સતત એક સ્થળે બેસીને કામ કરતા લોકોને થઇ શકે છે આ 5 બીમારી

ડો. સુબ્રોતો મંડલ જણાવે છે, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી કેવા પ્રકારની બીમારીઓનું જોખમ વધી શકે છે.

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 01:55 PM
avoid sitting too much is not good for health

યુટિલિટી ડેસ્કઃ ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ લાંબા સમય સુધી એક જ સ્થળ પર બેસીને કામ કરે છે. આમ કરવું હેલ્થ માટે અનેક રીતે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. અમેરિકાની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે એક જ સ્થાન પર 3થી 4 કલાક સતત બેસીને કામ કરવાથી હાર્ટ ડિસિઝનું જોખમ વધી જાય છે, પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. જે.કે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને પ્રોફેસર ડો. સુબ્રોતો મંડલ જણાવી રહ્યાં છે, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી કેવા પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

આવી રીતે બચી શકાય છે આ બીમારીઓથી

- સતત બેસવાના બદલે 1 કલાકમાં 5 કે 10 મિનિટ સુધી વોક કરો.
- દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગ, મેડિટેશન કે એક્સરસાઇઝ કરો.
- કોઇને કોઇ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સામેલ થાઓ.
- ડાયટમાં વધુમાં વધુ લીલા શાકભાજીને સામેલ કરો અને જંક ફૂડને એવોઇડ કરો.

આગળની સ્લાઇડ્સમાં જાણો, સતત એક સ્થળે બેસવાથી થઇ શકે છે આ પાંચ બીમારી

avoid sitting too much is not good for health

હાર્ટની બીમારી

લાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. જેના કારણે બોડીમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આ કોલેસ્ટ્રોલ ધીરે-ધીરે બ્લડમાં મિશ્રિત થવા લાગે છે અને નસોમાં ફસાઇને હાર્ટની બીમારીની સંભાવના વધારે છે.

avoid sitting too much is not good for health

હાઇ BPની પ્રોબ્લેમ

સતત એક સ્થળે બેસીને કામ કરવાથી મોટાપો વધે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બગડે છે. તેવામાં હાઇ બીપીની સમસ્યાનો ખતરો વધી જાય છે.

avoid sitting too much is not good for health

ડાયાબિટિઝની સમસ્યા

સતત એક સ્થળે બેસીને કામ કરવાથી મોટાપો વધે છે. જેના કારણે બ્લડમાં સુગરની માત્રા વધવા લાગે છે અને ડાયાબિટિઝ થવાની સંભાવના રહે છે.

avoid sitting too much is not good for health

ઓબેસિટીની સમસ્યા

લાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. તેથી આપણે જે ખાઇએ છીએ તે ફેટમાં પરિવર્તિત થાય છે અને ઓબેસિટી થવા લાગે છે.

avoid sitting too much is not good for health
થાઇરોઇડની બીમારી
 
સતત એક સ્થળે બેસી રહેવાથી શરીરમાં હોર્મોન્સનું બેલેન્સ બગડે છે. જેના કારણે થાઇરોઇડની બીમારી થવાની શક્યતા વધી જાય છે.
X
avoid sitting too much is not good for health
avoid sitting too much is not good for health
avoid sitting too much is not good for health
avoid sitting too much is not good for health
avoid sitting too much is not good for health
avoid sitting too much is not good for health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App