Divya Bhaskar

Home » Lifestyle » Health » તમે કેમિકલ દ્વારા પકવેલા તરબૂચ તો નથી ખાઇ રહ્યા? આ ટીપ્સથી જાણી શક્શો હકિકત।How To Know About Your Watermelon Is Ripen With Chemicals

તમે કેમિકલ દ્વારા પકવેલા તરબૂચ તો નથી ખાઇ રહ્યા? આ ટીપ્સથી જાણી શક્શો હકિકત

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 08:30 PM

મીઠુ અને લાલ બનાવવા માટે તરબૂચમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે

  • તમે કેમિકલ દ્વારા પકવેલા તરબૂચ તો નથી ખાઇ રહ્યા? આ ટીપ્સથી જાણી શક્શો હકિકત।How To Know About Your Watermelon Is Ripen With Chemicals
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્ક: ગરમીના સમયમાં રાહત આપતા ફળોમાં તરબૂચને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પણ હાલમાં બજારમાં મળી રહેલા તરબૂચમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે, મીઠુ અને લાલ બનાવવા માટે તરબૂચમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેની આપણા શરીર પર ખરાબ અસરો જોવા મળે છે. આજે અમે આપને તરબૂચમાં કેમિકલ છેકે નહીં તે કેવી રીતે જાણી શકાય તેના વિશે જણાવીશું.

    આ વિષય પર ચિકિત્સક શૈલેન્દ્ર તિવારી જણાવે છેકે,ગરમીના સમયમાં તરબૂચની સાથોસાથ શાકભાજીમાં પણ આર્ટીફિશિયલ કલર્સ નાખવામાં આવે છે. જે બીમારીઓનું કારણ બને છે. સાથે આમા લીડનો પણ સમાવેશ થાય છે


    જે સીધી નર્વસ સિસ્ટમ પર અટેક કરે છે. FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ના જણાવ્યા અનુસાર, આ કેમિકલ ફળ-શાકભાજી ખુબજ જલ્દી પકવી દે છે અને સાથે તેને પરફેક્ટ શેપમાં કરી દે છે. આમા નાખવામાં આવતી રેડ ડાય નુકસાનકારક હોય છે, આયુર્વેદ એક્સપર્ટ ગીતાંજલી શર્મા અમુક સિંપલ ટેસ્ટ દ્વારા જણાવે છે કે, વિનેગરનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે તરબૂચમાં કેમિકલની ભેળસેળ થઇ છે કે નહી. અહીં બતાવવામાં આવેલા સિંપલ ટીપ્સ દ્વારા તમે ઘરે બેસીને જાણી શકો છો કે તમારી પાસે આવેલું તરબૂચ કેમિકલ ફ્રી છે કે નહી.


    આ રીતે જાણી શકાય કે તરબૂચ કેમિકલ ફ્રી છે કે નહી?

    તરબૂચનો એક ટુકડો કાપીને તેને વિનેગરમાં નાખો, થોળા સમયમાં જો તેમા કલર આવી જાય તો સમજી લેવું કે તરબૂચમાં કેમિકલ નાખવામાં આવ્યું છે

    તરબૂચને રસોડામાં 3-4 દિવસ સુધી મુકી રાખો, ત્યારબાદ તેને કાપતી વખતે જો તેમાથી ફીણ નીકળે અથવા તો તે ખરાબ થઇ ગયું હોય તો સમજવું કે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેચરલ તરબૂચ લાંબા સમય સુધી ખરાબ થતું નથી.

    વધુ ટિપ્સ વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • તમે કેમિકલ દ્વારા પકવેલા તરબૂચ તો નથી ખાઇ રહ્યા? આ ટીપ્સથી જાણી શક્શો હકિકત।How To Know About Your Watermelon Is Ripen With Chemicals

    2-3 દિવસ રાખ્યા બાદ જો તરબૂચ પર કાળા નિશાન પડવા લાગે તો આ તેમા નાખવામાં આવેલા કેમિકલની અસર છે.

     

    તરબૂચને પહેલા વિનેગરની મદદથી ધોઇ લો, ત્યારબાદ જો તેના પર કોઇ ઇંજેક્શનના નિશાન જોવા મળે તો સમજી લો કે તમારી પાસે આવેલા તરબૂચ કેમિકલ ફ્રી નથી.

     

    તો જો તમે પણ ગરમીમાં તરબૂચ ખાવાના શોખિન છો તો આ ટિપ્સમાંથી કોઇપણ એકનો ઉપયોગ કરી જાણી શકો છો કે તમારું તરબૂચ કેમિકલ ફ્રી છેકે નહી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending