Divya Bhaskar

Home » Lifestyle » Health » Henna Herb Uses and Health Benefits

માઇગ્રેનથી કિડની ઈન્ફેક્શન જેવી મોટી બીમારીઓને મૂળથી મટાડશે આ 1 પાન

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 06:37 PM

મહેંદી માત્ર હાથની સુંદરતા જ નથી વધારતી પરંતુ આ એક પ્રકારની આયુર્વેદિક ઔષધિ પણ છે.

  • Henna Herb Uses and Health Benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આપણે ત્યાં સોળ શ્રૃંગારમાં મહેંદી પણ સામેલ છે. મહેંદી માત્ર હાથની સુંદરતા જ નથી વધારતી પરંતુ આ એક પ્રકારની આયુર્વેદિક ઔષધિ પણ છે. તેની તાસીર ઠંડી હોય છે એટલે તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે અને આ અનેક બીમારીઓને ઠીક કરવામાં સક્ષમ છે.

    માઇગ્રેન

    આજે માઇગ્રેનના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. માઇગ્રેનની સૌથી વધુ શિકાર મહિલાઓ થઈ રહી છે અને તેનું સૌથી મોટું કારણ જીવનશેલી અને ખાનપાનમાં ફેરફાર છે. માઇગ્રેન અનેક પ્રકારના હોય શકે છે. કોઈને આખું માથું, તો કોઈને માથાના અડધા ભાગમાં દુઃખાવો થતો હોય છે. જો તમને પણ કોઈ પ્રકારનો માઇગ્રેન છે તો મહેંદી તેને ઠીક કરી શકે છે. તેના માટે રાતના મહેંદીના 100 ગ્રામ પાનને વાટીને પાણીમાં પલાળી દો. સવારે મહેંદીને ગાળી લો અને તેને પાણીને ખાલી પેટ પી લો. જો તીવ્ર દુઃખાવો થતો હોય તો પલાળેલા પાનને માથામાં લગાવી દો. આ ઉપાયથ એક સપ્તાહમાં માઇગ્રેનથી છુટકારો મળી જશે.

    આગળ વાંચો, અન્ય બીમારીઓમાં કેવી રીતે કરી શકાય મહેંદીનો ઉપયોગ...

  • Henna Herb Uses and Health Benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કિડની ઈન્ફેક્શન

     

    કિડનીની સમસ્યા પણ આજકાલ સામાન્ય થઈ ગઈ છે. કિડનીના મોટાભાગના દર્દી પથરી અથવા કિડનીના ઈન્ફેક્શનથી પીડાતા હોય છે. કિડનીના દર્દીઓમાં મહેંદીના પાન પ્રભાવી છે. કિડની ઈન્ફેક્શનને દૂર કરવા માટે 50 ગ્રામ મહેંદીને અડધા લિટર પાણીમાં વાટીને ઉકાળી લો પછી પાણીને ગાળીને પીવો.

     

    હરસ

     

    મહેંદી હરસને પણ ઠીક કરી શકે છે. પરંતુ તેના માટે મહેંદીના પાનની જગ્યાએ તેના બીની જરૂર છે. હરસ માટે મહેંદીના બીને સરખી રીતે વાટી લો. હવે બીના આ પાઉડરમાં થોડું દેશી ઘી મિક્સ કરીને તેની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને રોજ સવાર-સાંજ જમ્યાં પછી ચૂસો. તેનાથી હરસ ઠીક થઈ જશે.

  • Henna Herb Uses and Health Benefits

    હાઇ બ્લડ પ્રેશર

     

    હાઇ બ્લડ પ્રેશરમાં પણ મહેંદીનો ઉપયોગ ફાયદાકારક છે. તેનાથી છુટકારો મેળવવા માટે મહેંદીના તાજા પાનને વાટીને રોજ તળિયા, માથા અને હાથમાં લગાવો. તેનાથી બીપી સામાન્ય થઈ જશે.

     

    સાંધાનો દુઃખાવો

     

    જો તમને સાંધામાં સતત દુખાવો રહેતો હોય તો મહેંદીના ઉપયોગથી આરામ મળશે. તેના માટે મહેંદી અને એરન્ડીના પાનને સરખા પ્રમાણમાં એકસાથે વાટી લો. આ મિશ્રણને સહેજ ગરમ કરી દુખાવો થતો હોય ત્યાં લગાવો. તેનાથી થોડી વારમાં આરામ મળશે અને સતત ઉપયોગ કરવાથી થોડા દિવસમાં દુખાવો એકદમ ઠીક થઈ જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending