બાળકના નખ કાપતી વખતે યાદ રાખો 3 વાતો, કપાઇ શકે છે તેની સોફ્ટ સ્કિન

ગર્ભાવસ્થાની સાથે ઘણી જવાબદારીઓ પણ વધી જાય છે માતાની

divyabhaskar.com | Updated - May 16, 2018, 05:01 PM
આકાર આપીને નખ કાપો
આકાર આપીને નખ કાપો

બાળકની નખ કાપતી વખતે યાદ રાખો 3 વાતો, કપાઇ શકે છે તેની સોફ્ટ સ્કિન.

યુટિલિટિ ડેસ્ક: ગર્ભાવસ્થાની સાથે ઘણી જવાબદારીઓ પણ વધી જાય છે માતાની. બાળકના જન્મ બાદ તેની કેર માટે ઘણી નવી-નવી કળાઓ શીખવાની રહે છે. બાળની જરૂરિયાતો સમજીને એ પ્રમાણે નવી કળાઓ શીખવાની રહે છે. બાળકને ખવડાવવાથી લઈને તેની સ્વચ્છતાની જાળવણી કરવાનું શીખવાનું હોય છે.


બાળકના નખ કાપવા એ એક મુશ્કેલ કામ છે. ઘણી મહિલાઓને બાળકના નખ કેવી રીતે કાપવા એ નથી ખબર હોતી. બાળકના નખ પુખ્તવયની સરખામણીમાં ઘણા નાજુક હોય છે અને ખૂબજ ઝડપી વિકાસ પણ પામે છે. બાળકના હાથ-પગ સતત હલતા રહેતા હોય છે, જેથી જો સાવચેતી રાખવામાં ન આવે તો તેમની કોમળ સ્કીન પર પણ ઘા પડી શકે છે. હા જોકે ત્રણ સરળ ટિપ્સ ફોલો કરવામાં આવે તો આ અઘરું કામ પણ સરળ બની શકે છે.

૧. આકાર આપીને નખ કાપો: બાળકના નખ કાપવાનો સૌથી સરળ રસ્તો છે, નખ ઘસવાના સાધનથી ઘસીને આકાર આપવો. હા જોકે આ રીતે નખ ઘસવામાં સમય વધુ લાગે છે, પણ તેનાથી નખને સરસ રીતે શેપ મળે છે. હા, નખ ઘસતી વખતે ચામડી છોલાઇ ન જાય તેનું ધ્યાન રાખવું.


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો વધુ ટિપ્સ....

બાળક માટે બેસ્ટ ક્વૉલિટીનું નેઇલ ક્લિપર વાપરો
બાળક માટે બેસ્ટ ક્વૉલિટીનું નેઇલ ક્લિપર વાપરો

૨. બાળક માટે બેસ્ટ ક્વૉલિટીનું નેઇલ ક્લિપર વાપરો: બજારમાં ઘણા પ્રકારના નખ કાપવા માટેના ક્લિપર મળે છે, જે ખાસ કરીને બાળકોના નખ કાપવા માટે બનાવેલા હોય છે. બાળકની નાની-નાની આંગળીઓ જતનથી પકડીને સ્કિન જરા પણ કપાય નહીં એ રીતે જતનપૂર્વક નખ કાપો. પગની આંગળીઓના નખ પણ આ જ રીતે કાપવા. 

 

૩. બાળક સૂતું હોય ત્યારે નખ કાપો: બાળક જાગતું હોય ત્યારે સતત હલ્યા કરતું હોય છે, એટલે નખ કાપવામાં ડર લાગતો હોય તો બાળક સૂતું હોય ત્યારે નખ કાપવા. હા જોકે નખ અંધારામાં ન કાપવા, પૂરતા પ્રકાશમાં જ કાપવા. 


ઘણાં માતાપિતા બાળકના નખ દાંતથી કોતરીને નાના કરતા હોય છે, પરંતુ તે હિતાવહ નથી. તેનાથી આપણા મોંના જંતુઓ બાળકના નખ પર આવી શકે છે અને તેમના નખ તીક્ષ્ણ અને ખરબચડા પણા બની શકે છે. 

X
આકાર આપીને નખ કાપોઆકાર આપીને નખ કાપો
બાળક માટે બેસ્ટ ક્વૉલિટીનું નેઇલ ક્લિપર વાપરોબાળક માટે બેસ્ટ ક્વૉલિટીનું નેઇલ ક્લિપર વાપરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App