• Home
  • Lifestyle
  • Health
  • ગર્ભાવસ્થામાં અખરોટના ફાયદા, Benefits of Walnut during Pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન અખરોટના આ ફાયદા જાણો તમે પણ શરૂ કરી દેશો રોજ ખાવાનું

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

divyabhaskar.com | Updated - Apr 27, 2018, 02:47 PM
ગર્ભાવસ્થામાં અખરોટના ફાયદા
ગર્ભાવસ્થામાં અખરોટના ફાયદા

યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગર્ભવતી સ્ત્રીની સાથે-સાથે ઘરનાં લોકો પણ તેનું ખૂબજ ધ્યાન રાખતાં હોય છે. આ સમય દરમિયાન જેટલું સારું અને પૌષ્ટિક ખોરાક લેવામાં આવે , તેટલા જ વધુ ફાયદા મળે છે બનનાર માતા અને આવનાર બાળકને. ગર્ભાવસ્થા દરમિયાન સૂકો મેવો ખાવાના ઘણા થાય છે, તેમાં પણ અખરોટ તો ગર્ભવતી સ્ત્રી માટે ખૂબજ ફાયદાકારક છે. અખરોટ શક્તિનો એક એવો સ્ત્રોત છે, જેમાં ઘણા એવા પોષક તત્વો છે જે માતા અને બાળક બંન્ને માટે ફાયદાકારક છે.


આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..

1. બાળકના પૂરતા વિકાસ માટે: ગર્ભાવસ્થામાં જે પણ ખાઓ તેનું પોષણ બાળકને મળે છે. અખરોટ ખાવાથી તેમાં રહેલ તાંબાનું તત્વ ભૃણના વિકાસ માટે ખૂબજ ઉપયોગી નીવડે છે.
2. માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે: કોઇપણ જાતનું ઇન્ફેક્શન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અખરોટમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન ઈ, પોલીફીનોલ અને કોપર ગર્ભવતી સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
3. પાચનશક્તિ વધારે છે: ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને પાચન અને એસિડિટીની સમસ્યા સતાવતી હોય છે. અખરોટમાં રહેલ ફાઇબર પાચક્રિયા માટે ખૂબજ ફાયદાકારક છે.
4. બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક: અખરોટમાં રહેલ ઓમેગા-૩, ફેટી એસિડ, પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, મેંગેનીજ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને જિંક બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક છે.
5. વજનને નિયંત્રમાં રાખે છે: ગર્ભાવસ્થા દરમિયાન વજન ઝડપથી વધે છે. તેનાથી ડાયાબિટિસનો ખતરો વધી શકે છે. કેટલીકવાર સ્ત્રીઓને જંકફૂડની ઇચ્છા પણ બહુ થતી હોય છે. અખરોટમાં રહેલ પ્રોટીન અને ફાઇબર શરીરને જંકફૂડ તરફ આકર્ષાવા નહીં દે અને ડાયાબિટિસનો ખતરો પણ ઘટશે.
6. ઊંઘ સારી આવશે: ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓને અનિન્દ્રાની સમસ્યા સતાવતી હોય છે. નિયમિત અખરોટનું સેવન કરવાથી મેલાટોનીન નામનું હોર્મોન બને છે, જેનાથી ગર્ભાવસ્થામાં સારી ઊંઘ આવે છે.


હા જોકે, નિયમિત અખરોટનું સેવન પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. કેટલીક મહિલાઓને કેટલીક વસ્તુઓની એલર્જી હોય છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન.....

બેબી બંપની ઊંચાઇના આધારે જાણો તમારી નોર્મલ ડિલિવરી થશે કે નહીં!

બાળકના પૂરતા વિકાસ માટે
બાળકના પૂરતા વિકાસ માટે
માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
પાચનશક્તિ વધારે છે
પાચનશક્તિ વધારે છે
બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક
બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક
વજનને નિયંત્રમાં રાખે છે
વજનને નિયંત્રમાં રાખે છે
ઊંઘ સારી આવશે
ઊંઘ સારી આવશે
એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ
એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ
X
ગર્ભાવસ્થામાં અખરોટના ફાયદાગર્ભાવસ્થામાં અખરોટના ફાયદા
બાળકના પૂરતા વિકાસ માટેબાળકના પૂરતા વિકાસ માટે
માતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છેમાતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
પાચનશક્તિ વધારે છેપાચનશક્તિ વધારે છે
બાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારકબાળકના માનસિક વિકાસ માટે ફાયદાકારક
વજનને નિયંત્રમાં રાખે છેવજનને નિયંત્રમાં રાખે છે
ઊંઘ સારી આવશેઊંઘ સારી આવશે
એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએએકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App