ભૂલથી પણ ન ફેકો મૂળાના પત્તા, આ 5 બીમારીઓને જડથી કરી શકે છે દૂર

આ પત્તા એટલા જ હેલ્દી છે જેટલો મૂળો, તેનાથી થાય છે 5 મોટા ફાયદા

divyabhaskar.com | Updated - Feb 20, 2018, 12:41 PM
benefits for radish leaf its good for health

યુટિલિટી ડેસ્કઃ આપણે મૂળો ખાતા હોઇએ છીએ પરંતુ ઘણા લોકો તેના પત્તા ફેંકી દે છે, મૂળાના પત્તા એટલા હેલ્ધી હોય છે, જેટલો મૂળો. તેનાથી આપણા સ્વાસ્થ્યને 5 ફાયદા થાય છે. આ પત્તામાં વિટામિન B, C, K, E હોય છે, સાથે જ પોટેશિયમ અને લાઇકોપીન પણ હોવાથી તે સ્કીન અને મૂળ બન્ને સારા રાખે છે. તેમાં ફેટ જરા પણ હોતું નથી તેથી તે વજન ઓછું કરનારા લોકો માટે પણ ઘણા જ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં પણ તેને દરરોજ ખાવામાં આવે તો અનેક પ્રકારની મોટી બીમારીઓથી તે આપણને દૂર રાખે છે. મૂળાના પત્તામાં ફાઇબર પણ મોટી માત્રામાં હોય છે, તેથી તેને ખાવાથી ડાઇજેશન સિસ્ટમ સારી થાય છે. સાથે જ લીલી શાકભાજીમાં જે ગુણ હોય છે, તે તમામ ગુણ આ પત્તામાં હોય છે. મૂળાના પત્તામાં મિનિરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. આજે અમે અહી મૂળાના પત્તા કઇ-કઇ બીમારી માટે ફાયદાકારક છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

આગળની સ્લાઇડ્સમાં વાંચો મૂળાના પત્તાથી દૂર થશે આ પાંચ બીમારીઓ

benefits for radish leaf its good for health

ડાયાબિટિઝમાં ફાયદાકારક

મૂળાના પત્તામાં ફાઇબરની માત્રા પણ ઘણી હોય છે. તેને દરરોજ ખાવાથી બ્લડમાં સુગર લેવલ વધતું નથી. પત્તામાં રહેલા તત્વો ઇન્સ્યુલિનને કંટ્રોલમાં રાખે છે. 

benefits for radish leaf its good for health

એનીમિયા માટે ફાયદાકારક

મૂળાના પત્તામાં આયર્ન, વિટામિન બી, વિટામિન સી, વિટામિન એ અને થિયામિન હોય છે. તેથી તેના ખાવાથી હીમોગ્લોબિન લેવલ સરખું રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન આયર્નની ઉણપને પૂરી કરવા માટે આ પત્તા ફાયદાકારક રહે છે.

benefits for radish leaf its good for health

બ્લડ પ્રેશર સામાન્ય રહેશે

મૂળાના પત્તામાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે, તેથી શરીરમાં સોડિયમના લેવલને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેને ખાવાથી હૃદયના રોગોથી પણ બચી શકાય છે.

benefits for radish leaf its good for health

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

મૂળાના પત્તામાં રહેલા વિટામિન સીના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વધે છે. વિટામિન સી શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સને બનાવવામાં મદદ કરે છે. વ્હાઇટ બ્લડ સેલ્સ જ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે અને દાઝવું, વાગવું જેવી કોઇપણ પ્રકારના ટિશૂ ડેમેજ બાદ પણ નવા ટિશૂઝનું નિર્માણ કરે છે. 

benefits for radish leaf its good for health

ડાઇજેશન સિસ્ટમ સુધારે છે

મૂળાના પત્તામાં રહેલા ભરપૂર ફાઇબરના કારણે મળનું કડકપણું ઓછું થાય છે અને પાચન ક્ષમતા વધે છે. તેથી પત્તાવાળા તમામ શાકભાજીમાં મૂળાના પત્તાને કબજિયાત માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ શરીરમાં કોઇપણ પ્રકારના સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે. 

X
benefits for radish leaf its good for health
benefits for radish leaf its good for health
benefits for radish leaf its good for health
benefits for radish leaf its good for health
benefits for radish leaf its good for health
benefits for radish leaf its good for health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App