Divya Bhaskar

Home » Lifestyle » Health » Ayurveda Remedies to get rid from baldness of the head

ટાલ પડી ગઈ હોય તેમને પણ મૂળથી ઊગે છે નવા વાળ, કરો બીટના પાનનો ઉપચાર

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 03:59 PM

નાની ઉંમરમાં જ પડી ગયેલ ટાલ પર નવેસરથી વાળ ઉગાડો કુદરતી ઉપચારો વડે

  • Ayurveda Remedies to get rid from baldness of the head
    આજકાલ યુવાનીમાં જ વાળ સફેદ થવાની અને ટાલ પડવાની સમસ્યા સતાવવા લાગે છે

    હેલ્થ ડેસ્ક: આજકાલ યુવાનીમાં જ વાળ સફેદ થવાની અને ટાલ પડવાની સમસ્યા સતાવવા લાગે છે. કેટલાક લોકોને ટાલિયાપણુ વારસાગત આવતું હોય છે તો કેટલાક લોકોને લાઇફસ્ટાઇલના કારણે. કેટલાક કુદરતી ઉપચારથી આમાં ઘણો ફાયદો મળી શકે છે.


    ટાલ પર નવેસરથી વાળ ઉગાડવાના કુદરતી ઉપચારો વિશે જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ


    કેવી રીતે કરવો ઉપચાર

    1. બીટનાં પાન: 50 ગ્રામ

    બીટના પાનનો રસ બનાવી તેનાથી માથામાં માલીશ કરવાથી ટાલિયાપણાથી છૂટકારો મળી શકે છે અને નવા વાળ આવવા લાગે. ઉપરાંત પૂરાઇ ગયેલાં મૂળમાંથી પણ નવા વાળ ઊગવા લાગે છે.


    2. નારિયેળનું તેલ

    નારિયેળના તેલને કાચની બોટલમાં ભરી 10 દિવસ સુધી સૂર્યના તડકામાં રાખો. સૂર્યના કિરણો અને રંગ સારવારના માધ્યમથી તૈયાર થયેલ નારિયેળના તેલથી દિવસમાં 2 વાર માથામાં માલીશ કરવાથી ચોક્કસથી ફાયદો મળે છે.


    ધ્યાનમાં રાખવી આ વાતો


    - બીટનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ નીવડી શકે છે.

    - બીટના રસથી માથામાં માલીશ કરતી વખતે તે આંખમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, તેનાથી આંખને નુકસાન પહોંચી શકે છે.

    સફેદ થઈ ગયેલ વાળ કાળા કરવા નારિયેળના તેલમાં મિક્સ કરો લીમડા સહિત 3 વસ્તુઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending