તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • પથરી મટાડવાના આયુર્વેદિક નૂસખા, Ayurvedic Home Remedies To Get Rid From Kidney Stone

આયુર્વેદ મટાડશે પથરીને ઓપરેશન વગર પણ, 7 રામબાણ ઉપાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્ક: આજ-કાલ પથરીની સમસ્યા બહુ વધતી જાય છે. પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે, પરંતુ ઘણા લોકો ઓપરેશનની બીકે તેને સહન કર્યા કરતા હોય છે, પરંતુ ઓપરેશન વગર પણ પથરીને ઓગાળી કે મટાડી શકાય છે, કેટલાક આયુર્વેદિક ઉપાયો અજમાવીને. 


આ ઉપાયો વિશે જણાવી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..

 

- નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.
- કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.
- જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળે છે.
- રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખવી સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
- લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.