તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત કલાકો કામ કરવાથી શરીરને આરામ નથી મળતો તો એક નાનકડી વૉક સહિત 3 આદતો અપનાવવાથી થશે ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસવું પછી બસ, કાર અને બાઇકથી ઓફિસ અને ઘરના ચક્કર લગાવવા આપણાં રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે. એવામાં ન તો શરીરને આરામ મળે છે અને ન પોષણ. તેની અસર આપણી ફિટનેસ ઉપર પણ પડે છે. જ્યારે તમે રજા પર હોવ છો તો તમારો ક્યાંક ને ક્યાંક ફરવાનો પ્રોગ્રામ બની જાય છે. તમારી પાસે જરાય સમય નથી હોતો કે તમે પોતાના માટે સમય કાઢો. જો તમે રજા પર છો અને સ્વયંને ફિટ રાખવા ઈચ્છો છો તો તમારા માટે કેટલાક ઉપાય છે. જે તમને એક ફિટનેસ રૂટિન બનાવવામાં તમારી મદદ કરે છે.

 

વૉક કરો
જ્યારે તમે રજા પર હોવ તો તમે ફરવા નીકળી શકો છો. તેનાથી તમે રિફ્રેશિંગ અને ફિટ મહેસુસ કરશો. સૌથી મોટી વાત એ કે જ્યારે તમે દૂર સુધી ચાલો છો ત્યારે તમે ખુલી હવામાં શ્વાસ લો છો, જે હેલ્થ માટે ખૂબ સારી માનવામાં આવે છે. તેમજ વોક કરવાથી તમારી એક સારી એક્સરસાઇઝ પણ થઈ જાય છે.

 

કુકિંગ
કુકિંગની આદત નિયમિત એક્સરસાઇઝ કરવા જેવી છે. 2014માં થયેલા એક શોધ મુજબ જે લોકો કુકિંગનો શોખ ધરાવે છે તે બીજાની સરખામણી જલદી મેદસ્વિતાના શિકાર નથી થતા, કારણ કે કુકિંગ કરવાથી રોજ 130 કેલેરી બર્ન થાય છે. તો જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો કુકિંગ કરો અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી તેનો સ્વાદ પણ માણો.

 

મેડિટેશન કરો
ધ્યાન કરવાથી અનેક ફાયદા થાય છે એટલે તેનો પ્રયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. નિયમિતપણે મેડિટેશન કરવાથી ડાઇજેશન સુધરે છે, બ્લડપ્રેશર ઓછું થાય છે, તણાવ દૂર થાય છે અને આ હેપ્પી હોર્મોન્સ સેરોટોનિન અને ડોપામાઇનનું લેવલ વધારે છે. જો તમને કોઈ પ્રકારનો દુખાવો છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રોજ મેડિટેશન કરો.

 

પોઝિટિવ બનો
તમારી આજુબાજુ હંસી-ખુશીનો માહોલ બનાવી રાખો. કેટલીક નાની-નાની વાતોને ધ્યાનમાં રાખી તમે સ્ટ્રેસ અને ટેન્શનથી દૂર કરી શકો છો. તેમજ ટેન્શન ખતમ કરીને એનર્જેટિક લાઇફ જીવી શકો છો અને આવનારી પેઢીને પણ એક સ્વસ્થ જીવનની દિશા બતાવી શકો છો.

 

 

આ પણ વાંચોઃ- સ્કિનને કાયમ શાઇનિંગ અને ગ્લોઇંગ બનાવી રાખવા ઘરે જ બનાવો ગ્રીન ટીના 4 નેચરલ ફેસપેક