આ રીતે મધ ખાવાથી ફૂલવા લાગે છે પેટ, આ 5 નુસખાથી ક્યારેય નહીં ફૂલે પેટ

ગરમ ખાધા બાદ મધ ખાવાથી પેટ ફૂલે છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 04:00 PM
5 causes of stomach bloating and remedies

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આહારની સ્વાદવૃદ્ધિ માટે આપણે કેટલાય પ્રકારનાં ફૂડ કોમ્બિનેશન્સ કરતા હોઈએ છીએ, પરંતુ કેટલીય વાર ખોટાં ફૂડ કોમ્બિનેશનની પસંદગીને કારણે પેટ ફૂલવાની સમસ્યા રહે છે. તેનાથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુ સાથે શું ન ખાવું જોઈએ. ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડૉ. અમિતાસિંહનાં જણાવ્યાં અનુસાર આવાં 5 ફૂડ કોમ્બિનેશનને સાથે લેવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

આગળ વાંચો કયા આહાર સાથે શું ખાવાથી પેટ ફૂલે છે અને તેનાથી બચવાના 5 બેસ્ટ સરળ નુસખાઓ.

5 causes of stomach bloating and remedies

આ કારણોથી ફૂલે છે પેટ

 

ફ્રૂટ્સ અને ચીઝ : ફળો અને ચીઝમાં રહેલા સ્ટાર્ચ અને પ્રોટીનને શરીરમાં પાચન થવામાં સમય લાગે છે. તેનાથી પેટ ફૂલવાની તકલીફ થઈ શકે છે.

 

ચિકન અને બીન્સ : આ બંનેમાં પ્રોટીન હોય છે, જે પચવામાં સમય લાગે છે. જો તેનું કોમ્બિનેશન લેવામાં આવ્યું હોય તો તકલીફ થઈ શકે છે. 

 

ફ્રૂટ્સ અને ચિકન : ફળ અને ચિકન એકસાથે લેવાથી તેનું પાચન ધીમું થઈ જાય છે. 

 

મધ અને ગરમ આહાર: મધની પ્રકૃતિ ઉષ્ણ હોય છે. જો ગરમ આહાર ખાતા પહેલાં કે પછી મધ લેવામાં આવે તો ઝાડા થવાની અથવા પેટ ફુલાઈ જવાની તકલીફ થઈ શકે છે. 

 

ચીઝ અને નટ્સ: ચીઝ અને નટ્સ એક જ સમયે ખાવાથી તેનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેને કારણે પેટ ફૂલે છે.

 

આગળ વાંચો પેટ ન ફૂલે તે માટેના નુસખાઓ વિશે.

5 causes of stomach bloating and remedies

પેટ ફૂલવાની તકલીફ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

 

મેથીના દાણા: એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખીને પાંચ મિનિટ ઉકાળો અને નવશેકું રહે એટલે પીવો. તેનાથી પેટના સ્નાયુને આરામ મળશે અને ફૂલવાની સમસ્યામાંથી રાહત મળશે. 

 

આદું: એક ચમચી આદુંના રસમાં થોડું મધ અને લીંબુનો રસ ભેળવીને પીવો. તેનાથી પાચનક્રિયા સુધરશે. 

 

જીરું: એક કપ હૂંફાળા પાણીમાં એક નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર અને ચપટી કાળું મીઠું ભેળવીને પીવો. 

 

તજ: એક કપ દૂધમાં નાની અડધી ચમચી તજનો પાઉડર અને થોડું મધ ભેળવીને પીવો. 

 

બેકિંગ સોડા: અડધો ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી લીંબુનો રસ નાખીને પીવો. 

X
5 causes of stomach bloating and remedies
5 causes of stomach bloating and remedies
5 causes of stomach bloating and remedies
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App