પેટમાં ગેસ ભરાતી હોય તો ભૂલથી પણ ન ખાતાં આ 5 ફૂડ્સ, વધશે તમારી પ્રોબ્લેમ

પેટમાં ગેસ બનતી હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું અવોઈડ કરજો, નહીં તો પેટ રહેશે ખરાબ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 12:56 PM
5 food should not be taken in gastric problem

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવરેજ પર્સન દિવસમાં 14થી 23વાર ગેસ પાસ કરે છે. ગેસ પાસ કરવું નોર્મલ પ્રોસેસ છે. પણ ઘણીવાર પેટમાં વધારે ગેસ બનવા લાગે છે. જેના કારણે મુસીબત થાય છે. કેટલાક એવા ફૂડ્સ છે જેને ખાવાથી વધુ ગેસ બને છે. પણ આપણને તેના વિશે ખબર હોતી નથી. આવા ફૂડ્સને અવોઈડ કરવાથી આ પ્રોબ્લેમથી બચી શકાય છે.


અમેરિકાના ન્યૂટ્રિશનિસ્ટ કૈલી કેનેડી જણાવે છે કે ડાયટ પ્લાન ચેન્જ કરવાથી આ પ્રોબ્લેમથી બચી શકાય છે. જોકે વધુ ગેસ પાસ કરવો કોઈ બીમારીનો સંકેત નથી. વધુ પ્રમાણમાં ગેસ 2 કારણોથી જ બને છે. પેટમાં બહુ વધારે હવા જવાથી અને કેટલાક ખોરાક પચાવવામાં પ્રોબ્લેમ થવા પર.


બોડીમાં ભોજનને પકાવનાર બેક્ટેરિયા જ ગેસ બનાવે છે. જો તમને એવું લાગે છે કે તમારા પેટમાં વધુ ગેસ બની રહી છે, પેટ ફૂલી રહ્યું છે તો ડાયટ ચેન્જ કરો. આજે અમે તમને એવા ફૂડ્સ બતાવી રહ્યા છે જે ગેસનું કારણ બને છે. આ લિસ્ટમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ પણ સામેલ છે જેને ખાવાનું બંધ કરવાની જરૂરી નથી પણ તેની ક્વોન્ટિટી ઘટાડવી જોઈએ.


તમારે એક એક્સપેરિમેન્ટ બીજો પણ કરવાનો રહેશે. તમારે એક ફૂડ ડાયરી બનાવવી જેમાં ફૂડ ખાધા બાદ તેના રિએક્શન નોટ કરવાના રહેશે. આનાથી તમને ખબર પડશે કે કયા ફૂડ્સ ખાવાથી વધુ ગેસ બને છે.


આગળ વાંચો કયા ફૂડ્સ પેટમાં વધુ ગેસ બનાવે છે અને તેનાથી બચવા શું કરવું.

5 food should not be taken in gastric problem

ડ્રાય બીન્સ

 

ડ્રાય બીન્સ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. જેમ કે રાજમા, છોલે, સૂકા વટાણા, સૂકા પીળા વટાણા, દાળો. આ બધાંથી ગેસ બને છે. આમાં રેફિનોઝ Raffinose નામનું તત્વ હોય છે. તેમાં કોમ્લેક્સ શુગર હોય છે જેનાથી તે પચવામાં ભારે પડે છે અને ગેસ બને છે. કેટલીક સ્ટડીઝ પ્રમાણે તેને બનાવતા પહેલાં આખી રાત પલાળી દેવું.

5 food should not be taken in gastric problem

ઓટ્સ

 

આને ખાવાથી પણ પેટમાં ગેસ બની શકે છે. ઓટ્સ તમે કોઈપણ સ્વરૂપમાં ખાઓ તે ગેસ બનાવે જ છે. તેમાં હાઈ સોલ્યૂબલ ફાયબર કન્ટેન્ટ હોય છે. તમે ઓટ્સ, ઓટમીલ કે ઓટ્સ કુકીઝ ખાઓ ગેસની પ્રોબ્લેમ થાય જ છે. જેથી જો તમારે ઓટ્સ ખાવા જ હોય તો એકદમ લિમિટેડ ક્વોન્ટિટીમાં જ ખાવા.

5 food should not be taken in gastric problem

દૂધ, આઈસક્રીમ અને ચીઝ


લેક્ટોઝ એક શુગર છે જે લગભગ બધાં જ ડેરી પ્રોડક્ટ્સમાં હોય છે. પછી તે ચીઝ હોય કે આઈસક્રીમ.જે લોકોની બોડીમાં લેક્ટોઝ એન્જાઈમ પર્યાપ્ત માત્રામાં નથી બનતાં તેમને લેક્ટોઝ પચાવવામાં મુશ્કેલી થાય છે. પછી બોડીમાં ગેસ બનવા લાગે છે. તમે તેની જગ્યાએ આલમન્ડ મિલ્ક અથવા સોયા મિલ્ક લઈ શકો છો.

5 food should not be taken in gastric problem

સોડા અને કોલ્ડ ડ્રિંક્સ

 

સોડા અને કોલ્ડ ડ્રિંક્સ પેટમાં ગેસ બનાવે છે. તેને ડાઈજેસ્ટ કરવામાં મુશ્કેલી થાય છે. આ ડ્રિંક્સમાં એયર હોય છે જે ગેસનું કારણ બને છે. તેને સ્વીટ કરવા માટે ફ્રક્ટોઝનો ઉપયોગ કરવામાં આવે છે. જેને ડાઈજેસ્ટ કરવામાં પરેશાની થાય છે અને ગેસ બને છે.

5 food should not be taken in gastric problem

પાસ્તા, બ્રેડ

 

પાસ્તા, બ્રેડ જેવા ફૂડ જેમાં હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે. તેનાથી પેટમાં ગેસ બને છે. જેથી તેને અવોઈડ કરવા જોઈએ. કોર્ન અને બટાકા ખાવાથી પણ ગેસ થાય છે તો તેને પણ અવોઈડ કરવા જોઈએ. 

X
5 food should not be taken in gastric problem
5 food should not be taken in gastric problem
5 food should not be taken in gastric problem
5 food should not be taken in gastric problem
5 food should not be taken in gastric problem
5 food should not be taken in gastric problem
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App