Divya Bhaskar

Home » Lifestyle » Health » how to fit after pregnancy here is the tips

ગર્ભાવસ્થા બાદ કેવી રીતે પોતાને રાખશો ફિટ, જાણો આ ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 16, 2018, 07:19 PM

જાણો કેટલીક આસાન ટીપ્સ અંગે જે શરીરને કોઇપણ પ્રકારનું નુક્સાન પહોચાડ્યા વગર ફિટ રાખશે

  • how to fit after pregnancy here is the tips
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું વજન વધી જાય છે. બાળકના જન્મ બાદ મહિલાઓ ઝડપથી વજન ઉતારીને પોતાને ફિટ રાખવા ઇચ્છે છે. પરંતુ અનેક વાર પરિણામ તેમની આશાઓથી વિપરીત આવે છે. તેવામાં અનેકવાર તણાવનો શિકાર પણ થઇ જાય છે, પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ. ગર્ભાવસ્થા બાદ કેવી રીતે પોતાને ફિટ રાખવા. જાણો કેટલીક આસાન ટીપ્સ અંગે જે શરીરને કોઇપણ પ્રકારનું નુક્સાન પહોચાડ્યા વગર ફિટ રાખશે.

    સ્તનપાન કરાવવું


    ગર્ભાવસ્થા બાદ પોતાને ફિટ રાખવા માટે સ્તનપાન કરાવવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમે ઝડપથી પોતાનું વધેલું વજન ઓછું કરી શકો છો. જ્યારે તમે નિયમિત સ્તનપાન કરાવો છો તો શરીરની 500 કેલરીનો નાશ થાય છે. તેથી તમે જેટલું સ્તનપાન કરાવશો તે તમને અને તમારા શિશું બન્ને માટે ફાયદાકારક છે.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • how to fit after pregnancy here is the tips
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યોગ્ય આહારની પસંદગી

    પોતાનો આહાર પસંદ કરતા પહેલાં એ સુનિશ્ચિત કરો કે તેમાં ફેટ અથવા શુગરની માત્રા વધારે ન હોય. જે આહારમાં જરૂરી પોષક તત્વ હોય, તેને તમારા ડાયટ ચાર્ટમાં સામેલ કરો. જંકફૂડ આહારથી દૂર રહો. તાજા ફળ અને લીલી શાકભાજી તથા લો ફેટ ડેરી ઉત્પાદોનો પ્રયોગ જ કરો. પાસ્તા, બ્રેડ, ઇંડા, નટ્સ અને ડ્રાઇ ફ્રૂટનું સેવન કરી શકો છો.
     

    ખાવાનું બંધ ન કરો

    મોટાભાગે વજન ઉતારવા માટે લોકો એક સમયનું ખાવાનું બંધ કરી દે છે. તેમને લાગે છેકે તેનાથી તેમનું વજન ઝડપથી ઓછું થશે. પરંતુ આ ધારણા ખોટી છે. આમ કરવાથી તમે ભૂખ લાગે ત્યારે નાસ્તો અથવા અન્ય વસ્તું ખાઇ લો છો, જેનાથી વજન વધે છે. તેથી ખાવાનું ઓછું ન કરો, ખાસ કરીને સવારનો નાસ્તો જરૂર કરો કારણ કે સવારે શરીરને વધારે ઉર્જાની જરૂર હોય છે.

  • how to fit after pregnancy here is the tips
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    થોડું થોડું ખાતા રહો

    ખાવાનું છોડવાના બદલે તમે દિવસમાં થોડું થોડું ખાતા રહો. જ્યારે ભૂખ લાગે ત્યારે સ્નેકનો સહારો લેવામાં આવે છે, જે વજન વધારે છે. દિવસમાં અનેકવાર થોડું થોડું ખાઓ તેનાથી સ્નેક્સથી દૂર રહેશો અને શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા રહેશે. 
     

    વધારે પાણી પીવો

    દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવો. જેનાથી શરીરમાં રહેલા વિષયુક્ત પદાર્થ અને ફેટને બહાર કાઢવામાં મદદ મળશે. તમે સારું અનુભવશો. 

  • how to fit after pregnancy here is the tips

    વ્યાયામ જરૂરી

    સંતુલિત આહારની સાથે તમારે નિયમિત રીતે વ્યાયામ કરવું જોઇએ. વ્યાયામથી તમે તણાવ, અનિદ્રાની સમસ્યામાંથી નિરાકણ મેળવી શકો છો. પોતાને ફિટ રાખવા માટે તમારે યોગા એરોબિક્સ પણ કરી શકો છો. આ ઉપરાંત સ્વીમિંગ અને જોગિંગ પણ કરી શકો છો. 
     

    પુરતી ઉંઘ લો

    યોગ્ય ખાન-પાન અને વ્યાયામ સાથે પુરતી ઉંઘ પણ જરૂરી છે. મોટાભાગે ગર્ભાવસ્થા બાદ શિશુની દેખભાળના કારણે મહિલાઓ પુરતી ઉંઘ લઇ શકતી નથી. જેના કારણે ભૂખ પર નિયંત્રણ કરતા હોરમોન્સને અસર પહોંચે છે. જેના કારણે ઓવરવેઇટિંગ થવા લાગે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending