અનિંદ્રા, કબજિયાત કે અસિડિટી જેવી 5 બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આયુર્વેદિક ઉપચાર

ઘણા લોકોએ એસિડિટી, કબજિયાત, ગળાની એલર્જી જેવી સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે

divyabhaskar.com | Updated - Jul 07, 2018, 10:00 AM
દર વખતે દવાઓ લેવાથી શરીરને કેટલીક આડઅસરો પણ થઈ શકે છે
દર વખતે દવાઓ લેવાથી શરીરને કેટલીક આડઅસરો પણ થઈ શકે છે
હેલ્થ ડેસ્ક: ઘણા લોકોએ એસિડિટી, કબજિયાત, ગળાની એલર્જી જેવી સમસ્યાઓ વારંવાર સતાવતી હોય છે. જેના માટે દર વખતે દવાઓ લેવાથી શરીરને કેટલીક આડઅસરો પણ થઈ શકે છે. આવી નાની-નાની પરંતુ વારંવાર સતાવતી સમસ્યાઓ માટે કેટલાક આયુર્વેદિક ઉપચારો કરવા જોઇએ. જેનાથી કોઇપણ જાતની આડઅસર વગર બીમારી મટાડી શકાય છે.

૧. એક ગ્લાસ પાણીમાં 12-15 તાજા ફૂદિનાનાં પાન એક એક ચમચી ફૂદિનાના સૂકાં પાનનો પાવડર નાખી બે મિનિટ ઉકાળો. પાણી નવશેકુ બની જાય એટલે ગાળી અંદર બે ચમચી મધ મિક્સ કરી પીવાથી અનિંદ્રામાં રાહત મળે છે.


૨. એસિડિટીની સમસ્યા બહુ સતાવતી હોય તો અડધીથી એક ચમચી જીરું ખાવું અને તેની 10 મિનિટ બાદ નવશેકું પાણી પી લેવું. બહુ જલદી મળી જશે રાહત.


૩. ગોળ સાથે ગળા(એક જાતનો વેલો)નું ચૂર્ણ બનાવી રાત્રે સૂતી વખતે બે ચમચી લેવું. ગોળ અને ગળાની માત્રા સરખી હશે તો કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી જશે.


૪. જાંબુના રસમાં જેટલું ઓગળી શકે એટલું સિંધવ મીઠું નાખી કાચની એક મજબૂત બોટલમાં ભતી 40 દિવસ મૂકી રાખો. ત્યારબાદ રોજ અડધી ચમચી લેવાથી પીળીયામાં રાહત મળે છે.


૫. રોજ દિવસમાં બે વાર એક ગ્રામ સિતોપલાદી ચૂર્ણ અને એક ગ્રામ ગળાનું ચૂર્ણ લેવાથી નાક અને શ્વાસની એલર્જીમાં રાહત મળે છે.


૫. સીતાફળના બીજને બકરીના દૂધમાં પીસીને વાળમાં લગાવવાથી ટાલ પડવા લાગી હોય ત્યાં પણ વાળ આવવા લાગે છે.

માત્ર 3 રૂપિયામાં આખો મહિનો નજીક પણ નહીં ફરકે મચ્છર, બનાવો ઘરે જ

X
દર વખતે દવાઓ લેવાથી શરીરને કેટલીક આડઅસરો પણ થઈ શકે છેદર વખતે દવાઓ લેવાથી શરીરને કેટલીક આડઅસરો પણ થઈ શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App