Home » Lifestyle » Health » How do you reduce acidity in your body

એસિડિટી દૂર કરવાના ઘરેલુ ઉપાયો

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 10:27 AM

એસિડિટી માટે જાયફળ અને વરિયાળીનો પાઉડર એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો.

  • How do you reduce acidity in your body
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક: એસિડિટીની સમસ્યા દૂર કરવાના કેટલાક ઉપાયો એવા છે જેનો સામાન્યપણે લોકોને ખ્યાલ હોતો નથી. જો યોગ્ય રીતે આ ઉપાયો અજમાવવામાં આવે તો એસિડિટીની તકલીફમાંથી રાહત થાય છે. એસિડિટી માટે જાયફળ અને વરિયાળીનો પાઉડર એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો.

    એસિડિટી દૂર કરવાના ઉપાય

    એક ચતુર્થાંશ ચમચી તુલસી પાઉડર, અજમો, વરિયાળી અને તજને એક કપ છાશમાં ભેળવીને પીવો.
    ઉપયોગ કરવાની રીત: આ નુસખાને રોજ સવાર-સાંજ અજમાવવાથી એસિડિટી મટી જશે.
    ફાયદા : કબજિયાત, ગેસ અને અપચો દૂર થશે.

  • How do you reduce acidity in your body
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આદુંના રસમાં મધ ભેળવીને પીવો. 
    એસિડિટી થાય તો એલોવેરા જ્યૂસ પીવો. 
    ફુદીનાનાં પાનને ઉકાળીને પીવો.
    ઉકાળેલા પાણીમાં લીંબુ નીચવીને પીવો.
    એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને પીવો.
    ત્રિફળા પાઉડરમાં દૂધ ભેળવીને પીવું.
    એક ગ્લાસ હૂંફાળા પાણીમાં થોડો મરીનો ભુક્કો અને લીંબુ નીચોવીને પીવું.

  • How do you reduce acidity in your body
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મોસમી ફળ જામફળ ખાવાથી કબજિયાત અને એસીડીટીમાં ફાયદો થાય છે. જામફળમાં અનેક પ્રકારના ગુણ હોય છે જે સ્વાસ્થ માટે ખૂબ જ લાભકારી હોય છે. તેમાં વિટામિન, ફાયબર અને મિનરલ પ્રચુર માત્રામાં હોય છે. ફાયબર હોવાને લીધે તે કબજિયાતને દૂર કરે છે. જામફળમાં વિટામિન સીની માત્રા પણ ખૂબ જ હોય છે. આથી તેના નિયમિત સેવનથી જુકામથી બચાવ થાય છે.

  • How do you reduce acidity in your body

    જે લોકોને એસીડીટીની સમસ્યા હોય છે, તેમને એસીડીટીને કારણે પેટમાં ઘણીવાર અસહનીય બળતરા થતી હોય છે. ખાનવાનમાં અનિયમિતતા, ભોજન સારી રીતે ન ચાલવું, અને પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું, મસાલેદાર અને જંકફૂડનું સેવન કરવું, તણાવગ્રહસ્ત થઈને ભોજન લેવું અને ધુમ્રપાન અને દારુનું સેવન પણ એસીડીટીનું કારણ બને છે.
    પપૈયુ અત્યંત ગુણકારી તથા સર્વસુલભ ફળોમાંથી એક છે. તેનાથી નિકળતો રસ પોતાના વજનથી 100 ગણુ પ્રોટીન ખૂબ જ ઝડપથી પચાવી દે છે. તેનાથી જઠર તથા આંતરડા સંબંધી વિકારોમાં ખૂબ જ લાભ મળે છે. પપૈય, ગેસ, એસીડીટી અને કફ જેવા રોગોમાં લાભદાયી હોય છે.
     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ