તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ પડતા વેટ વાઇપ્સનો ઉપયોગ કરવાથી થાય છે સ્કિન ડ્રાયનેસ, પિંપલ્સ અને એજિંગની સહિત 6 પ્રોબ્લેમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ સ્કિનને માત્ર 5 મિનિટમાં ફ્રેશનેસ આપવા માટે ફેશિયલ વાઇપ્સ તમારા બેગમાં કાયમ રાખો છો? મેકઅપ રિમૂવ કરવા માટે પણ વાઇપ્સનો ઉપયોગ કરો છો? પરંતુ શું તમે જાણો છો કે ચહેરાની ગંદકી દૂર કરી તમને ફ્રેશ લુક આપતા આ વાઇપ્સનો વધુ પડતો ઉપયોગ કરવાના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. તો તમે પણ જાણો Skin Appealના cosmetologist Monika Misra પાસે કે તેનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ.

 

સ્કિનને ડ્રાય બનાવે છે

તેમાં આલ્કોહોલ, હાર્સ કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આ તમારી સ્કિનની ગંદકીમાં અસરકારક હોય છે, પરંતુ આ તમારી સ્કિનના મોઇશ્ચરને નુકસાન પહોંચાડે છે. તેનાથી તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે. આ સ્કિનમાં રહેલા જરૂરી ઓઇલને પણ ખતમ કરી ડ્રાયનેસનું કારણ બને છે. તેનાથી બચવા માટે તમે જ્યારે પણ તેનો ઉપયોગ કરો તેના પછી મોઇશ્ચરાઇઝર અથવા સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો.

 

પિંપલ્સ અને બંધ છિદ્રોની પરેશાની

વાઇપ્સના વધુ ઉપયોગથી પિંપલ્સ અને બંધ છિદ્રોની પરેશાની થઈ શકે છે. તેમાં રહેલું ક્લીન્ઝિંગ એજન્ટ સ્કિનમાં ધીમે-ધીમે જમા થવા લાગે છે. તેનાથી તમારા સ્કિન છિદ્રો બંધ થઈ જાય છે અને બ્લેકહેડ્સ તથા પિંપલ્સની પરેશાની થવા લાગે છે.

 

એજિંગને આમંત્રણ આપે છે 

તેના વધુ પડતા ઉપયોગથી તમને રિંકલ્સની પરેશાની થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને અંડરઆઇ એરિયા પાસે થાય છે કારણ કે અહીંની સ્કિન ખૂબ નાજુક હોય છે. આવું એટલે કારણ કે ફેશિયલ વાઇપ્સનો ઉપયોગ કરતી વખતે તમે સ્કિન પર પ્રેશર આપો છો. તેનાથી તમારી સ્કિનની ઇલાસ્ટિસિટી નબળી થઈ જાય છે અને પરિણામે રિંકલ્સની સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે.

 

ઇરિટેશન અને એલર્જીનું કારણ

જેવું કે તેમાં આલ્કોહોલ અને કેમિકલ્સ રહેલા હોય છે અને આ ઘણી વખત એલર્જી અને ઇરિટેશનનું કારણ પણ બને છે. આ પરેશાની સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને વધુ થાય છે. ખાસ કરીને અંડરઆઇ એરિયામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ ભાગની સ્કિન ખૂબ ડેલિકેટ હોય છે એટલે આ પરેશાની જોવા મળે છે.

 

આ વાતોનું ધ્યાન રાખો

એવું નથી કે વાઇપ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમારી પાસે કોઈ અન્ય ઓપ્શન ન હોય અથવા તમે ટ્રાવેલ કરી રહ્યા હોવ. પરંતુ હા, આ માત્ર તમારી સ્કિનની ઉપર રહેલી ગંદકી જ સાફ કરે છે. એટલે અંદર સુધી સફાઈ કરવા માટે કાયમ ક્લીન્ઝર અથવા ફેસવોશનો ઉપયોગ કરો.

 

કાયમ એવા ફેશિયલ વાઇપ્સ ખરીદો જે આલ્કોહોલ-ફ્રી હોય અથવા જેમાં સેલિસિલિક એસિડ હોય. હા, સૌથી જરૂરી વાત કે તેના વધુ ઉપયોગથી બચો.

 

આ પણ વાંચોઃ- નવશેકા બદામ અથવા નારિયેળ તેલમાં કર્પૂર મિક્સ કરીને લગાવો, વાળની ગ્રોથ સારી થશે