6 નાની ભૂલો હેલ્થ પર કરે છે ખરાબ અસર, તમે તો નથી કરતાં ને આવું?

ડૉ. મનીષ જૈન કહે છે એવી 6 ભૂલોની વાત જે તમે દિવસમાં અનેક વાર કરો છો અને હેલ્થને નુકસાન થાય છે

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 12:06 AM
here are the Common Mistakes which affect the body

યુટિલિટી ડેસ્કઃ દિવસમાં આપણે અજાણતા એવી અનેક ભૂલો કરીએ છીએ જેની હેલ્થ પર ખરાબ અસર થાય છે. જો આ ભૂલોને લાંબા સમય સુધી કરવામાં આવે તો તે બીમારીમાં ફેરવાઇ શકે છે. આજે અમે આપને એવી કેટલીક ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જેને જાણીને તમે તેને કરવાનું ટાળી શકો છો. બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશ્યિન ડૉ. મનીષ જૈન કહે છે આ 6 ભૂલો કરવાથી તમારી હેલ્થને નુકસાન થઇ શકે છે.

ક્રોસ લેગ કરીને બેસવું
બ્લડ પ્રેશર મોનિટરિંગમાં પબ્લિશ એક સ્ટડી અનુસાર રેગ્યુલર ક્રોસ લેગ કરીને બેસવાથી પગમાં સારી રીતે બ્લડ સક્યુલેશન થઇ શકતું નથી. એવામાં બ્લડ પગની તરફ જતું નથી અને પાછું હાર્ટ તરફ જવા લાગે છે. તેનાથી હાર્ટને નુકસાન થાય છે.

પેટના ભાગે સૂવું
પેટના ભાગે સૂવાથી બોડી પોતાના નેચરલ શેપમાં રહેતું નથી. સાથે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઇ શકતું નથી. એવામાં માથાનો દુઃખાવો, બેક પેઇન, મસલ્સ પેઇન કે જોઇન્ટ પેઇન જેવી સમસ્યાઓ થઇ શકે છે.

ટાઇટ બેલ્ટ બાંધવો
દિવસભર ટાઇટ બેલ્ટ બાંધીને રાખવાથી પેટ ટાઇટ રહે છે. એવામાં ખાવાનું ડાયજેસ્ટ થઇ શકતું નથી. તેનાથી એસિડિટી કે કબજિયાતની સમસ્યા થઇ શકે છે.

વાંકા વળીને /ઝૂકીને બેસવું
સતત અનેક કલાકો સુધી વાંકા વળીને બેસી રહેવાથી મસલ્સમાં ખેંચાણ આવે છે. તેનાથી ગળા, કમર અને ખભામાં દર્દ થવા લાગે છે.

પૂરતું પાણી ન પીવું
દિવસમાં ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી ન પીવાથી બોડીનો વેસ્ટ સારી રીતે બહાર નીકળી શકતો નથી, તેના કારણે ડિહાઇડ્રેશન, કિડની અને લિવરની સમસ્યા થઇ શકે છે.

મસાલેદાર જમવાનું
દિવસભર થોડું ને કંઇપણ મસાલેદાર ખાતા રહેવાથી પેટની અંદર એસિડનું પ્રમાણ વધે છે. એવામાં એસિડિટીની સમસ્યા થવા લાગે છે.

X
here are the Common Mistakes which affect the body
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App