Home » Lifestyle » Health » how you can recognize causes of stomach organs cancer

શરૂઆતમાં જ આ રીતે ઓળખો પેટના કેન્સરના લક્ષણો, ધ્યાન રાખો આટલું

Divyabhaskar.com | Updated - May 26, 2018, 02:38 PM

પેટના કેન્સરને શરૂઆતમાં જ ઓળખવા, જાણો આ લક્ષણો અને ધ્યાન રાખો આટલું

 • how you can recognize causes of stomach organs cancer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પેટના અવયવો, લોહીની નસો વગેરેની ભરમારની વચ્ચે કેન્સર એક અંગમાંથી બીજા-ત્રીજા અંગ સુધી પ્રમાણમાં સરળતાથી પ્રસરી દર્દીની મુશ્કેલીઓમાં વધારો કરે છે. આમ છતાં જો વ્યક્તિ પોતાનામાં ઉદભવેલા અમુક ફેરફારોને બારીક નજરે નોંધે અથવા કોઇ તપાસ દરમિયાન તબીબને ખબર પડી જાય તો તેની સારવાર વહેલી તકે કરી શકાય છે. જેનાથી દર્દી સંપૂર્ણ રોગમુક્ત થઇ શકે છે. તો આજે આપણે એવાં લક્ષણોની વાત કરીએ કે જેનાથી પેટના અવયવોનાં કેન્સરો શરૂઆતના તબક્કે જ પકડી શકાય.


  બે પ્રકારના વ્યક્તિઓએ પેટના કેન્સર સામે હમેશાં સાવચેત રહેવું


  વ્યસનીઓ: દારૂ કે તમાકુનું કોઇપણ વ્યસન પેટના દરેક અવયવનું કેન્સર થઈ શકે છે.


  જે વ્યક્તિની પેઢીઓમાં કોઇને પણ પેટના કોઇપણ અવયવનું કેન્સર થયેલું હોય તેવી વ્યક્તિઓ.


  આગળ વાંચો પેટના કયા અવયવોમાં કેન્સર થઈ શકે અને કઈ રીતે કેન્સરના શરૂઆતનાં લક્ષણો જાણી શકીએ.

 • how you can recognize causes of stomach organs cancer

  પેટના વિવિધ અવયવો પ્રમાણે કેન્સરના શરૂઆતનાં લક્ષણો જાણીએ.


  પેટ જાદુઇ પટારાથી કમ નથી. આ પટારામાં કુદરતે ઠાંસોઠાંસ અવયવો ભરેલા છે અને તે દરેક અવયવમાં કેન્સર ઉદભવવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ જાદુઇ પટારો જેનું નામ તે ઘણા ખરા કિસ્સામાં કેન્સરો વકરીને કાબૂ બહાર પહોંચી જાય ત્યાં સુધી માણસને ખુદને કે તેના તબીબને ખ્યાલ આવતો જ નથી. 

  અન્નનળી: 


  જે વ્યક્તિને ખોરાક ગ‌ળે ઉતારવામાં તકલીફ ઊભી થતી જણાય તેણે સત્વરે તેના તબીબનો સંપર્ક કરવો જોઇએ તથા એન્ડોસ્કોપી જેવી તપાસ કરાવી લેવી જોઇએ. 


  જઠર


  જે- જે વ્યક્તિઓેને જૂનો અલ્સર, ઝીણો પેટનો દુખાવો, વજનનો તાજેતરમાં થયેલો ઘટાડો, અચાનક ભૂખ મરી જવી, પાંડુરોગ થવો વગેરે લક્ષણો જણાય તેણે જઠરના કેન્સર માટે તરત જ એન્ડોસ્કોપી કરાવવી જોઇએ. આ કેન્સર માટે જાપાનીઝ પ્રજા વધારે શાણી છે. તે દેશની 40 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિ જઠરના કેન્સરની તપાસ ફરજિયાત કરાવી લે છે અને સુખચેનથી લાંબું જીવન ભોગવે છે.

   

  પિત્તાશય: 


  જે વ્યક્તિઓને દાયકાઓથી પિત્તાશયમાં પથરીઓ છે. હજુ સુધી ઓપરેશન ન કરાવેલું હોય તેવી વ્યક્તિઓને પેટમાં ઝીણો દુખાવો, વજનનો ઘટાડો, કમળો વગેરે થતો જણાય તો તેમણે તરત જ સારી જગ્યાએ પેટની સોનોગ્રાફી કરાવવી જોઇએ. 


  યકૃત


  લિવરના કેન્સર લાંબા સમય સુધી પોત પ્રકાશતા નથી માટે તેના શરૂઆતનાં કોઇ ખાસ લક્ષણો પણ હોતાં નથી. જોકે જે-જે વ્યક્તિઓને હિપેટાઇટીસ-બી કે હિપેટાઇટીસ-સીની બીમારી છે અથવા તો લિવર સીરોસીસ થયેલ છે. તે તમામ વ્યક્તિઓ જેમનું અચાનક વજન ઘટવા માંડવું અથવા પેટ ફૂલવા માંડવું. કમળો વધવો, પગે સોજા ચડવા વગેરે જણાય તો તરત જ નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઇએ. 


  સ્વાદુપિંડ: 


  લાંબા સમય સુધી સ્વાદુપિંડના કેન્સરનો ખ્યાલ આવતો નથી. જો સ્વાદુપિંડના મસ્તિષ્કના ભાગમાં હોય તો હજુ પણ વહેલા હાજરી જણાવે પરંતુ દૂરના વિસ્તારનાં કેન્સરો માત્ર નસીબદારને જ પ્રાથમિક તબક્કામાં પકડાય છે. છતાં પણ જે વ્યક્તિઓને 55-60 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસનું નિદાન થયેલું હોય, વજનમાં અજ્ઞાત કારણોસર ઘટાડો થતો જતો હોય, ભૂખ મરી ગઇ હોય તેમણે તરત જ તપાસ કરાવવી જોઇએ. 


  આપણા દેશના કમનસીબે પાણીજન્ય કમળો એટલો બધો સર્વ સામાન્ય છે કે સ્વાદુપિંડના કેન્સરને કારણે થતા કમળાને મહિનાઓ સુધી તો ભૂલથી પાણીજન્ય કમળા તરીકે જ લેવામાં આવે છે. કમળાના કોઇપણ દર્દીએ ફરજિયાત એક વખત પેટની સોનોગ્રાફી કરાવવી જ જોઇએ. 


  નાનાં તથા મોટાં આંતરડાં: 


  નાનાં અને મોટાં આંતરડાંનાં કેન્સરો સામાન્ય રીતે પોતાનાં લક્ષણો તરત જ બતાવવાનું શરૂ કરી દેતાં હોય છે. પણ સમાજમાં તેની જાગૃતિનો અભાવ છે. ઘણા કિસ્સામાં તબીબોની બેદરકારીને લીધે તે પ્રાથમિક તબક્કે પકડાતો નથી. જે વ્યક્તિઓને પેટમાં ચૂંક આવવી, પાંડુરોગ થવો, કાળા રંગનો મળ થવો, મળમાર્ગે લોહી પડવું વગેરે સમસ્યાઓ હોય તેમણે તરત કોલોનો સ્કોપી કે પેટનો સારી જગ્યાએ સી.ટી. સ્કેન કરાવી લેવો જોઇએ. 


  મળાશયના કેન્સરના દર્દીઓ જાગૃતિના અભાવને લીધે ભૂલથી પાઇલ્સના દર્દી તરીકે મહિનાઓ સુધી ખોટી સારવાર લેતા રહે છે. પરિણામે કેન્સર વકરી જાય છે. 


  આપણામાંથી સૌ કોઇને પેટના અવયવોનું કેન્સર થવાની શક્યતાઓ છે પરંતુ જો આપણા શરીરમાં જોવા મળતાં લક્ષણો પર નજર રાખવી જોઈએ. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ