આ 7 બીમારી માટે ફાયદાકારક છે મહુડો, આ રીતે કરો ઉપયોગ

મહુડાની દરેક વસ્તુઓનો ઉપયોગ આપણે ઔષધીના રૂપમાં કરી શકીએ છીએ

divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:34 PM
7 benefit of mahua and how to use

યુટિલિટી ડેસ્કઃ હાલના સમયમાં કોઇપણ બીમારીનો આયુર્વેદિકથી ઉપચાર કરવાનો વ્યાપ વધ્યો છે. આપણા શાસ્ત્રમાં વિવિધ ફળ, ફુલ અને વૃક્ષનો આયુર્વેદિક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. આજે અમે એવી જ એક ઔષધી અંગે વાત કરી રહ્યાં છીએ. મહુડો ભારતના વિવિધ વિસ્તારોમાં મળી આવે છે. જોકે સૌથી વધુ માત્રામાં મહુડો ગુજરાતમાં મળી આવે છે. મહુડાના પત્તા બદામ જેવા હોય છે. મહુડાની દરેક વસ્તુઓનો ઉપયોગ આપણે ઔષધીના રૂપમાં કરી શકીએ છીએ. તેનુ ફળ હોય કે ફુલ તેનો ઉપયોગ કરવાથી અનેકવિધ બીમારીઓમાં તે લાભકારક નીવડે છે. આજે અમે મહુડાનો આયુર્વેદિક રીતે ઉપયોગ કરવાથી કઇ-કઇ બીમારીમાં ફાયદા થાય છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

મહુડાનો ઉપયોગ કરવાથી આ સાત બીમારીઓમાં થાય છે ફાયદો

7 benefit of mahua and how to use

સાંધાનો દુખાવો

મહુડોની છાલનો કાળો દિવસમાં ત્રણ વખત પીવામાં આવે તો લાભ મળે છે. મહુડાની છાલને પીસીને ગરમ કરીને તેનો લેપ લગાવવાથી પણ સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.

7 benefit of mahua and how to use

તાવ

તાવમાં મહુડાનો કાળો બનાવીને લગભગ 20 મિલિલિટર દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી તાવ દુર થઇ જાય છે. સાથે જ શરીરને જરૂરી શક્તિ પણ પૂરી પાડે છે. 

7 benefit of mahua and how to use

ચહેરા પર ડાઘ પડ્યા હોય

જો ચહેરા પર ડાઘ પડ્યા હોય તો મહુડાની છાલનો કાળો પીવાથી ડાઘ ઓછા થઇ જાય છે.  ખુજલીથી થયેલી ઇજા પણ ઠીક થઇ જાય છે. 

7 benefit of mahua and how to use

દાંત માટે

મહુડાની ડાળીથી દાંતણ કરવામાં આવે તો દાંત હલતાં બંધ થાય છે, દાંત મજબૂત થાય છે અને પેઢામાંથી લોહી નીકળતું હોય તો તે બંધ થઇ જાય છે. 

7 benefit of mahua and how to use

ખાંસી માટે

મહુડાના ફુલનો કાળો બનાવીને સવારે અને સાંજે પીવામાં આવે તો ખાંસીમાં આરામ મળે છે. તેમજ મહુડાના પત્તામાંથી બનલે કાળો પીવાથી જૂની ખાંસીમાં રાહત મળે છે. 

7 benefit of mahua and how to use

હરસ(બવાસીર)

મહુડાના ફૂલને પીસીને છાસમાં ભેળવીને એક-એક કપ સવાર સાંજ પીવાથી બવાસીરમાં રાહત મળે છે. 

7 benefit of mahua and how to use

ઘૂંટણમાં દુખાવો હોય

જો ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો બકરીના દૂધમાં મહુડાના ફુલ ભેળવીને પીવાથી રાહત થાય છે. 

 

X
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
7 benefit of mahua and how to use
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App