તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદર અને ખંજવાળની સમસ્યાને દૂર કરશે આ 5 સરળ ઉપાય, અજમાવી જુઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દાદર-ખાજ અને ખંજવાળ એક પ્રકારના ફંગલ ઈન્ફેક્શનથી ફેલાય છે. દાદર એક ચર્મરોગ છે જેને રિંગવોર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંક્રમણ શરીરના કોઇપણ ભાગ પર ફેલાઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર હોય છે તે ભાગ પર ખંજવાળ આવવા લાગે છે અને જ્યારે વ્યક્તિ તેને ખંજવાળવા લાગે છે તો વધારે ઝડપથી ફેલાવા લાગે છે. આ સમસ્યાથી કાયમી છૂટાકારો આપશે આ ઉપાયો.


લસણનો રસ


લસણમાં એન્ટીફંગલ તત્વ હોય છે. તે કોઇપણ પ્રકારના ફંગલ સંક્રમણને ઠીક કરે છે. લસણને છીલીને તેના ઝીણા ટુકડા અથવા પીસીને પ્રભાવિત જગ્યાએ લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો. આ પટ્ટીને આખી રાત રહેવા દેવી. આ ઉપાય રોજ 1 સપ્તાહ સુધી કરો. 


એપ્પલ વિનેગર


એપ્પલ સાઇડર વિનેગરમાં કોટન બોલ પલાળી પ્રભાવિત જગ્યાએ દિવસમાં 5 વાર લગાવો. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરો. 


નારિયેળ તેલ


આ તેલ ખંજવાળથી રાહત અપાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જ્યાં દાદર કે ખંજવાળ આવતી હોય ત્યાં આખી રાત નારિયેળ તેલ લગાવીને રાખવું. 


સરસિયાના દાણા


સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. તમને જરૂર લાભ મળશે.

 
હળદર


હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. કોટન બોલની મદદથી લીલી હળદરનો રસ કાઢી ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં 3 વાર લગાવવાથી રાહત મળશે.