મળે છે.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આદુ માત્ર ખાવામાં કે ચાનો સ્વાદ વધારવા પૂરતું જ ઉપયોગી છે એવું નથી પરંતુ આદુના અનેક અન્ય સ્વાસ્થ્ય ફાયદા પણ છે. આદુ તો ઠીક સૂંઠમાં પણ અદભુત ગુણો હોવાને કારણે અનેક ઔષધીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આયુર્વેદમાં આદુ અને સૂંઠના ફાયદા વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે જ. પ્રત્યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે.


    સૂંઠ એટલે આદુને સૂકવીને તેનો પાઉડર બનાવવો. સૂંઠ પેટરોગ, વાતરોગ, હરસ, સાંધાની સમસ્યા, પાચન સંબંધી વિકાર, અફરો વગેરે રોગોનો નાશ કરે છે. મોટાભાગના લોકોને આદુ અને સૂંઠનો ઉપયોગ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કઈ રીતે કરવો તેની ખબર હોતી નથી. જેથી આજે અમે તમને સૂંઠના કેટલાક ઔષધીય પ્રયોગ જણાવીશું જે તમે સરળતાથી ઘરે કરી શકશો.


    આગળ વાંચો આદુ અને સૂંઠનો કઈ સમસ્યામાં કઈ રીતે ઉપયોગ કરી શકાય.

  • Best home remedies Of Ginger and Dry Ginger
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અનેક તકલીફોમાં સૂંઠનો ઉપયોગ કરીને ફાયદા મેળવી શકાય છે.

    સૂંઠના ઉપયોગ


    કબજિયાત થાય ત્યારે એક ચમચી સૂંઠનો પાઉડર પાણીમાં નાખો અને તે પાણીને ઉકાળીને પી લો. કબજિયાતમાં તે રામબાણ ઉપાય છે.


    પીઠ દર્દમાં અડધી ચમચી સૂંઠના ચૂર્ણમાં બે કપ પાણીમાં ઉકાળીને અડધો કપ રહી જાય ત્યારે ગાળીને ઠંડુ કરીને તેમાં એરંડીનું તેલ મિક્ષ કરીને રોજ રાતે સૂતી વખતે પીવાથી રાહત મળશે. 


    માથાનો દુ:ખાવો, થાક, શરદી, તાવની સમસ્યામાં સૂંઠની ચા અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ ચા બનાવવાની માટે એક કપ ચા માટે પોણો કપ પાણી, અડધો કપ દૂધ, અડધી ચમચી સૂંઠ પાઉડર, પા ચમચી ચા પત્તી અને અડધી ચમચી ખાંડ. કાળી પી શકતા હોય તો વધુ ગુણકારી. 


    જેમને ભૂખ ન લાગતી હોય, તેવી વ્યક્તિઓએ સવારે નરણાકોઠે સૂંઠ અને અજમાનું ચૂર્ણ સમાન માત્રામાં લઈને બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ. ફાયદો થશે. 


    સૂંઠને ચંદનની જેમ ઘસીને તેના રસનો લેપ માથા ઉપર કરો. ચાર ગ્રામ સૂંઠનો ઉકાળો બનાવીને પીવાથી પેટની બીમારીઓ પણ દૂર થઈ જાય છે. 


    સૂંઠને લીમડાના પાન કે લીંબોળી સાથે પીસીને તેમાં થોડું સિંધાલૂણ મીઠું નાખીને ગોળીઓ બનાવી લો. ગોળીને સામાન્ય ગરમ કરીને આંખો ઉપર બાંધવાથી આંખની પીડા દૂર થાય છે.

  • Best home remedies Of Ginger and Dry Ginger
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સૂંઠમાં ભરપૂર ગુણો રહેલાં છે જે દવાનું કામ કરે છે.

    સૂંઠ અને ગોળને પાણીમાં મિક્ષ કરીને નાકમાં તેના ટીપા નાંખવાથી હેડકીની સમસ્યા દૂર થઈ જાય છે. સૂંઠ અને ગોળને ખાવાથી પીળીયામાં રાહત મળે છે. સૂંઠ, આમળા ને સાકરનું બારિક ચૂર્ણ બનાવીને સેવન કરવાથી અમ્લપિત મટે છે.


    પ્રસૂતિ પછી પેટ ફૂલી ગયાની સામાન્ય ફરિયાદ હોય તો સૂંઠના પાકનું સેવન કરવાથી આ સમસ્યા દૂર રહેશે. 

     
     અડધી ચમચી સૂંઠનું ચુર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મિક્ષ કરી લાડુડી બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.


    શરીર એકદમ ઠંડુ થઈ જાય, અરુચિ, ચૂંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સૂંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાકવાથી લાભ થાય છે.


    સૂંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નિયમિત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, તાવ વગરેમાં સૂંઠનું પાણી પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે અને જઠરાગ્નિનું બળ વધે છે.


    અપચો, ભુખ ન લાગવી, મંદાગ્નિ અને ગેસની ફરીયાદમાં રોજ સવારે અડધી ચમચી સૂંઠનું ચુર્ણ, એક ચમચી ગોળ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દિવસોમાં આવી તકલીફો મટી જાય છે.

  • Best home remedies Of Ginger and Dry Ginger
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આદુનો રોજ ઉપયોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.

    આદુના ઉપયોગ


    - આદુનો એક ટુકડો આગમાં સેકી તેને ચૂસવાથી છાતી અને ગળામાં જમા કફ નીકળી જાય છે અને શરદી ઉધરસમાં રાહત રહે છે.


    - આદુના રસમાં લીંબુનો રસ અને સિંધાલૂણ નાખી લેવાથી અજીર્ણ દૂર થઈને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. એનાથી ઉદરનો વાયુ-ગેસ અને મળબદ્ધતા દૂર થાય છે, આમવાત મટે છે.


    - બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મિશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.


    - અલ્સર-ચાંદા સિવાયના તમામ ઉદર રોગોમાં ચાર ચમચી આદુનો રસ પાણીમાં નાખી સવાર-સાંજ પીવો. ચાર ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ દમ, ખાંસી, અરુચી અને શરદી મટે છે.


    - બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને 1/4 ચમચી સિંધાલૂણ જમતાં પહેલાં લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે,  મુખ અને હૃદયની શુદ્ધી થાય છે,  અવાજ બેસી જવો, ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્નિ મટાડે છે.


    -અપચા અને કબજીયાતને લીધે ઘણાં રોગ ઉત્પન્ન થાય છે. ભોજન પહેલાં એક ચમચી આદુ લઈને તેની પર લીંબુ તેમજ સિંધાલૂણ નાંખીને ખાવ. કબજીયાત થઈ ગઈ હોય તો આદુના નાના નાના ટુકડા કરીને ગોળની સાથે ખાવ. 


    - પેટ અજીર્ણથી ભારે થઈ ગયું હોય તો સૂંઠ અને જવખારનું ચુર્ણ ઘી સાથે ચાટવું.

  • Best home remedies Of Ginger and Dry Ginger
    આદુનો ડેઈલી ડાયટમાં ઉપયોગ કરવો જ જોઈએ.

    - પાણી જેવા પાતળા દસ્તમાં અડધો કપ ઉકળતા પાણીમાં એક ચમચી આદુનો રસ નાખી એક-એક કલાકના અંતરે પીવથી દસ્તમાં રાહત મળે છે. 


    - આદુ તથા ડુંગળીનો રસ એક-એક તોલા મિક્ષ કરી પીવાથી ઊલટીમાં લાભ થાય છે. આ સિવાય ગળામાં ખરાશ થવા પર આદુના નાના-નાના ટુકડા ચૂસવાથી લાભ થાય છે.  


    - યુવાન અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી ચહેરા પરની કરચલી દૂર થાય છે.


    - આદુ ખાવાથી મુખના હાનિકારક બેક્ટેરિયા પણ મરી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે. 


    - રોજ સવારે ખાલી પેટ હૂંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો ખાવાથી ખૂબસૂરતી વધે છે. સાથે જ આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી સાબિત થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending