ફુદીનાના રસમાં મધ મેળવીને લેવાથી પેટના દર્દો મટે છે: મધના 16 ફાયદા

અનિંદ્રાથી પીડાતા લોકોએ સૂતી વેળાએ મધ ચાટવું, જેનાથી ઊંઘ સારી આવશે

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 05:10 PM
home remedy and health tips 16 Health Benefits of Honey

હેલ્થ ડેસ્ક: આયુર્વેદમાં મધના ઘણા ફાયદા છે. અહીં અમે તેના 16 ફાયદાની વાત કરી રહ્યા છીએ. મધને ઘરમાં રહેલી બીજી વસ્તુઓ સાથે મેળવીને કેવા કેવા ફાયદા થાય તે વિશે અમે તમને જણાવીશું.

1). ફુદીનાના રસમાં મધ મેળવીને લેવાથી પેટના દર્દો મટે છે.

2). દાંત અંબાઈ જતા હોય તો મધ સાથે રોજ મીઠું મેળવી દાંત પર ઘસો.

3). તુલસીના રસમાં મધ મેળવી નાના બાળકોના પેઢા પર ઘસો. તેનાથી બાળકોના દાંત સરળતાથી કોઈ તકલીફ વગર ઉગે છે

4)દિવસમાં ચાર વાર મધ ચાટવાથી કફ મેટ છે.

5). આદુના રસ સાથે મધ લેવાથી પણ કફ મેટ છે.

6). શેકેલા લીંબુના રસમાં મધ મેળવી ચાટવાથી ખાંસી મટે છે.

7). અરડૂસીના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.

8). તુલસી અને આદુના રસને મધ સાથે લેવાથી શરદી મટે છે.

9). હળદળ અને સૂંડના ચૂર્ણ સાથે મધ લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.

10). યૂરિનની તકલીફમાં એલચીના દાણાના ચૂર્ણ સાથે મધ આપવુ.

11). પાણીમાં મધ મેળવી કોગળા કરવાથી કાકડા મટે છે.

12). ગોળને મધમાં લેવાથી ઊલટી મટે છે.

13). કબજિયાતમાં ટમેટાના રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.

14). રાત્રે સૂતી વેળાએ મધ ચાટવાથી ઊંઘ સારી આવે છે.

15). સતાવરી ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મળે છે.

16). એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી પીવાથી અશક્તિ દૂર થાય છે.

સારી ઊંઘ માટે માથા પર માળિયું ન હોવું જોઈએ, બેડરૂમ સાથે જોડાયેલી વાસ્તુની 10 ટિપ્સ

X
home remedy and health tips 16 Health Benefits of Honey
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App