વાત હોય તો 80 અને કફ હોય તો થાય છે 28 પ્રકારની બીમારી

વાત, પિત્ત અને કફ અસંતુલિત હોય તો આપણને 148 પ્રકારના રોગ થઇ શકે છે

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 03:22 PM
how to balance Vata, Pitta and Kapha

યુટિલિટી ડેસ્કઃ આપણે હેલ્ધી શરીર અને નિરોગી જીવન જીવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઇએ છીએ, પરંતુ જો આપણે નિરોગી જીવન જીવવું હોય તો ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેમાં વાત, પિત્ત અને કફ છે. આ ત્રણેયને સંતુલિત રાખવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે આપણા શરીરને મુક્ત રાખી શકીએ છીએ. વાત, પિત્ત અને કફને શરીરના ત્રણ દોષ માનવામાં આવ્યા છે. જો વાત અસંતુલિત હોય તો 80 પ્રકારની બીમારીઓ થઇ શકે છે. પિત્ત અસંતુલિત હોય તો 46થી 50 પ્રકારની બીમારીઓ થઇ શકે છે અને કફ વધારે હોય તો 28 પ્રકારની બીમારીઓને આપણે આમંત્રિત કરીએ છીએ.

જ્યારે આ ત્રણેય અસંતુલિત હોય તો આપણને 148 પ્રકારના રોગ થઇ શકે છે. જેમાં શરદી, ખાંસી, માથું દુખવું, તાવ આવવો, નબળાઇ, સાંધાનો દુખાવો, સાઇનસાઇટિસ, મોઢાં અને આંખમાં મોકસ સિક્રેશન, બેચેની, પેશાબ અને પરસેવાની સમસ્યા, અસ્થમા, ડાયાબિટિઝ, ત્વચા પીળી પડવી, શારિરીક નબળાઇ, ત્વચા સંબંધિત બીમારી, માંસપેશીઓમાં દર્દ, ગેસ, પેટ ફુલવો, વજન ઉતરવું, પીઠમાં દુખાવો, હાઇ બ્લડ પ્રેશર, હોંઠ ફાટવા, માનસિક અસ્થિરતા, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ વધવુ, અલ્સર, એસિડિટી, મોટાપો, પાચનક્રિયા નબળી પડવી સહિતની અન્ય ગંભીર બીમારી પણ થવાની શક્યતા રહે છે. આયુર્વેદમાં વાત, પિત્ત અને કફને સંતુલિત રાખવાને લઇને અનેક નિયમો આપવામાં આવ્યા છે.

3 હજાર વર્ષ પહેલાં વાગ્બટ્ટજી નામક ઋષિ થઇ ગયા, જેમણે બે આયુર્વેદિક પુસ્તક અષ્ટાંગ હૃદયમ અને અષ્ટાંગ સંગ્રહ બહાર પાડ્યા છે, જેમાં તેમણે 7000 નિયમો લખ્યા છે. જેમાં તેમણે વાત, પિત્ત અને કફને લઇને ચાર નિયમ જણાવ્યા છે. જેનું પાલન કરવામાં આવે તો વાત, પિત્ત અને કફને લઇને થનારા રોગ ક્યારેય થશે નહી અને જીવન સંતુલિત રહેશે. આગામી સમયમાં આ જ 7000 નિયમોમાંથી રસપ્રદ નિયમો આપને જણાવતા રહીશું. આ પહેલાં આપણે જાણીએ ત્રણેય દોષને સંતુલિત કરવા માટેના ચાર નિયમ કયા છે.


આગળની સ્લાઇડ્સમાં વાચો, આ ત્રણેય દોષને સંતુલિત કરવા માટે અપનાવો આ ચાર નિયમ

જમ્યા પછી 1 કલાક સુધી ન પીવું જોઇએ પાણી
જમ્યા પછી 1 કલાક સુધી ન પીવું જોઇએ પાણી

જમ્યા પછી 1 કલાક સુધી ન પીવું જોઇએ પાણી
 

જમ્યા પછી આપણે પાણી પીવાની આદત હોય છે. પરંતુ જમ્યા પછી ક્યારેય પાણી પીવું જોઇએ નહીં, કારણ કે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે ભોજન જઠરમાં એકઠું થાય છે અને તેને પચાવવા માટે જઠરમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. જે ભોજનને પેસ્ટ અને બાદમાં તેને રસ બનાવે છે, જે આપણા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે, જે જરૂરી છે.  પરંતુ જ્યારે આપણે જમ્યા પછી પાણી પીએ છીએ તેમાં પણ ખાસ કરીને ખૂબજ ઠડું પાણી ત્યારે આ અગ્નિ ઠંડી થઇ જાય છે અને ભોજન પચતું નથી. જેના કારણે પેટમાં જમા રહેલું ભોજન સડવા લાગે છે. જેનાથી યુરિક એસિડ બને છે, યુરિક એસિડ બનવાથી ઘૂંટણમાં દુખાવો, કમર અને ખભામાં દૂખાવો જેવી સમસ્યા થાય છે. આ સડેલું ભોજન બેડ કોલેસ્ટ્રોલ(એલડીએલ)માં વધારો કરે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ પ્રેશર વધવાની અને હૃદય સંબંધી બીમારી થવાની શક્યતા વધી જાય છે. જમ્યા પછી 1 કલાક બાદ પાણી પીવું જોઇએ તેમજ જમ્યા પછી તમે ફળોના રસ, લસ્સી અને દૂધ પી શકો છો. 

પાણી ઘુટડે-ઘુટડે પીવું જોઇએ
પાણી ઘુટડે-ઘુટડે પીવું જોઇએ

પાણી ઘુટડે-ઘુટડે પીવું જોઇએ

ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ જ્યારે પીવે છે ત્યારે એક શ્વાસે પાણી પી લે છે, પરંતુ આવું નહીં કરીને ઘુટડે-ઘુટડે પાણી પીવું જોઇએ. આપણા મોઢામાં લાળ હોય છે અને તેમાં ક્ષાર રહેલું છે. જ્યારે આપણે એકસાથે પાણી પીએ છીએ ત્યારે આ લાળ પાણી સાથે પેટમાં જતી નથી અને એસિડિટી થાય છે. જ્યારે આપણે ઘુટડે-ઘુટડે પાણી પીએ છીએ ત્યારે મોઢાંમાં રહેલી ક્ષાર પાણી સાથે પેટમાં જશે, પેટમાંજ જે એસિડ બનતું હોય છે તેની સાથે આ ક્ષાર ભળશે અને એસિડિટી નહીં થવા દે. તેમજ લોહીમાં થતી એસિડિટીને અટકાવશે. જેના કારમે વાત-પિત્ત અને કફ ક્યારેય અસંતુલિત નહીં થાય. 

ક્યારેય ન પીવું જોઇએ ઠંડુ પાણી
ક્યારેય ન પીવું જોઇએ ઠંડુ પાણી

ક્યારેય ન પીવું જોઇએ ઠંડુ પાણી

આજની બદલાતી લાઇફ સ્ટાઇલમાં આપણે ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોઇએ છીએ. જે વાત-પિત્ત અને કફને અસંતુલિત કરી શકે છે. આપણા પેટમાં ગરમી હોય છે અને તેવામાં આપણે જ્યારે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે પેટના તાપમાનમાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, જેનાથી કાંતો પાણી ગરમ થાય છે અથવા તો પેટ ઠંડુ થાય છે. પાણીના કારણે પેટમાં રહેલી ગરમી ઠંડી થઇ જાય છે, જેનાથી હૃદય અને મસ્તિષ્ક ઠંડુ થાય છે અને શરીરમાં નબળાઇ અને અશક્તિ આવે છે તથા વિવિધ પ્રકારની બીમારીઓ થવાની શક્યતા રહે છે.

સવારે ઉઠી સૌથી પહેલાં પાણી પીવું
સવારે ઉઠી સૌથી પહેલાં પાણી પીવું

સવારે ઉઠી સૌથી પહેલાં પાણી પીવું
 

બહુ ઓછા લોકો એવા હશે કે જે સવારે ઉઠીને તરત પાણી પીતા હોય છે, મોટાભાગે લોકો સવારે ઉઠીને નિત્યક્રિયા પૂર્ણ કર્યા બાદ પાણી પીતા હોય છે. સવારે ઉઠીને તરત પાણી પીવાથી શરીરના મોટા આંતરડા ચોખ્ખા થાય છે. આંતરડા ચોખ્ખા થવાની પેટમાં દબાણ ઉત્પન્ન થાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે. પેટ સાફ રહેવાથી પેટ સંબંધી બીમારીઓ થતી નથી અને વાત-પિત્ત, કફ નિયત્રિંત રહે છે. 

X
how to balance Vata, Pitta and Kapha
જમ્યા પછી 1 કલાક સુધી ન પીવું જોઇએ પાણીજમ્યા પછી 1 કલાક સુધી ન પીવું જોઇએ પાણી
પાણી ઘુટડે-ઘુટડે પીવું જોઇએપાણી ઘુટડે-ઘુટડે પીવું જોઇએ
ક્યારેય ન પીવું જોઇએ ઠંડુ પાણીક્યારેય ન પીવું જોઇએ ઠંડુ પાણી
સવારે ઉઠી સૌથી પહેલાં પાણી પીવુંસવારે ઉઠી સૌથી પહેલાં પાણી પીવું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App