ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» ગર્ભાવસ્થા ટિપ્સ, Home remedies to get Rid from Gas in Pregnancy

  ગર્ભાવસ્થામાં બહુ સતાવતી ગેસની સમસ્યામાંથી છૂટકારો મેળવવાના ઘરઘથ્થુ ઉપાય

  divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 05:34 PM IST

  નિયમિત કરો 4 સરળ ઉપાય, ગર્ભાવસ્થામાં નહીં સતાવે ગેસની સમસ્યા
  • પેટમાં અપચો અને ગેસની સમસ્યા બહુ સતાવતી હોય છે
   +0 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટમાં અપચો અને ગેસની સમસ્યા બહુ સતાવતી હોય છે

   હેલ્થ ડેસ્ક: ગર્ભાવસ્થામાં થતા શારીરિક બદલાવથી પેટમાં અપચો અને ગેસની સમસ્યા બહુ સતાવતી હોય છે. આ સમસ્યા ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં સૌથી વધુ સતાવે છે.


   ગર્ભાવસ્થામાં બીનજરૂરી દવાઓ લેવાનું ટાળવું જોઇએ. તેની જગ્યાએ કેટલાક ઘરઘથ્થુ ઉપાય વધુ કારગર રહે છે.


   શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે ગર્ભાવસ્થામાં ગેસની સમસ્યામાંથી છૂટકારો મેળવવાના ઉપાય...


   મેથી દાણા: પેટની દરેક સમસ્યા માટે ફાયદાકરક છે મેથી. રાત્રે પાણીમાં મેથીના દાણા પલાળી દો. સવારે આ પાણી પી લેવું.


   પાણી વધુ પીવું: ગર્ભાવસ્થામાં ડિહાઇડ્રેશનની સમસ્યા બધી જાય છે, જેના કારણે પેટમાં બ્લોટિંગ થઈ શકે છે, એટલે પાણી વધુ પીવું.


   ફાઇબરયુક્ત ખોરાક: ફાઇબરયુક્ત ખોરાકથી પેટ સારું રહે છે અને પાચનક્રિયા સુધરે છે. પેટમાં સોજો પણ નથી આવતો. ફળોમાં ફાઇબર વધુ હોય છે, માટે ફળોનું સેવન વધુ કરવું જોઇએ.


   કસરત: નિયમિત કસરતથી બ્લોટિંગ નથી થતું. માટે નિયમિત હળવી કસરત અને આસનો કરવાં, જેથી ગર્ભવતી મહિલા પણ પોતે ફિટ છે તેવું અનુભવી સકશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગર્ભાવસ્થા ટિપ્સ, Home remedies to get Rid from Gas in Pregnancy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `