Divya Bhaskar

Home » Lifestyle » Health » 11 must know home remedies to Fight Cold, Fever and Flu

બદલાતી સિઝનમાં શરદી-સળેખમ, તાવથી બચાવશે આ 11 ઘરેલૂ ઉપાય, નોંધી લો

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 05:54 PM

બદલાતી સિઝનમાં તાવ, શરદી-ખાંસીને ઝડપથી ઠીક કરશે, 11 સરળ ઉપાય

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કોઈપણ ઋતુમાં શરદી-સળેખમની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે વાતાવરણ બદલાયા કરે છે એવામાં દર ત્રીજી-ચોથી વ્યક્તિને તાવ, શરદી-ખાંસીની પ્રોબ્લેમ થાય છે. જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાઓ માટે ડોક્ટર પાસે દોડવાની જરૂર નહીં પડે જો તમે અહીં જણાવેલા 10 ઘરેલૂ નુસખાઓ નોંધી લેશો.

    આગળ વાંચો તાવ, શરદી-ખાંસીમાં ઝડપથી આરામ આપતાં 11 પ્રાચીન નુસખાઓ વિશે.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    તંદુરસ્ત રહેવા અને બીમારીઓને ફેલાવતી અટકાવવા એક સાદી પણ મહત્ત્વની બાબત તમે કરી શકો છો. એ છે હાથ ધોવા. 

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    વ્યક્તિને મોટા ભાગે શરદી-ખાંસી શાના લીધે થાય છે? નાક કે આંખ પર જીવાણુવાળા હાથ ઘસવાથી. જો તમે નિયમિત હાથ ધુઓ, તો એ બીમારીથી ઘણી હદે રક્ષણ મેળવી શકો છો.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્વચ્છતા જાળવશો તો, ન્યુમોનિયા અને ડાયેરિયા જેવી ગંભીર બીમારીઓ ફેલાવતી અટકાવી શકશો.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સારા ખોરાક વગર સારી તંદુરસ્તી શક્ય નથી. એ માટે જરૂરી છે કે, તમે પૌષ્ટિક અને સમતોલ આહાર લો.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    તમારા ખોરાકમાં નમક, ખાંડ અને ચરબીનું પ્રમાણ કેટલું છે એના પર ધ્યાન આપો. તેમ જ, કેટલો ખોરાક ખાઓ છો એનું પણ ધ્યાન રાખો. 

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    અલગ-અલગ શાકભાજી અને ફળોનો ઉપયોગ કરો. ઘઉં-ચોખા, બ્રેડ કે પાસ્તા જેવી વસ્તુઓ ખરીદવા જાઓ ત્યારે, એના પૅકેટ પર આપેલી માહિતી જરૂર વાંચો. એનાથી, તમને પ્રોસેસ્ડ ન કરેલા અનાજમાંથી બનાવેલી વસ્તુઓ ખરીદવા મદદ મળશે. 

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ખોરાકમાં વધુ પડતી ખાંડ કે ચરબી લેવામાં આવે તો, વજન વધી જવાનું જોખમ રહેલું છે. એને ટાળવા ઠંડાં પીણાંને બદલે પાણી પીઓ. મીઠાઈ ખાવાને બદલે ફળ ખાઓ. બટર, કેક, સોસેજ, માંસ, ચીઝ કે કૂકીઝ જેવા ચરબીવાળા ખોરાક ઓછા પ્રમાણમાં લો. 

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ખોરાકમાં વધારે પડતું નમક લેવાથી બ્લડ પ્રેશર વધી જઈ શકે. જો તમને એ બીમારી હોય, તો ખોરાકના પૅકેટ પર આપેલી માહિતી વાંચવાથી શરીરમાં નમક (સોડિયમ) ન વધી જાય એનું ધ્યાન રાખવા મદદ મળશે.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    તમે શું ખાઓ છો અને કેટલું ખાઓ છો એ બંને મહત્ત્વનું છે. તેથી, ખોરાકનો આનંદ માણો અને પેટ ભરાય એટલું જ ખાઓ. વધુ પડતું ખાવાનું ટાળો.

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ખોરાકને બરાબર રાંધવામાં ન આવે અથવા યોગ્ય રીતે રાખવામાં ન આવે તો, એ નુકસાન કરી શકે. એવો ખોરાક ખાઈને વ્યક્તિ બીમાર પડી શકે. 

  • 11 must know home remedies to Fight Cold, Fever and Flu

    ખાવાનું બનાવતા પહેલાં તમારા હાથ, શાકભાજી કાપવાનું પાટિયું, બીજાં વાસણો અને રસોડાના પ્લેટફૉર્મને સાબુથી ધુઓ. શક્ય હોય તો, ગરમ પાણી વાપરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending