રણવીર સિંહના ટ્રેનરે જણાવી છે 5 બેસ્ટ ફેટ બર્નિંગ એક્સરસાઇઝ

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર મુસ્તફા અહેમદે (કો-ફાઉન્ડર AKRO જિમ) એક્સરસાઇઝ જણાવી છે, જે શરીરમાં જમા ફેટને ઝડપથી કાપે છે.

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 03:37 PM
જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.
જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.

યૂટિલિટી ડેસ્કઃ જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે. કોર્પોરેટ કલ્ચરમાં જોબ કરનાર દરેક વ્યક્તિએ 8થી 10 કલાક સુધી સીટ પર બેસવાનું હોય છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર મુસ્તફા અહેમદ (કો-ફાઉન્ડર AKRO જિમ)એ એક્સરસાઇઝ વિશે જણાવ્યું છે, જે શરીરમાં જમા ફેટને ઝડપથી કાપે છે. રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સના તે ટ્રેનર રહી ચૂક્યા છે. તેમણે એક ઈંગ્લિશ ન્યૂઝ વેબસાઇટની સાથે આ ટિપ્સ શેર કરી છે. આજે અમે તમને તેમના દ્વારા જણાવેલી આ ટિપ્સ બતાવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે પણ ફેટને બાય-બાય કહી શકો છો.

આગળ જાણો, કઈ એક્સરસાઇઝથી ઝડપથી બર્ન થાય છે ફેટ...

આ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.
આ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.

કેવી રીતે કરશો

 

સૌથી પહેલા બેસિક પુશઅપની પોઝિશનમાં આવો. હવે બંને હાથની કોણીને વાળીને સામેની તરફ રાખો અને બોડીની ઉપરની તરફ ઉઠાવો. બેકને સ્ટ્રેટ રાખો અને સામેની તરફ જુઓ. ઓછામાં ઓછી 30 સેકેન્ડ સુધી આ પોઝિશનમાં રહો. આ દરમિયાન શ્વાસ રોકી રાખો. તેનો સમય ક્યારેય 1 મિનિટ કરતા વધુ ન રાખો.

આ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.
આ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.

કેવી રીતે કરશો

 

મેટ પર ઘૂટણને વાળીને બેસી જાવ. હવે આગળની તરફ નમો અને બંને હાથને જમીન પર ટેકાવો. બંને હાથ-પગને સરખા અંતર પર રાખો. હવે જમણા હાથને ઉપર ઉઠાવો અને તેની સાથે જ ડાબા પગને ઉપર કરો. પછી આવું જ ડાબા હાથ અને જમણા પગથી કરો. આવું 10 વખત કરો.

અપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.
અપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.

કેવી રીતે કરશો

 

મેટ પર પેટના બળે સીધા સુઈ જાવ. બોડીને એકદમ સ્ટ્રેટ રાખો. બંને હાથને વાળીને હથેળી ખભાની સાઇડમાં રાખો. હવે હાથેથી બોડીને ઉપર ઉઠાવો. એડીઓ જમીન પર હોવી જોઈએ. બાકી આખી બોડીને ઉપર ઉઠાવો પછી નીચે આવો. બોડીને ફ્લોરથી ટચ ન કરો. આ એક્સરસાઇઝને 10 વખત રિપીટ કરો.

લોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.
લોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.

કેવી રીતે કરશો

 

સીધા ઊભા થઈ જાવ અને સામેની તરફ જુઓ. બંને પગને ખભાની પહોળાઈના બરાબર ફેલાવી લો. હાથને આગળની તરફ એક્સટેન્ડ કરો. હવે નીચેની તરફ નમો જેમ ખુરશી પર બેઠાં હોવ. બેકને સ્ટ્રેટ રાખો. બોડીને ટાઇટ રાખો. ધીમે-ધીમે કમબેક કરો. તેને 10થી 15 વખત રિપીટ કરો.

બેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.
બેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.

કેવી રીતે કરશો

 

પુલઅપ રોડને હથેળીઓની મદદથી બહારની તરફથી પકડો. બેકને સ્ટ્રેટ રાખો. હવે હાથના બળે બોડીને ઉપર લિફ્ટ કરો.

X
જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.
આ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.આ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.
આ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.આ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.
અપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.અપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.
લોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.લોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.
બેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.બેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App