હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હોળી અને ધૂળેટીએ લોકો મનભરીને એકબીજાને રંગો લગાવે છે. પછી તેઓ એ નથી જોતાં કે આ રંગો સ્કિન અને વાળ માટે કેટલા હાનિકારક છે. શું તમે જાણો છો કે હોળીના રંગો અને ગુલાલમાં માઈકા, લેડ જેવા ઘણાં કેમિકલ્સ હોય છે. જે આપણી સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે. જેથી હોળીના રંગોને સરળતાથી કાઢી શકાય અને હોળીમાં સ્કિન અને વાળને નુકસાન થતાં બચાવી શકાય તે માટે આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું.
કેટલીક હોળી ટિપ્સ
-હોઠ પર લિપ બામનું જાડું લેયર લગાવો જેથી રંગોથી હોઠ ડેમેજ ન થાય.
-હોળી પહેલાં કોઈ પણ ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવાનું ટાળો. જો રંગોની એલર્જી કે રેશિશ થાય તો તરત ડોક્ટર દેખાડો.
-લાંબી બાંયનાં કપડાં પહેરો તેમ જ બોટમમાં પણ ફુલ પેન્ટ પહેરો, જેથી સ્કિન મેક્સિમમ પ્રમાણમાં પ્રોટેક્ટ થાય.
-હોળી રમ્યા બાદ તડકામાં ન બેસવું. આમ કરવાથી રંગો સ્કિન પર વધુ ઊંડા ઊતરશે અને ત્યાર બાદ એને કાઢવા મુશ્કેલ બનશે. હોળી રમતી વખતે પણ છાંયામાં રહેવાનું જ પસંદ કરો.
-વાળમાં લાગેલો રંગ બે વાર ધોઈને પૂરી રીતે કાઢી નાખો અને સ્નાન કર્યા બાદ આખા શરીર પર મોઇશ્ચરાઇઝર લગાવો.
આગળ વાંચો હોળીના રંગોની ખરાબ અસરથી વાળ અને સ્કિનને બચવવાના બેસ્ટ 11 ઉપાય.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.