હૃદય રોગ સહિતની બીમારીઓ માટે ફાયદાકારક છે, આ ‘કાળા ટામેટા’

કેટલાક કિસ્સામાં આ ટામેટા ડાયાબિટિસ સામે લડવામાં પણ રક્ષણ આપે છે

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 01:58 PM
benefit of black tomato for health and heart

યુટિલિટી ડેસ્કઃ આજની જીવનશૈલીમાં તણાવ અને ભાગદોડ તથા ખાણી-પીણીના કારણે અનેક પ્રકારની બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. જેમાં હૃદય રોગથી લઇને કેન્સર જેવી બીમારી છે. તેવામાં આજે અમે એક એવા ટામેટા અંગે વાત કરી રહ્યાં છીએ કે જેનું સેવન કરવામાં આવે તો તે વિવિધ પ્રકારની બીમારીમાંથી રાહત આપે છે. ધર્મા આયુર્વેદ ક્લિનિકના પંચકર્મમાં એમડી ડૉં મયુર પટેલના જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સામાં આ ટામેટા ડાયાબિટિસ સામે લડવામાં પણ રક્ષણ આપે છે. કાળા ટામેટા ખાવાથી વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી ફાયદા શું છે તે અંગે પણ તેમણે જણાવ્યું છે. તો ચાલો કાળા ટામેટાના ફાયદા અંગે જાણીએ.

કાળા ટામેટા ખાવાથી થાય છે આ ફાયદા આગળની સ્લાઇડ્સમાં વાંચો....

benefit of black tomato for health and heart

કાળા ટામાટેામાં ફ્રી રેડિકલ્સ સાથે લડવાની ક્ષમતા હોય છે. ફ્રી રેડિકલ્સ ઘણું જ સક્રિય સેલ્સ હોય છે, જે સ્વસ્થ સેલ્સને નુક્સાન પહોંચાડે છે. આ પ્રકારના ટામેટા કેન્સરને રોકવામાં મદદ કરે છે.

benefit of black tomato for health and heart

આ ટામેટા આંખો માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં વિટામિન એ અને વિટામિન સીની જરૂરિયાતને પૂર્ણ કરે છે. વિટામિન એ આંખો માટે ઘણું જ ફાયદાકારક છે.

benefit of black tomato for health and heart

જો તમે નિયમિત રીતે કાળા ટામેટાનું સેવન કરો છો તો હૃદય રોગની બીમારીથી બચી શકાય છે. તેમાં મળી આવતા એંથોસાઇનિન તમને હાર્ટ એટેકથી બચાવે છે અને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

benefit of black tomato for health and heart

આ ટામેટામાં એન્ટિ ઓક્સિડેન્ટ મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ મળી આવે છે. જે તમારા લોહીના સંચારને સારું બનાવે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા ઘટાડે છે.

benefit of black tomato for health and heart

આ ઉપરાંત આ ટામેટા મોટાપો દૂર કરવામાં પણ મદદ કરે છે. આ ટામેટા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઓછું થાય છે.

X
benefit of black tomato for health and heart
benefit of black tomato for health and heart
benefit of black tomato for health and heart
benefit of black tomato for health and heart
benefit of black tomato for health and heart
benefit of black tomato for health and heart
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App