Home » Lifestyle » Health » સ્કિન માટે કોલસો, Beauty Tips with Use of Charcoal in various way

સ્કિન માટે આશીર્વાદરૂપ છે કોલસો, કરો આ 3માંથી 1 ઉપાય

Divyabhaskar.com | Updated - May 05, 2018, 03:45 PM

કોલસો ભલે કાળો હોય પરંતુ ગ્લોઇંગ સ્કિન માટે ખૂબજ ફાયદાકારક હોય છે

  • સ્કિન માટે કોલસો, Beauty Tips with Use of Charcoal in various way
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આપે છે ગ્લોઇંગ સ્કિન

    યુટિલિટિ ડેસ્ક: કોલસો ભલે કાળો હોય પરંતુ ગ્લોઇંગ સ્કિન માટે ખૂબજ ફાયદાકારક હોય છે. ઘણી બ્યૂટિ પ્રોડક્ટ્સમાં પણ કોલસાનો ઉપયોગ થાય છે. બ્યૂટિ પ્રોડક્ટ્સમાં કાચા કોલસાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેમાં એક્ટિવેટેડ કાર્બનનું પ્રોસેસ્ડ ફોર્મ ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ ક્લિન્ઝર, સ્ક્રબ અને સાબુમાં થાય છે.

    આપે છે ગ્લોઇંગ સ્કિન:

    કોલસો ગંદકી, પ્રદૂષણ અને જર્મ્સને ત્વચામાંથી બહાર ખેંચી કાઢે છે. તે ચુંબકની જેમજ સ્કિનના વિષાક્ત તત્વોને ખેંચી લે છે. રાત્રે સૂતાં પહેલાં ચારકોલ બેઝ્ડ ફેશવોશનો ઉપયોગ ગ્લોઇંગ સ્કિન આપે છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ચારકોલ ફેસમાસ્કના ફાયદા અને ઘરે બનાવવાની રીત....

    36ની કમર ફટાફટ થઈ જશે 26ની, રોજ પીઓ 3માંથી 1 પીણું

  • સ્કિન માટે કોલસો, Beauty Tips with Use of Charcoal in various way
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્લિન્ઝર તરીકે કોલસાનો ઉપયોગ

    ક્લિન્ઝર તરીકે કોલસાનો ઉપયોગ:


    કોલસો એક પાવરફુલ ક્લિન્ઝર છે. ચહેરાના ખીલ, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. ફેસ પરના બધા જ ડાઘ-ધબ્બા દૂર થાય છે. 

     

     

    ઓઇલી સ્કિનની છૂટકારો આપશે:


    ચારકોલ ચહેરામાં રહેલ વધારાનું સીબમને શોષી લે છે. જેનાથી ઓઇલી સ્કિનથી સરળતાથી છુટકારો મળે છે. ચારકોલ એક ઉત્તમ એક્સફોલિએટર છે. જે ત્વચામાંથી મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે. 

  • સ્કિન માટે કોલસો, Beauty Tips with Use of Charcoal in various way
    ઘરે જ બનાવો ચારકોલ ફેસમાસ્ક

    ઘરે જ બનાવો ચારકોલ ફેસમાસ્ક:

     

    સૌપ્રથમ શુદ્ધ ઓર્ગેનિક એક્ટિવેટેડ ચારકોલ લો. જેમાં એક ચમચી પાણી અથવા ગુલાબજળ મિક્સ કરો. હવે તેમાં બે ટીંપાં ટ્રી ઓઇલ મિક્સ કરો. આ મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી ચીકણી પેસ્ટ તૈયાર ન થઈ જાય. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો. આંખની આસપાસ ન લગાવવું. 10 મિનિટ બાદ આ માસ્કને હૂંફાળા પાણીમાં ભીંજવીને સાફ કરી દો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ