તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયટમાં કાર્બ, પ્રોટીન, ગુડ ફેટ અને 8 કલાકની ઊંઘ લેવાથી વધારી શકાય છે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ ઇમ્યૂનિટી એટલે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા કેટલીક કંડિશન્સમાં ઓછી થઈ જાય છે જેમ કે, જો કોઈ વ્યક્તિનો ડાયટ સંતુલિત નથી, વજન ઓછું છે અથવા સાફ-સફાઈનું ધ્યાન નથી રાખવામાં આવતું. ઇમ્યૂનિટી ઓછી થવા પર ઇન્ફેક્શન થવાનું જોખમ હજુ વધી જાય છે. શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધારવા માટે ઉંમર અને ઊંચાઇના આધાર પર યોગ્ય વજન મેળવવા માટે અને હેલ્ધી ડાયટ લેવાની જરૂર હોય છે. ડો. ઉષાકિરણ સિસોદિયા, ડાયટિશિયન, નાણાવટી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ પાસે જાણો કેવી રીતે રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.

 

- પ્રોસેસ્ડ અને બેકરી પ્રોડક્ટ્સ ન ખાવા કારણ કે આ પ્રકારના પ્રોડક્ટ્સ નવી કોશિકાઓ નથી બનવા દેતા. ફ્રિઝમાં રાખેલા ભોજનને પણ વધુ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી ફૂડ ઇન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે.

 

- ડાયટમાં 60-70 ટકા કાર્બોહાઇડ્રેટ, 15-20 ટકા પ્રોટીન અને બાકી સારી ક્વોલિટીના ફેટ્સ સામેલ હોવા જોઈએ. અનાજ, દાળ અને ફળ 6-7 ટકા, એક ચમચી તેલ અને ફેટ્સ, દૂધ અને દૂધના ઉત્પાદો તથા લીલા પાનવાળા શાકભાજીની 2 સર્વિંગ અને 3થી 4 સર્વિંગ અન્ય શાકભાજીની જરૂર હોય છે. દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત એક ફળ પણ ડાયટમાં લેવું જોઈએ.

 

- દહીં, લીલા પાનવાળા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ, શેકેલા સ્નેક્સ, બાફેલા ખાદ્ય પદાર્થો, તડકામાં સુકાવેલા મસાલા અને તાજાં સિઝનલ ફળનું સેવન પણ ભરપૂર કરવું જોઈએ. સૂર્યમુખી અને અન્ય ફળોના બીજ પણ સ્વાસ્થ્ય માટે સારા રહે છે.

 

- ઇમ્યૂનિટી વધારવા માટે કોઈ પણ સુપરફ્રૂટ્સને અપનાવી શકાય છે, જે સરળતાથી ઘરમાં જ મળી રહે. જેમ કે, સાઇટ્રિક ફળ, રેડ બેલ પેપર્સ, જે વિટામિન સી અને બીટા કેરોટિનથી ભરપૂર હોય છે.

 

- લસણ, આદું, બ્રોકલી, પાલક, દહીં, બદામ, કીવી, પપૈયું, સૂર્યમુખીના બીજ, ગ્રીન ટી, હળદર પણ રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય વિટામિન સી, ઇ, કેરોટેનોઇડ, બાયોફ્લેવોનોઇડ્સ, સેલેનિયમ, ઓમેગા-ફેટી એસિડની પણ મહત્વૂપર્ણ ભૂમિકામાં હોય છે.

 

- પોષણની સાથે એક સ્વસ્થ જીવનશૈલી ખૂબ મહત્વપૂર્ણ છે, જે ઇમ્યૂનિટી લેવલને બનાવી રાખવામાં મદદ કરે છે. યોગ્ય ખોરાક તેના માટે ઘણા બધા ફળ અને શાકભાજી ભોજનમાં સામેલ કરો. દરરોજ વર્કઆઉટ કરો અને 8 કલાકની ઊંઘ જરૂર લો.

 

 

આ પણ વાંચોઃ- સ્ટિરોઇડ અને પ્રોટીનના તફાવતને સમજો, એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કેમ લાંબા સમય સુધી સ્ટિરોઇડ લેવું જોખમી છે