Home » Lifestyle » Health » How does cancer spread through the body?

જાણો, શરીરમાં કેવી રીતે ફેલાય છે કેન્સરની કોશિકાઓ?

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 05:38 PM

કેન્સર શરીરની કોશિકાઓમાં ફેલાતો રોગ છે. આપણું શરીર નાની-નાની કોશિકાઓથી મળીને બન્યું છે.

 • How does cancer spread through the body?
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ કેન્સર શરીરની કોશિકાઓમાં ફેલાતો રોગ છે. આપણું શરીર નાની-નાની કોશિકાઓથી મળીને બન્યું છે. કોશિકાઓને નુકસાન પહોંચવાના કારણે કેન્સરનો રોગ થાય છે. કેન્સર શરીરના એક ભાગમાં નહીં પરંતુ અલગ-અલગ ભાગમાં પણ થઈ શકે છે.

  કેન્સરની શરૂઆત પછી ડેમેજ થયેલી કોશિકાઓ ઝડપથી ફેલાવા લાગે છે. આ ત્યારે વધુ ખતરનાક થઈ જાય છે જ્યારે ડેમેજ કોશિકાઓ અનિયંત્રિત થઈને ટિશ્યૂઝ સુધી ફેલાવા લાગે છે. પહેલા કેન્સર એક કોશિકામાં ફેલાય છે પછી ધીમે-ધીમે લિફ્ટ સિસ્ટમ અને લોહીના માધ્યમથી ફેલાયને સ્વસ્થ કોશિકાઓને પણ પોતાની અડફેટમાં લઈ લે છે. જ્યારે કેન્સર વધીને શરીરના અન્ય ભાગમાં ફેલાય છે તો તે સ્વસ્થ ટિશ્યૂઝને પ્રભાવિત કરે છે. તેના પછી દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય છે અને તેની સારવાર પણ શક્ય નથી હોતી.

  આગળ વાંચો, કેવી રીતે ફેલાય છે કેન્સરની કોશિકાઓ...

 • How does cancer spread through the body?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કેવી રીતે ફેલાય છે કેન્સરની કોશિકાઓ

   

  કેન્સરના શરૂઆતના સ્ટેજમાં ડેમેજ કોશિકાઓના તૂટવાથી આ શરીરના અન્ય ભાગમાં ફેલાવા લાગે છે અને તે જગ્યાએ ધીમે-ધીમે વધવાની શરૂઆત થઈ જાય છે. કેન્સર કોશિકાઓ સામાન્ય કોશિકાઓથી અલગ હોય છે. આ અન્ય કોશિકાઓને ઝડપથી પોતાના પ્રભાવમાં લઈ લે છે. કેન્સર કોશિકાઓ આ રીતે ફેલાય છે.

   

  બ્લડ સર્ક્યુલેશન દ્વારા

   

  ડેમેજ કોશિકાઓ એટલે કે કેન્સર કોશિકાઓ બ્લડ સર્ક્યુલેશન દ્વારા શરીરના અન્ય ભાગમાં ફેલાય છે. શરૂઆતના સ્ટેજમાં જ્યારે કેન્સર કોશિકાઓ જન્મ લે છે ત્યારે તે પ્રાથમિક કેન્સર એટલે કે જે ભાગમાં કેન્સર છે ત્યાંથી અલગ થઈ જાય છે.અલગ થવાથી આ બ્લડ વેસલ્સના માધ્યમથી બ્લડ સર્ક્યુલેશનમાં મિક્સ થઈ જાય છે. હવે આ કેન્સર કોશિકાઓ બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. બ્લડ સર્ક્યુલેશન દરમિયાન બાધા આવવા પર ડેમેજ કોશિકાઓ બ્લડ વેસલ્સને પ્રભાવિત કરે છે. આ બ્લડ વેસલ્સની સાઇઝ નાની હોય છે, તેને કેપલરી કહેવામાં આવે છે. બાધા આવ્યા પછી ડેમેજ કોશિકાઓ બ્લડ વેસલ્સમાં પાછા આવવાનું શરૂ કરી દે છે અને નવી કેન્સર કોશિકાઓ જન્મ લેવાની શરૂઆત કરી દે છે.

   

  આગળ વાંચો, કેવી રીતે ફેલાય છે કેન્સરની કોશિકાઓ...

 • How does cancer spread through the body?

  લસિકા તંત્ર દ્વારા

   

  જે રીતે બ્લડ સર્ક્યુલેશન દ્વારા કેન્સર કોશિકાઓ શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે, એવી જ રીતે લસિકા તંત્ર દ્વારા પણ કેન્સર કોશિકાઓ બ્લડ ફ્લોમાં ફેલાય જાય છે. કેન્સર કોશિકાઓ પહેલા પ્રાથમિક કેન્સર એટલે કે શરીરના જે ભાગમાં કેન્સર છે ત્યાંથી અલગ થાય છે. કેન્સર પીડિત ભાગથી અલગ થયા પછી કેન્સર કોશિકાઓ લિમ્ફ ફ્લૂડમાં ફેલાય જાય છે અને ત્યાં સુધી ફેલાય છે જ્યાં સુધી કે લિમ્ફ નોડના નાના ભાગમાં બાધા નથી આવતી. તેના પછી તે કેન્સરના બીજા સ્ટેડમાં ફેલાવાનું શરૂર કરી દે છે.

   

  કેમ ફેલાય છે કેન્સરની કોશિકાઓ

   

  કેન્સર કોશિકાઓ શરીરના એક ભાગથી બીજા ભાગમાં કેમ ફેલાય છે? જો કેન્સર કોશિકાઓનું શરીરના એક ભાગથી બીજા ભાગમાં ફેલાવાનું અટકી જાય તો કેન્સરથી થતી મોતનો આંકડો ઓછો થઈ જશે. કેન્સરથી થતી મોટાભાગની મૃત્યુના કેસમાં જોવા મળ્યું છે કે આ રોગ પ્રાથમિક ચરણમાં હોવા પર દર્દીનું મોત નથી તતું, પરંતુ બીજા ચરણમાં દર્દીનું મોત થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધમાં જાણ્યું કે ડેમેજ કોશિકાઓસ્વસ્થ કોશિકાઓ સાથે જોડાયેલી હોય છે અને તે સતત સ્વસ્થ કોશિકાઓને ફોલો કરે છે. ડેમેજ કોશિકાઓ સાથે જોડાયેલા હોવાના કારણે સ્વસ્થ કોશિકાઓ તેના પ્રભાવમાં આવી જાય છે અને કેન્સર કોશિકાઓનો પ્રભાવ વધી જાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ