Home » Lifestyle » Health » how to apply oil massage on hair here is the tips

જાણવા જેવું છે, ક્યારે અને કેવી રીતે માથામાં તેલ નાંખવું

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 05:23 PM

એ જરૂરી છેકે તેમને માલુમ હોવું જોઇએ કે તેલની માલિશ કેવી રીતે કરવી જોઇએ

  • how to apply oil massage on hair here is the tips
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ તેલની માલિશ શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો દરરોજ નિયમિતપણે તેલની માલિશ કરવામાં આવે તો તેના અનેક ફાયદા છે. જેમ કે. શરીર સ્ટ્રોંગ બને છે, બોડીના પાર્ટ્સ સુવ્યવસ્થિત કરે છે અને ઉમરની અસર જોવા મળતી નથી. તેલની માલિશથી માથાના વાળ શાઇન મારે છે અને સોફ્ટ થાય છે. તેમજ ચહેરા પરના વિંકલ્સને દૂર કરે છે. પરંતુ ઘણાને ખબર નથી હોતી કે તેલની માલિશ કરવી કેવી રીતે.

    જો તેલની માલિશના યોગ્ય રીતે ફાયદા મેળવવા હોય તો એ જરૂરી છેકે તેમને માલુમ હોવું જોઇએ કે તેલની માલિશ કેવી રીતે કરવી જોઇએ. તેનો સાચો સમય શું છે. આજે અમે અહી એવી જ કેટલીક રીતો અંગે જણાવી રહ્યાં છીએ જેને અપનાવીને તમે સારી રીતે ઓઇલ મસાજ કરી શકશો. સાથે જ અમે તેના ફાયદા પણ જણાવીશું.

    હેઇર ઓઇલ મસાજના ફાયદા અને કેવી રીતે કરવું તે જાણવા આગળ ક્લિક કરો...

  • how to apply oil massage on hair here is the tips
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હેઇર ક્વોલિટી માટે ફાયદાકારક

    - જો તમે તમારા વાળનો ગ્રોથ વધારવા માગો છો, વાળને સોફ્ટ, શાઇનર અને પહેલા કરતાં સારા કરવા માગો છો તો તમારે
    નિયમિતપણે ઓઇલ મસાજ કરવી જોઇએ.
    -  રાત્રે ઉંઘતા પહેલાં દરરોજ તેલ માલિશ કરવી જોઇએ, રાત્રે તેલ નાંખ્યા બાદ સવારે માથું હુફાળા પાણીથી ધોઇ નાંખવું જોઇએ.
    -  જો તમે આવું ન કરી શકતા હોવ તો સવારે માથું ધોતા પહેલા અમુક સમય પૂર્વે તેલ માથામાં નાંખવું જોઇએ. દરરોજ વાળ ધોવા જોઇએ નહીં.
     

    ડેન્ડરફને દૂર કરે છે

    - જો તમે ડેન્ડરફની સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો તમારે લીંમડાના પત્તા અને અન્ય હર્બલના તેલની માલિશ કરવી જોઇએ. ન્હાતા પહેલા એક કલાક પૂર્વે માથામાં આ હર્બલ તેલની માલિશ કરવી અને બાદમાં વાળને ગરમ પાણીથી ધોઇ નાખવામાં આવે તો ડેન્ડરફ દૂર થાય છે. 

  • how to apply oil massage on hair here is the tips

    માથાનો દુખાવો દૂર થાય છે

    - જો માથાનો દુખાવો સતત રહેતો હોય તો તમે કોઇ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઇને આયુર્વેદિક તેલ માથામાં નાંખી શકો છો. આ તેલની માલિશ સાંજે છ વાગ્યા પછી કરવી જોઇએ. માથાનો દુખાવો થવાનું કારણ વટા હોય છે અને આ સમયે તમે વટાની સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.
     

    સારી ઉંઘ આવે છે

    - જો દરરોજ રાત્રે અડધાથી એક કલાક સુધી તેલ માલિશ કરવામાં આવે તો તેનાથી રાત્રે ઉંઘ સારી આવે છે. તમે સીસમના તેલનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં પણ જણાવાયું છેકે સીસમના તેલનો ઉપયોગ કરવાથી  વાળનો ગ્રોથ થાય છે, માથાનો દુખાવો થતો નથી. તેમજ નાળિયેળનું તેલ પણ બેસ્ટ થેરેપી માનવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ