હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વધારે પડતું ઝડપથી ખાવાથી, ગરમ ખાવાથી કે પેટમાં ગડબડ હોય તો હેડકી આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે, લોહીમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઓછું થઈ જાય તો પણ હેડકી આવી શકે છે, સામાન્ય રીતે તો હેડકી આપમેળે શરૂ થઈને આપમેળે જ બંધ થઈ જાય છે. પરંતુ કેટલીક વખત હેડકી લાંબો સમય ચાલુ જ રહે છે અને હેરાન થઈ જવાય છે.
એવું માનવામાં આવે છે કે આપણાં શરીરમાં ડાયફ્રામના મસલ્સમાં અચાનક સંકોચન આવવાથી હેડકી આવવા લાગે છે. હેડકીને રોકવા માટે ઘણાં ઉપાયો અજમાવવામાં આવે છે. જેમ કે પાણી પીવું, શ્વાસ રોકી દેવો વગેરે. પરંતુ ઘણીવાર હેડકી એટલી તીવ્ર હોય છે કે આનાથી રોકાતી નથી. જેથી તેના માટે આજે અમે એવા 10 ઉપાય જણાવીશું. જે હેડકીની સમસ્યામાં બેસ્ટ છે.
આગળ વાંચો જે લોકોને વારંવાર હેડકીની પ્રોબ્લેમ પરેશાન કરતી હોય તો શું કરવું.