Divya Bhaskar

Home » Lifestyle » Health » Panic attack and disorder: What you need to know

સ્ટ્રેસના કારણે થાય છે આ અસામાન્ય બીમારી, બચવા અપનાવો આવા 8 નુસખા

Divyabhaskar.com | Updated - Jan 16, 2018, 05:40 PM

અચાનક આંખોની આગળ અંધારું છવાઈ જવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસની ગતિ વધી જવી વગેરે અનેક લક્ષણ પેનિક એટેકના છે.

  • Panic attack and disorder: What you need to know
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આજકાલની આધુનિક અને બિઝી લાઇફસ્ટાઇલમાં ગભરામણ અને સ્ટ્રેસ હોવો ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જ્યારે આ વસ્તુઓ હદથી વધુ વધી જાય છે તો આ પેનિક અટેકના લક્ષણના રૂપમાં ગણાય છે. અચાનક આંખોની આગળ અંધારું છવાઈ જવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસની ગતિ વધી જવી વગેરે અનેક એવા લક્ષણ છે, જેને જોઈને કાયમ લોકોને હાર્ટ એટેકનો ભ્રમ થઈ જાય છે, પરંતુ આવું પેનિક એટેકના કારણે પણ થઈ શકે છે. બિઝી અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલના કારણે 25થી 40 વર્ષની ઉંમરના વર્કિંગ લોકોમાં પણ પેનિક એટેકના લક્ષણ જોવા મળી રહ્યા છે.

    શું છે પેનિક એટેક?

    અચાનક કોઈ વાતનો ડર હાવિ થવો, લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેવો અથવા વધુ અસહજ હોવાની સ્થિતિને પેનિક એટેક માનવામાં આવે છે, જે પરિસ્થિતિ ખાસ કરીને હૃદયના ધબકારાને અસામાન્ય કરી દે છે. તેની અસર ક્યારેક ઓછી હોય છે તો ક્યારેક પેનિક ડિસઓર્ડર અથવા સોશિયલ ફોબિયાના રૂપમાં સામે આવે છે, જે એંગ્ઝાઇટી ડિસઓર્ડરનો જ એક પ્રકાર છે. આ સમય દરમિયાન બ્લડ સર્ક્યુલેશનમાં કમી અથવા તેજી આવવી, શરીર ધ્રુજવું જેવા લક્ષણ જોવા મળે છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તેનાથી છુટકારો મેળવવા માટે નુસખા...

  • Panic attack and disorder: What you need to know
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઉપચાર કરતા બચાવ બેસ્ટ ઓપ્શન છે. એટલે સારું રહેશે કે જો કોઈ વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણ દેખાય તો શરૂઆતથી જ આ વાતોનું ધ્યાન રાખો.

     

    - સ્ટ્રેસને તમારા પર હાવિ ન થવા દો. પેનિક ડિસઓર્ડરનું મૂળ કારણ સ્ટ્રેસ છે. તેનાથી બચવા માટે લોકોને હળવું-મળવું, સામાજિક પ્રસંગોમાં સામેલ થવું, હરવું-ફરવું અને આરામ કરવામાટે સમય જરૂર નીકાળો.

     

    - જ્યારે પણ પેનિક એટેકનો અહેસાસ થાય તો શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લો. તેનાથી શરીર તથા હૃદયના ધબકારા સામાન્ય થઈ જશે.

     

    - જ્યારે પણ આવી સમસ્યા હોય તો સૌથી પહેલા એક ગ્લાસ ઠંડું પાણી પીવો. તેનાથી શરીર સામાન્ય સ્થિતિમાં આવી જશે.

     

    - એટેક પછી જ્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ સામાન્ય થઈ જાય તો તેને પોતાની લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપીને જાણવું જોઈએ કે તેની સાથે આવું શા માટે થયું. તેનું અસલ કારણ જાણવું ખૂબ જરૂરી છે. તેના પછી એટેકને રોકવું સરળ થઈ જશે.

  • Panic attack and disorder: What you need to know

    - આલ્કોહોલ અથવા વધુ માત્રામાં ઊંઘની દવાઓનું સેવન પણ એટેકનું કારણ હોય શકે છે. તેથી આવી આદતોથી દૂર રહો.

     

    - પેનિક એટેકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લાઇફસ્ટાઇલમાં ફેરફાર જરૂરી છે. ઘણી વખત આ સમસ્યા અનિયમિત લાઇફસ્ટાઇલના કારણે પણ થાય છે. એટલે નિયમિતપણે મોર્નિંગ વોક અને યોગાભ્યાસ કરો. 8 કલાકની ઊંઘ લો. તેનાથી સ્ટ્રેસ ઓછું થશે અને શારીરિક-માનસિક એનર્જી પણ વધશે.

     

    - જો કાયમ રહેતી ગભરામણ તમારી સામાન્ય લાઇફસ્ટાઇલ પર અસર કરતી હોય તો ડોક્ટરની સલાહ લો.

     

    - પરિવારના અન્ય સભ્યોનો સહયોગ અને વ્યવહાર જલ્દી સ્વસ્થ થવામાં મદદ કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending