Divya Bhaskar

Home » Lifestyle » Health » માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરે જ તૈયાર કરો હર્બલ હેન્ડવોશ । You Can Make Herbal Hand Wash At Home: Here Is The Process

માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરે જ તૈયાર કરો હર્બલ હેન્ડવોશ, નહીં થાય સ્કિન ઈન્ફેક્શન

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 05:27 PM

તમે ઘરમાં હર્બલ હેન્ડવોશ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર 5 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

  • માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરે જ તૈયાર કરો હર્બલ હેન્ડવોશ । You Can Make Herbal Hand Wash At Home: Here Is The Process
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ઘરમાં હર્બલ હેન્ડવોશ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર 5 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આ હેન્ડવોશ સંપૂર્ણપણે હર્બલ અને કેમિકલ ફ્રી છે. તેનાથી તમારા હાથ સોફ્ટ બની જશે અને તેનાથી ભીની-ભીની ખુશ્બૂ પણ આવશે. ઉનાળામાં પરસેવાના કારણે વારંવાર હાથ ધોવાની જરૂર હોય છે. એવામાં આ સસ્તું હેન્ડવોશ તમારા ઘણાં કામ આવી શકે છે. તેના માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે, તેના વિશે જાણીએ...

    - 5 રૂપિયાનું રીઠા

    - 4થી 5 ગુલાબના ફૂલના પાન

    - 2 જાસુદના ફૂલના પાન

    - 2 ચમચી એલોવેરા

    - 2 ચમચી ગુલાબજળ

    આગળ વાંચો, તેને બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ...

  • માત્ર 5 રૂપિયામાં આ રીતે ઘરે જ તૈયાર કરો હર્બલ હેન્ડવોશ । You Can Make Herbal Hand Wash At Home: Here Is The Process

    સ્ટેપ - 1

     

    હેન્ડવોશ બનાવવાના એક દિવસ પહેલા રીઠાને રાતના પલાળીને રાખી દો. બીજા દિવસે તેના બીજ કાઢીને નીકાળીને ટુકડા કરી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. એક સ્મૂદ પેસ્ટ તૈયાર થઈ જશે. તેનો કલર સફેદ રહેશે. રીઠા સાબુનું કામ કરે છે.

     

    સ્ટેપ - 2

     

    હવે આ પેસ્ટમાં 4થી 5 ગુલાબના પાન, જાસુદના પાનની સાથે 2 ચમચી ગુલાબજળ અને 2 ચમચી એલોવેરા જેલ નાખીને એકવખત ફરીથી મિક્સરમાં વાટી લો. તેની એકદમ સ્મૂદ પેસ્ટ બનાવવાની છે. ગુલાબના પાનને ખુશ્બૂ માટે નાખવામાં આવે છે. ગુલાબ ખુશ્બૂ આપવાનું કામ કરશે અને જાસુદ કંડિશનરના કામ આવશે.

     

    સ્ટેપ - 3

     

    તમારું હર્બલ હેન્ડવોશ તૈયાર થઈ ચૂક્યું છે. હવે તેનો કલર સહેજ પિંક થઈ ગયો હશે. તમે આ બોટલમાં ભરીને ઉપયોગ કરી શકો છો. જો થોડું જાડું લાગી રહ્યું હોય તો તેમાં પાણી પણ મિક્સ કરી શકો છો. આ કેમિકલ ફ્રી હર્બલ હેન્ડવોશ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending