રોજ કરો આ 8માંથી કોઈ 1 ઉપાય, જૂના અને હઠીલા મસા જડથી થશે ગાયબ

કેટલાક લોકોમાં આ વારસાગત પણ હોય છે જ્યારે કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે.

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 01:44 PM
કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે.
કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે.

યૂટિલિટી ડેસ્કઃ ચહેરા, ગરદન અથવા હાથ-પગમાં મસા થવા આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. કેટલાક લોકોમાં આ વારસાગત પણ હોય છે જ્યારે કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે. જોકે, મસા થવા કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ જો આ તમારા ચહેરા પર નીકળી આવે તો જોવામાં સારા નથી લાગતા.

મસા થવાનું મુખ્ય કારણ હ્યુમન પેપિલ્લોમા વાયરસ છે. આ પિગમેન્ટ કોશિકાઓનું જૂથ હોય છે, જે જોવામાં કાળા અને ભૂરા રંગના હોય છે. ઘણા ઓછા કિસ્સાઓમાં આ નુકસાનકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેનાથી કેન્સર થવાની શક્યતાઓ પણ રહે છે. કેટલાક લોકો તો સર્જરી કરાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી લે છે, પરંતુ મોટાભાગના લોકો આવી કોઈ ટ્રીટમેન્ટ કરાવવાથી ડરે છે. જેમને મસા વારસાગત હોય છે, તેમના માટે આ સમસ્યાથી છુટકારો મેળવવો થોડો મુશ્કેલ હોય છે કારણ કે તેમની આ સમસ્યા જન્મજાત છે. પરંતુ જેમને આ તડકા અથવા અન્ય કોઈ કારણે થયા છે તેઓ અહીં જણાવેલા આયુર્વેદિક ઉપાય અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકે છે.

આગળ વાંચો, મસાની સમસ્યાથી છુટકારો મેળવવાના આયુર્વેદિક ઉપાયો...

કેળાં માત્ર હેલ્થ માટે જ સારા નથી, પરંતુ તમારા ચહેરા પર નીકળી આવેલા મસા માટે પણ બેસ્ટ ઓપ્શન છે.
કેળાં માત્ર હેલ્થ માટે જ સારા નથી, પરંતુ તમારા ચહેરા પર નીકળી આવેલા મસા માટે પણ બેસ્ટ ઓપ્શન છે.

સોરેલના પાન

 

સામાન્ય રીતે સોરેલના પાન પણ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં કારગર સાબિત થાય છે. તેના માટે સૌથી પહેલા આ પાનને થોડા પાણીમાં વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દિવસમાં 2 વખત મસા પર લગાવો. થોડા જ દિવસમાં તમને અંતર દેખાવા લાગશે.

 

કેળાં

 

કેળાં માત્ર હેલ્થ માટે જ સારા નથી, પરંતુ તમારા ચહેરા પર નીકળી આવેલા મસા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. કેળાંની છાલમાં ઓક્સીકરણ પ્રતિરોધક તત્વો હોય છે જે તમને મસાથી છુટકારો અપાવી શકે છે. તેના માટે એક કેળાંની છાલ લો અને જે રીતે કોઈ બેન્ડ એડ અથવા પટ્ટી ઘાવ પર લગાવો છો એવી જ રીતે તેને મસા ઉપર લગાવીને ઢાંકી દો. આખી રાત આવી રીતે જ રહેવા દો. જોકે, અલગ-અલગ શરીર પર તેના અલગ-અલગ પ્રભાવ જોવા મળે છે, પરંતુ શક્ય છે કે તેનાથી તમે એક દિવસમાં જ મસાની સમસ્યાથી છુટકારો મેળવી લો. રાતે આ ઉપાય ન કરી શકો છો તો દિવસમાં 2 વખત અડધી-અડધી કલાક માટે આવી રીતે તેને પટ્ટીની જેમ મસા પર લગાવો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી મસા દૂર ન થઈ જાય.

 

આગળ વાંચો, મસાની સમસ્યાથી છુટકારો મેળવવાના અન્ય આયુર્વેદિક ઉપાયો...

લસણ પણ મસાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ માનવામાં આવે છે.
લસણ પણ મસાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ માનવામાં આવે છે.

ડુંગળી

 

ડુંગળીમાં એવા અનેક તત્વો રહેવા છે જે મસાને મૂળથી ખતમ કરી શકે છે. તેમાં મળતા એન્ટિ-વાયરલ અને એન્ટિબેક્ટેરિયલ તત્વો મસાને કાપીને તેને ઠીક કરવામાં મદદ કરે છે. તેના માટે નિયમિતપણે ડુંગળીને મસા પર રબ કરો.

 

કેસ્ટર ઓઇલ

 

કેસ્ટર ઓઇલના થોડાં ટીપાં આંગળીઓ પર લો. હવે તેને હળવા હાથે મસા પર થોડા મિનિટ સુધી રબ કરો. આવું નિયમિતપણે થોડા મહિના સુધી કરવાથી ધીમે-ધીમે મસા નીકળી જાય છે.

 

લસણ

 

લસણ પણ મસાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ માનવામાં આવે છે. તેના માટે લસણની થોડી કળીઓની છાલ ઉતારીને કરકરો વાટી લો. તેને મસા પર એવી રીતે લગાવો કે તે સ્થાન સંપૂર્ણપણે ઢંકાય જાય. હવે તેની ઉપર પટ્ટી બાંધી લો જેથી આ હટે નહીં. થોડા દિવસ સુધી સતત કરવાથી મસા આછા થઈને ખતમ થવા લાગે છે.

 

આગળ વાંચો, મસાની સમસ્યાથી છુટકારો મેળવવાના અન્ય આયુર્વેદિક ઉપાયો...

બેકિંગ સોડા એક કમાલનું એક્સફોલિએટિંગ એજન્ટ છે, જે મસા પર કોઈ જાદુની જેમ કામ કરે છે.
બેકિંગ સોડા એક કમાલનું એક્સફોલિએટિંગ એજન્ટ છે, જે મસા પર કોઈ જાદુની જેમ કામ કરે છે.

એપલ સાઇડર વિનેગર

 

એપલ સાઇડર વિનેગરના ઉપયોગ પહેલા મસા પર હુંફાળુ પાણી લગાવીને છોડી દો, જેથી આ વિનેગરને શોષી લેવા માટે તૈયાર થઈ જાય. હવે એપલ વિનેગરમાં એક કોટન બોલ પલાળીને મસા પર લગાવો. દિવસ દરમિયાન આવું 2થી 3 વખત કરો. ધીમે-ધીમે મસા કાયમ માટે ખતમ થઈ જશે.

 

ટી-ટ્રી ઓઇલ

 

પોતાના એસિડિક અને એન્ટિ-સેપ્ટિક નેચરના કારણે ટી ટ્રી-ઓઇલ માત્ર મસાથી છુટકારો જ નથી અપાવતું પરંતુ આ નવી સ્કિન બનાવવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે. માત્ર ટી ટ્રી-ઓઇલ લો અને પોતાના મસા પર લગાવો. એક સપ્તાહમાં સુકાઈને ધીમે-ધીમે મસા આપોઆપ ખતમ થઈ જશે.

 

બેકિંગ સોડા

 

બેકિંગ સોડા એક કમાલનું એક્સફોલિએટિંગ એજન્ટ છે, જે મસા પર કોઈ જાદુની જેમ કામ કરે છે. હુંફાળા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે તેને તમારા મસા પર રબ કરો અને થોડી વાર માટે એવી જ રીતે રહેવા દો. દિવસ દરમિયાન આવું 2થી 3 વખત કરો અને મસાને કાયમ માટે કહો અલવિદા.

X
કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે.કેટલાક લોકોને વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે મસા નીકળે છે.
કેળાં માત્ર હેલ્થ માટે જ સારા નથી, પરંતુ તમારા ચહેરા પર નીકળી આવેલા મસા માટે પણ બેસ્ટ ઓપ્શન છે.કેળાં માત્ર હેલ્થ માટે જ સારા નથી, પરંતુ તમારા ચહેરા પર નીકળી આવેલા મસા માટે પણ બેસ્ટ ઓપ્શન છે.
લસણ પણ મસાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ માનવામાં આવે છે.લસણ પણ મસાથી છુટકારો મેળવવા માટે ઉપયોગ માનવામાં આવે છે.
બેકિંગ સોડા એક કમાલનું એક્સફોલિએટિંગ એજન્ટ છે, જે મસા પર કોઈ જાદુની જેમ કામ કરે છે.બેકિંગ સોડા એક કમાલનું એક્સફોલિએટિંગ એજન્ટ છે, જે મસા પર કોઈ જાદુની જેમ કામ કરે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App