Home » Lifestyle » Health » 10 must know Health Benefits Of Ladies Finger

આ 10 તકલીફોમાં ગજબનો ફાયદા થશે જો તમે રોજ ખાશો આ 1 સ્વાસ્થ્યવર્ધક શાક

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 03:23 PM

ભીંડાનું શાક તો ખાઓ છો પણ શું ક્યારેય તેના આ 10 મોટાં ફાયદા જાણ્યા?

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બધાં લીલાં શાકભાજીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધાં જ લીલાં શાકભાજી ખાવા જોઈએ. પરંતુ કેટલાક શાકભાજી એવા હોય છે જે ઘણાં પ્રકારની બીમારીઓમાં દવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. એવું જ એક ગુણકારી શાક છે ભીંડા.



    ભીંડામાંથી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તો આજે અમે તમને ભીંડા ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.

    કોણે ખાવા?

    જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા શક્તિદાયક છે. ભીંડા જાતીય શક્તિ વધારનારા અને શુક્રવર્ધક હોવાથી નબળાઈ ધરાવતા પુરુષોએ ખાવા જોઈએ.

    કોણે ન ખાવા?

    ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન લેવા.

    આગળ વાંચો ભીંડા ખાવાના 10 ખાસ ફાયદાઓ.
  • 10 must know Health Benefits Of Ladies Finger
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ભીંડા ખાવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં રહેલું યૂગેનોલ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. 

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ભીંડામાં ફાયબરની માત્રા વધુ હોય છે. જેથી તેને ખાવાથી કબજિયાત ઠીક થાય છે અને ડાઈજેશન સારું રહે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ભીંડામાં આયર્ન હોવાથી તેને ખાવાથી બ્લડમાં હીમોગ્લોબિનની માત્રા વધે છે. જેથી એનિમિયાનો રોગ દૂર થાય છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં વિટામિન કે હોય છે. જેથી જે સ્ત્રીઓને વધુ બ્લીડિંગની પ્રોબ્લેમ રહેતી હોય તેમના માટે ભીંડા ફાયદાકારક છે. 

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં રહેલું પેક્ટિન કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે. જે આંખોની રોશની વધારે છે અને મોતિયાની પ્રોબ્લેમથી પણ બચાવે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં પેક્ટિનની માત્રા વધુ હોય છે. જેથી તે લીવર સંબંધી પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભીંડા ખાવાથી બોડીમાં વિટામિન્સ અને મિનરલ્સની કમી પૂરી થાય છે. જેનાથી ગર્ભપાતની સંભાવના ઘટે છે.

  • 10 must know Health Benefits Of Ladies Finger

    ભીંડામાં ફોલેટ વધુ માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી મેમરી વધે છે અને અલ્ઝાઈમરની સંભાવના ઘટે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ