2 એલચી ખાઇને પીવો 1 ગ્લાસ નવશેકું પાણી, વાળ ખરતા અટકશે અને ડાઇજેશન સિસ્ટમ બનશે સ્ટ્રોંગ

Amazing Benefits Of Cardamom For Skin, Hair, And Health

Divyabhaskar.com

Aug 22, 2018, 02:37 PM IST

હેલ્થ ડેસ્કઃ આમ તો એલચી અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ તમે એલચી ખાઇને ગરમ પાણી પી લો છો તો તમને તેનો ડબલ ફાયદો મળી શકે છે. ચાલો જાણીએ રાતના એલચી ખાઇને ગરમ પાણી પીવાના ફાયદા.

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે છે એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા અને યૂરિનમાં થતી બળતરામાં ફાયદાકારક હોય છે. હ્રદય અને ગળાની સમસ્યા દૂર કરે છે. હાર્ટને હેલ્ધી બનાવે છે. વોમિટિંગ અને ઉબકાને દૂર કરે છે. મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે અને પથરીમાં આરામ અપાવે છે. આ કમળા, અપચા, યૂરિન પ્રોબ્લેમ, છાતીમાં બળતરા, પેટમાં દુખાવો, ઉબકા, એડકી, અસ્થમા, પથરી અને સાંધાના દુખાવામાં પણ એલચીનું સેવન ફાયદાકારક હોય છે. રાતના સૂતા પહેલા એક એલચી ગરમ પાણીની સાથે ખાવાથી આ તમામ ફાયદા થાય છે.

પેટ સપાટ થઈ જશે


જો તમારું પેટ નીકળેલું છે અને તમે તેને અંદર કરવા ઈચ્છો છો તો રાતના 2 એલચી ખાઇને ગરમ પાણી પી લો. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને C બોડીની એક્સ્ટ્રા ચરબીને ઓગાળી દે છે અને તેમાં રહેલા ફાઇબર અને કેલ્શિયમ વજનને પણ કંટ્રોલ કરે છે એટલે એલચી ખાઇને ગરમ પાણી પીવાનું ન ભૂલો.

વાળ ખરતા અટકે છે


રાતના 2 એલચી ખાઇને પાણી પીવાથી બાળ મજબૂત બને છે. ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને તે કાળા પણ બન્યાં રહે છે. તેનાથી વાળને ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

સ્પર્મ કાઉન્ટ વધે છે


જો તમારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે તો આ નુસખો તેના માટે પણ કારગર છે. એલચી ખાઇ ઉપરથી ગરમ પાણી પીવાથી સ્પર્મ કાઉન્ટ વધી જાય છે.

બ્લડ સર્ક્યુલેશન ઠીક થઈ જાય છે


જો તમે 2 એલચી ખાઇને એક ગ્લાસ ગરમ પાણી પી લો છો તો બ્લડ સર્ક્યુલેશન છીક થવાની સાથે જ તમારું બ્લડ પણ પ્યુરીફાઇ થઈ જાય છે. તેનાથી તમારી સ્કિન પણ સારી થઈ જાય છે.

ડાઇજેશન થઈ જશે સ્ટ્રોંગ


જો તમે એલચી ખાઇને ગરમ પાણી પીવો છો તો તમારું ડાઇજેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જાય છે. તેનાથી આંતરડા અને કિડનીની સફાઈ થાય છે. તેનાથી કબજિયાતની પરેશાની પણ દૂર થાય છે.

આ પણ વાંચોઃ- વધુ પડતા વેટ વાઇપ્સનો ઉપયોગ કરવાથી થાય છે સ્કિન ડ્રાયનેસ, પિંપલ્સ અને એજિંગની સહિત 6 પ્રોબ્લેમ

X
Amazing Benefits Of Cardamom For Skin, Hair, And Health
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી