અણગમતા વાળથી છુટકારો મેળવવા મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો, અન્ય 6 ઉપાય

ખાંડ, દહીં, ઓટમીલ સ્ક્રબ, લીંબુનો રસ અને મધ ચહેરાના અણગમતા વાળથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 07:43 PM
Remove Unwanted Hair Permanently At Home

હેલ્થ ડેસ્કઃ દરેક મહિલાઓ ચહેરાના અણગમતા વાળથી છુટકારો મેળવી સુંદર દેખાવા ઈચ્છે છે. ખાંડ, દહીં, ઓટમીલ સ્ક્રબ, લીંબુનો રસ અને મધ ચહેરાના અણગમતા વાળથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે અણગમતા વાળથી છુટકારો મેળવી શકો છો.

- 4 ચમચી મધ અને 2 ચમચી લીંબુના રસને સરખી રીતે મિક્સ કરો. પછી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. વધુ સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2 વખત લગાવો.

- જવના દળિયા બેસ્ટ એક્સફોલિએટિંગ એજન્ટ હોવાની સાથે તમારા ચહેરાના વાળ હટાવવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી જવના દળિયામાં 8 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તેને સરખી રીતે મિક્સ કરીને 15થી 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો. પછી તેને પાણીથી ધોઈ લો. સપ્તાહમાં 2 વખત આ ઉપાય કરવાથી ફાયદો થશે.

- 1 ચમચી મધમાં દહીં મિક્સ કરીને તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવી રાખો. સુકાય ગયા પછી તેને ખાંડથી હળવા હાથે રબ કરીને કાઢી લો. ચહેરા ધોઈ લીધા પછી કોઈ સારું ટોનર અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

- મકાઈનો લોટ, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઈંડું મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. સારા રિઝલ્ટ માટે તેને વીકમાં 2થી 3 વખત લગાવો.

- 1 વાટકી મસૂરની દાળને આખી રાત પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં ક્રશ્ડ કરેલું બટાકું મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી સુકાય જવા દો. સુકાય ગયા પછી તેને પાણીથી ધોઈ લો. આ ચહેરાના અણગમતા વાળ દૂર કરવા માટે કારગર ઉપાય છે.

- 1 વાટકીમાં ચણાનો લોટ લો. તેમાં ચપટી હળદર અને પાણી મિક્સ કરીને પેક બનાવી ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી પાણીથી ધોઈ લો. આ પેક તમે રોજ તમારા ચહેરા પર લગાવી શકો છો.

- ખાંડ ડેડ સ્કિન રિમૂવ કરીને અણગમતા વાળથી છુટકારો અપાવવામાં બેસ્ટ છે. તેના માટે ચહેરાને પાણીથી ભીનો કરી તેના પર ખાંડ લગાવી રબ કરો. આવું સપ્તાહમાં ઓછામાં ઓછું 2 વખત કરવાથી ફાયદો થશે.

આ પણ વાંચોઃ- હાઇ હીલ્સ પહેરવાથી થઈ શકે છે કમર, ઘૂંટણ અને પીઠ સહિતની 8 ગંભીર સમસ્યાઓ

X
Remove Unwanted Hair Permanently At Home
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App