• Home
  • Lifestyle
  • Health
  • વાળમાં નેચરલ કલર માટે આ રીતે કરો મહેંદીનો ઉપયોગ । How To Use Henna For Natural Hair Color

ક્યાંય તમે પણ ખોટી રીતે તો નથી પલાળી રહ્યાને મહેંદી, જાણો સાચી રીત

Divyabhaskar.com

Apr 30, 2018, 05:05 PM IST
વાળમાં નેચરલ કલર માટે આ રીતે કરો મહેંદીનો ઉપયોગ । How To Use Henna For Natural Hair Color
વાળમાં નેચરલ કલર માટે આ રીતે કરો મહેંદીનો ઉપયોગ । How To Use Henna For Natural Hair Color

યૂટિલિટી ડેસ્કઃ મહેંદીને જ્યારે તમે હાથ પર લગાવો છો તો તેનો કલર અલગ હોય છે, પરંતુ જ્યારે તેને વાળ પર લગાવવામાં આવે છે ત્યારે તેનો કલર એકદમ જ અલગ દેખાય આવે છે. જો વાળને નેચરલી કલર કરવા હોય તો મહેંદી લગાવવાનો આઇડિયા બેસ્ટ છે, પરંતુ પરફેક્ટ કલરિંગ માટે તમને તેમાં કેટલીક અન્ય વસ્તુઓની પણ જરૂર પડશે. આ તમામ વસ્તુઓથી માત્ર વાળનો કલર સારો નથી આવતો, પરંતુ તે ન્યૂટ્રિશન અને ગ્રોથ માટે પણ બેસ્ટ હોય છે.

મહેંદી વાળને કલર કરવાની સાથે-સાથે તેની કંડિશનિંગનું કામ પણ કરે છે એટલે તેને વાળમાં લગાવતા પહેલા દહીં અને ઇંડું જરૂર મિક્સ કરો.

વાળમાં બરગંડી કલર માટે

આમ તો મહેંદીથી વાળમાં નોર્મલી રેડ કલર આવી જાય છે, પરંતુ તો તમે વાઇબ્રેટ રેડ કલર ઈચ્છો છો તો તેમાં કાથો મિક્સ કરો. કાથો તમને સરળતાથી પાનની દુકાને મળી જશે. મહેંદીને કાયમ લોખંડની કડાઈમાં જ પલાળો અને જ્યારે પણ લગાવવી હોય તેની એક રાત પહેલા પલાળી દો. મહેંદીને મિક્સ કરતી વખતે જ તેમાં કાથો પણ મિક્સ કરી દો, જેથી તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય.

વાળના બ્લેક કલર માટે

વાળ માટે બ્લેક મહેંદી વધુ ડિમાન્ડિંગ છે. તેમાં આમળા અને અન્ય અનેક પ્રકારના બીજા હર્બ્સ મિક્સ થાય છે જે ગ્રે હેયર્સને બ્લેક કરવાનું કામ કરે છે. તો જો તમને તમારા વાળને બ્લેક કરવા છે અને જો મહેંદી પાઉડરમાં આમળા પહેલાથી જ મિક્સ છે તો માત્ર તમારે તેમાં અલગથી બ્લેક ટી મિક્સ કરવાની છે.

આગળ વાંચો, મહેંદી લગાવતા પહેલા તેને કેવી રીતે મિક્સ કરવી...

X
વાળમાં નેચરલ કલર માટે આ રીતે કરો મહેંદીનો ઉપયોગ । How To Use Henna For Natural Hair Color
વાળમાં નેચરલ કલર માટે આ રીતે કરો મહેંદીનો ઉપયોગ । How To Use Henna For Natural Hair Color
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી