શું ઈરફાન ખાનને છે બ્રેન ટ્યૂમર? : ટ્યૂમરનાં આ 5 સંકેતોને ન કરો ક્યારેય ઈગ્નોર

બ્રેન ટ્યૂમર અલગ-અલગ શેપ અને સાઇઝની હોય છે અને તે જ પ્રકારની સિસ્ટમમાં હોય છે

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 01:16 PM
આમ થાય છે બ્રેન ટ્યૂમર
આમ થાય છે બ્રેન ટ્યૂમર

યૂટિલિટી ડેસ્ક: મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનને બ્રેન ટ્યૂમર છે. જોકે હજી સુધી આ વાતની ક્યાંય પુષ્ટિ કરવામાં આવી નથી કે ખરેખર ઈરફાન ખાનને બ્રેન ટ્યૂમર છે કે નહીં. આ બાબતે ઈરફાન ખાનના પરિવાર કે ડૉક્ટર દ્વારા પણ કઈં કન્ફોર્મ કરવામાં આવ્યું નથી. ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહેલ આ સમાચાર જણાવવામાં આવ્યું છે કે, ઈરફાનને ગ્લિયોબ્લાસ્ટોમા મલ્ટીફોર્મે (જીબીએમ) ગ્રેડ-4 છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર તેને 'ડેથ ઓન ડાયગ્નોસિસ' પણ કહેવાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ બ્રેડ ટ્યૂમરના સંકેતો વિશે. યોગ્ય સમયે સંકેતોને પારખી તેનો ઈલાજ શરૂ કરી દેવામાં આવે તો, આ બિમારીને મટાડી પણ શકાય છે.

બ્રેન ટ્યૂમર અલગ-અલગ શેપ અને સાઇઝની હોય છે અને તે જ પ્રકારની સિસ્ટમમાં હોય છે. ન્યૂરોસર્જનના એમડી Theodore Schwartz જણાવે છે કે, સંકેતો ટ્યૂમરની લોકેશન પર ડિપેન્ડ કરે છે. જેમ કે, ટ્યૂમર બ્રેનની બરાબર પાસે જ હોય તો, તમારા હાથ અને આઇસાઇટ પર તેની અસર જોવા મળે છે. અને જો બીજા પાર્ટમાં હોય તો, ઝાંખુ દેખાવા લાગે છે, સાંધામાં દુખાવો થાય છે. પરંતુ ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર કેટલીક એવી કૉમન સિસ્ટમ છે, જેનાથી આ ખતરનાક બિમારીને ઓળખી શકાય છે.

આમ થાય છે બ્રેન ટ્યૂમર


શરીરમાં બનતા સેલ્સ થોડા સમય બાદ નષ્ટ થઈ જાય છે અને જેની જગ્યાએ નવા સેલ્સ બને છે. આ એક સાધારણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બાધા આવતાં, ટ્યૂમર સેલ્સ બનવા લાગે છે. ટ્યૂમર ઘણાં કારણોથી બને છે. આ રોગ ખાસ પ્રકારના વિષાણુના સંક્રમણથી, શ્વાસમાં પ્રદૂષિત પદાર્થો લેવાથી અને તે શરીરમાં ભેગા થવાથી ટિશ્યૂ બને છે. સેલ્સ મરતા નથી એટલે ધીરે-ધીરે ટ્યૂમર વધતી જાય છે. ટ્યૂમર માથાના જે ભાગમાં બને છે, તે ભાગના કાર્યમાં અવરોધ આવવા લાગે છે.


કોઇપણ ભાગ અચાનક સુન્ન થઈ જવો


બ્રેનમાં ટ્યૂમર થવાથી ચહેરો કે શરીરનો બીજો કોઇ ભાગ અચાનક સુન્ન થઈ જાય છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, બ્રેન ટ્યૂમરનાં વિવિધ સંકેતો વિશે વિસ્તૃતમાં....

અલગ જ પ્રકારના ચક્કર આવવા
અલગ જ પ્રકારના ચક્કર આવવા

અલગ જ પ્રકારના ચક્કર આવવા

 

કોઇપણ જાતની બ્રેન ટ્યૂમરનું પહેલું સંકેત છે સીઝર. જેમાં અચાનક જ બ્રેનમાં વિજળી જેવું ચમકે છે અને ચક્કર આવે છે. જેમાં આખી બૉડી અકડાઇ જાય છે અને ક્યારેક ઝાટકા પણ લાગે છે, તો ક્યારેક બૉડી વળી કે નમી પણ જાય છે.

ઉલટી થવી કે જીવ ગભરાવો
ઉલટી થવી કે જીવ ગભરાવો

ઉલટી થવી કે જીવ ગભરાવો


ડૉક્ટર Schwartzના જણાવ્યા અનુસાર ઉલટી થાય કે જીવ ગભરાવા જેવા સંકેતોને વધારે એક્સપ્લેન કરી શકાતા નથી, પરંતુ તે બ્રેન ટ્યૂમરનાં સંકેતોમાંનાં એક છે.

યાદશક્તિ નબળી પડવી
યાદશક્તિ નબળી પડવી

યાદશક્તિ નબળી પડવી


વસ્તુ ક્યાં મૂકી છે તે યાદ ન રહેવું, સીડીઓ ભૂલી જવી, બેલેન્સને યાદ રાખવામાં તકલીફ પડવી, વગેરે બ્રેન ટ્યૂમરનાં સંકેત છે.

વિઝન ચેન્જ થવું
વિઝન ચેન્જ થવું

વિઝન ચેન્જ થવું


બ્લર કે ડબલ વિઝન કે ઝાંખુ દેખાવા લાગે તો તે પણ બ્રેન ટ્યૂમરના સંકેત છે. બોલવામાં કે ગળવામાં તકલીફ પડવા લાગે. ફેસિયલ એક્સપ્રેશન ચેન્જ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

X
આમ થાય છે બ્રેન ટ્યૂમરઆમ થાય છે બ્રેન ટ્યૂમર
અલગ જ પ્રકારના ચક્કર આવવાઅલગ જ પ્રકારના ચક્કર આવવા
ઉલટી થવી કે જીવ ગભરાવોઉલટી થવી કે જીવ ગભરાવો
યાદશક્તિ નબળી પડવીયાદશક્તિ નબળી પડવી
વિઝન ચેન્જ થવુંવિઝન ચેન્જ થવું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App