બાળકને વારંવાર તાવનો ઉથલો મારે છે, તો આજથી જ લો આ કાળજી

5 વર્ષ સુધીના બાળકોને વારેઘડી તાવ આવ્યા કરે છે. એવામાં માતા-પિતા ગભરાઇ જાય છે

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 12:04 AM
Do This things when your child suffers from high fever

યુટિલિટી ડેસ્કઃ મોટાભાગે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને વારેઘડી તાવનો ઉથલો માર્યા કરે છે. પેરન્ટ્સ આ સમયે ગભરાઇ જાય છે અને તેને મીર્ગીનો એટેક સમજે છે. તેને ફેબ્રાઇલ સીઝરના નામથી ઓળખવામાં આવે છે. 2થી 5 ટકા બાળકોને આ સમસ્યા વધારે રહે છે.

90 ટકાથી પણ વધારે બાળકોને 3 વર્ષની ઉંમર સુધી આ સમસ્યા રહે છે. તેમાં બાળકોનો તાવ 101 ડિગ્રીથી વધી જાય છે. બાળકને ખાંસી, શરદી, કાનમાં દર્દ, નિમોનિયા, દસ્તની સમસ્યા પણ રહે છે. જે લક્ષણો મીર્ગીના નથી.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ફેબ્રાઇલ સીઝરના પ્રકાર વિશે....

Do This things when your child suffers from high fever

ફેબ્રાઇલ સીઝરને વંશાનુગત ગણવામાં આવતા નથી.

 

ન્યૂરોલોજિકલ ટેસ્ટ સામાન્ય બને છે. કોમ્પલેક્સ ફેબ્રાઇલ સીઝર આંશિક કે પૂર્ણ હોય તો તે વધારે સમય સુધી રહે છે. તે વંશાનુગત પણ હોઇ શકે છે. આ બાળકોમાં ન્યૂરોલોજિકલ પરિક્ષણ સામાન્ય હોતું નથી. 

 

આ સમયે બને છે ચિંતાનો વિષય
ફેમિલિ હિસ્ટ્રી હોય. ન્યૂરોલોજિકલ પરિક્ષણ સામાન્ય ન હોય અને જન્મજાત કોઇ દોષમાં એક પણ કારણ હોય તો 6-8 ટકા લોકોને મીર્ગી હોઇ શકે છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું કરશો જ્યારે બાળકને તાવનો ઉથલો મારે?

Do This things when your child suffers from high fever

શું કરશો જ્યારે બાળકને આવે તાવનો ઉથલો?

 

બાળકને પડખું ફેરવીને સૂવડાવી દો. તેની આસપાસ કોઇ અણીદાર ચીજ હોય તો તેને હટાવી લો. તેની આસપાસ હવા આવે તેવું રાખો અને સાથે તેને ટાઇટ કપડાં પહેરાવ્યા હોય તો તેને ખોલી લો.

 

ન કરશો આ કામ...

 

- કોઇ પણ ચંપલ કે બૂટ ન સૂંધાડો.
- મોઢા પર પાણી ન છાંટો.
- અંધવિશ્વાસમાં ઝાડુ- ફૂંક ન મરાવો.
- મોઢામાં કપડું ન ઠૂંસો, દર્દીને પકડો પણ નહીં.

 

આ રીતે કરો ઇલાજ...

 

ફેબ્રાઇલ સીઝર વધારે ખતરનાક હોતા નથી. વધારે તાવ આવે તો તાવ માપી લો અને પછી માથા પર ઠંડી પટ્ટી લગાવો. પેરાસિટેમોલના ઇન્જેક્શન પણ તમે લગાવી શકો છો. પછી શિશુ રોગના ડોક્ટરને મળો અને શરદી અને તાવનો ઇલાજ કરાવો તે યોગ્ય છે. 

X
Do This things when your child suffers from high fever
Do This things when your child suffers from high fever
Do This things when your child suffers from high fever
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App