ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» આ કારણે ઓછી ઉંમરમાં પણ થાય છે સાંધાનો દુખાવો|Home remedies for removing joint pains

  આ ઉપાય ડોક્ટર્સની દવા કરતા પણ ઝડપથી મટાડશે સાંધાનો દુખાવો

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 04:26 PM IST

  દવા કે મલમની અસર પૂરી થઇ ગયા બાદ ફરી દુખાવો શરૂ થઇ જાય છે?
  • આ ઉપાય ડોક્ટર્સની દવા કરતા પણ ઝડપથી મટાડશે સાંધાનો દુખાવો
   આ ઉપાય ડોક્ટર્સની દવા કરતા પણ ઝડપથી મટાડશે સાંધાનો દુખાવો

   હેલ્થ ડેસ્ક: કેટલાક લોકોને વધતી ઉંમરના કારણે શરીરમાં અનેક પ્રકારની નાની-મોટી બીમારીઓ થવા લાગે છે. જેમા સાંધાના દુખાવાથી પીડાતા લોકોની સંખ્યા વધારે હોય છે. જોકે લોકો તેને સામાન્ય દુખાવાના રૂપમાં લે છે અને પાછળથી મોટી મુશ્કેલીમાં પડી જાય છે. તો તેનાથી છૂટકારો મેળવવા માટે ડોક્ટર્સની દવા કે પછી કોઇ મલમનો સહારો લેતા રહે છે. જોકે દવા કે મલમની અસર પૂરી થઇ ગયા બાદ ફરી દુખાવો શરૂ થઇ જાય છે. તો આજે અમે તમને જે ઘરેલું નુસ્ખા વિશે જણાવા જઇ રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમે તમારા સાંધાના દુખાવાથી હંમેશા માટે રાહત મેળવી શકો છો.

   કયા કારણે થાય છે સાંધાનો દુખાવો

   મોટાભાગે સાંધામાં દુખાવો અને સોજો આવવા જેવી સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે તે સામાન્ય રૂપથી કામ કરતા ન હોય અથવા તો તેની સંરચનામાં કોઇ પ્રકારની ખરાબી આવી ગઇ હોય. સાંધાનો દુખાવો અનેક પ્રકારે થઇ શકે, જેમા મુખ્ય કારણ, સોજો, સંક્રમણ(ઇન્ફેક્શન), ઘા, એલર્જી, તેમજ સાંધાનું સામાન્ય રૂપથી ઘસાવવું. તો આવો જાણીએ એવા ઘરેલું ઉપાય વિશે જેનો ઉપયોગ કરી તમે તમારા સાંધાના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો, સાથે તમારા હાડકા પણ મજબૂત બનાવી શકશો.

   મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

   1 કિલો મધ
   10 ચમચી અળસીના બીજ ( 100 ગ્રામ)
   50 ગ્રામ કોળું બીજ
   5 ચમચી તલના બીજ ( 50 ગ્રામ)
   3 ચમચી સૂકી દ્વાક્ષ ( 50 ગ્રામ)
   50 ગ્રામ સૂરજમુખી બીજ
   50 ગ્રામ ઘઉં

   બનાવવાની રીત

   આ મિશ્રણને બનાવવું ખુબજ સરળ છે. ઉપર જણાવવામાં આવેલી સામગ્રીમાંથી મધને સાઇડમાં રાખી અન્ય બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડરમાં મિક્ષ કરી લો ત્યારબાદ મિક્ષ કરેલી વસ્તુઓ પર મધ નાખી તે મિશ્રણને એક ગ્લાસ અથવા બોટલમાંનીકાળી લો. દરરોજ નાસ્તા અને જમ્યા પહેલા આ મિશ્રણનું એક ચમચી સેવન કરવાથી ખુબ ઝડપથી તમારા સાંધાના દુખાવાની સમસ્યા દૂર થશે. અને તમારા હાડકા મજબૂત થશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ કારણે ઓછી ઉંમરમાં પણ થાય છે સાંધાનો દુખાવો|Home remedies for removing joint pains
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `