જાણો શું છે સોજો ચડવાનું કારણ, અપનાવો આ ઉપાય

કેટલીકવાર આ સોજા પોતાની મેળે ઉતરી જતા હોય છે, પરંતુ ક્યારેક ગંભીરરૂપ ધારણ કરે છે અને લાંબા સમય સુધી ઉતરતા નથી.

divyabhaskar.com | Updated - Jan 31, 2018, 06:35 PM
Home Remedies for Swelling

યુટિલિટી ડેસ્કઃ શરીરમાં સોજો આવવો એ એક સાધારણ સમસ્યા છે, જેને મેડિકલ ભાષામાં એડેમા કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક આ સોજા કોઇ આંતરિક ઇજાના કારણે અથવા શારીરિક અંગમાં થતાં દુખાવાના કારણે પણ થાય છે. કેટલીકવાર આ સોજા પોતાની મેળે ઉતરી જતા હોય છે, પરંતુ ક્યારેક ગંભીરરૂપ ધારણ કરે છે અને લાંબા સમય સુધી ઉતરતા નથી. આવી સ્થિતિમાં સોજાની સારવાર લેવી આવશ્યક બની રહે છે. આ સોજા આપણા શરીરના વિભિન્ન અંગોમાં ચહેરા, હથેળી, હાથ, પગ, પંજા ગમે ત્યાં થઇ શકે છે. જોકે એ જાણવું પણ જરૂરી બની રહે છે કે આ સોજો ચડવાનું કારણ શું છે. આજે અમે અહી સોજો થવાના કારણ જણાવી રહ્યાં છીએ.

સોજો ચઢવાના આ છે મુખ્ય કારણ

- શરીરના કોઇપણ અંગમાં ચેપ હોવું.
- કિડની અથવા લિવર નબળું પડવું.
- શરીરમાં જરૂર કરતા વધુ માત્રામાં પાણી એકઠું થવું.
- લાંબા સમય સુધી એક સ્થળ પર ઉભા રહેવું.
- મીઠાંવાળી વસ્તુઓનું વધુ માત્રામાં સેવન કરવું.
- કોઇ જંતુ કરડ્યું હોય
- ગર્ભાવસ્થામાં શરીરમાં સોજો થયો હોવાનું જોવા મળે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો..સોજો ઉતારવાના ઉપાય

Home Remedies for Swelling

સોજો ઉતારવાના ઉપાય
 

-  શરીરમાં યોગ્ય રીતે જલીકરણ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું. તેનાથી ઓક્સિજન અને લોહીનું વધુ માત્રામાં સ્પલાય થવા લાગે છે. તથા સોજો ઓછો કરવામાં ફાયદો થાય છે.
 

- જો ઇજાના કારણે સોજો થયો હોય તો ઇજાગ્રસ્ત ભાગની નીચે બેથી ત્રણ ઓશિકાં રાખવા. કારણ કે ઇજા થઇ હોય એ ભાગને ઉંચાઇ પર રાખવાથી સોજો અને દુખાવામાં ફાયદો થાય છે.

Home Remedies for Swelling

- જો એલર્જીના કારણે સોજો થયો હોય તો એ ભાગમાં બરફ ઘસવો જોઇએ અને જો સોજો ઇજાના કારણે થયો  છે તો તે સ્થળે ગરમ પાણીનો શેક કરવાથી ફાયદો થાય છે.
 

- પગમાં સોજો હોય તો મીઠું ઘણુ ઉપયોગી સાબિત થાય છે. નવશેકા પાણીમાં બે ચમચા મીઠું નાંખીને 15 મિનિટ સુધી પગ એ પાણીમાં રાખવાથી ફાયદો થશે.

Home Remedies for Swelling

- શારીરિક સોજો ઓછો કરવા માટે હાથ-પગનું હલન ચલન પણ ઘણો ફાયદો કરાવે છે. હળવો વ્યાયામ અને ચાલવાથી સોજો ઓછો થઇ શકે છે. 
 

- સોજો થવાનું મુખ્ય કારણ મીઠાંવાળી વસ્તુનું વધુ પડતું સેવન છે, તેવામાં ભોજનમાં મીઠાંની માત્રાને ઘટાડી દેવામાં આવે તો સોજો ઓછો થઇ શકે છે. 

X
Home Remedies for Swelling
Home Remedies for Swelling
Home Remedies for Swelling
Home Remedies for Swelling
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App