Divya Bhaskar

Home » Lifestyle » Health » Easy home remedies for headache

દવા વગર માથાના દુઃખાવાનો આવી રીતે કરો કાયમી ઇલાજ

Divyabhaskar.com | Updated - Jan 25, 2018, 03:17 PM

માથાના દુઃખાવો વારંવાર થતો હોય તો તેને નજર અંદાજ ન કરવું

  • Easy home remedies for headache
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્કઃ માથાના દુઃખાવાની ફરિયાદ બાળકોથી માંડીને વૃદ્ધોને ક્યારેક ને ક્યારેક રહેતી હોય છે, પરંતુ જો માથાનો દુઃખાવો વારંવાર થતો હોય તો તેને નજર અંદાજ ન કરવો જોઇએ. માઇગ્રેન માથાના દુઃખાવા સાથે સંકળાયેલી એવી બીમારી છે જેમાં દર્દીને માથાના અડધા ભાગમાં સખત દુઃખાવો થતો હોય છે.

    - રિસર્ચ અનુસાર માથાનો દુઃખાવો સૌથી સામાન્ય ન્યૂરોલોજિકલ સમસ્યા છે.
    - 100માંથી 50 ટકા લોકોને માથાનો દુઃખાવો ક્યારેય પણ થઇ શકે છે.
    - માથાના દુઃખાવાને કારણે મોટાભાગના લોકો પેરાસિટામોલ અને ક્રોસિન જેવી દવા લેતા હોય છે.
    - આવી દવાથી દુઃખાવામાંથી તો તરત રાહત મળી જાય છે, પરંતુ ઘણીવાર દવાની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે.
    - અહીં માથાના દુઃખાવાના ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાય રજૂ કરવામાં આવ્યા છે, જે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર માથાનો દુઃખાવો મટાડવામાં મદદ કરશે.

    આગળ જાણો માથાના દુઃખાવાના ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાયો

  • Easy home remedies for headache
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આદુથી માથાના દુઃખાવાનો ઇલાજ


    - એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને બે ચમચી આદુનો રસ મિક્સ કરીને પીજો.
    - આદુના પાઉડરમાં પાણી નાંખી તેની પેસ્ટ બનાવી માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળશે. 

  • Easy home remedies for headache
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    તુલસીના ઉપયોગથી માથાનો દુઃખાવો દૂર કરો


    - અડધા ગ્લાસ પાણીમાં તુલસીના 7થી 8 પાંદડાં નાંખી ઉકાળો. પાણી અડધું રહી જાય પછી તેને ગાળો અને તેમાં મધ મિક્સ કરો અને હુંફાળું પાણી પીવું
    - તુલસીના પાંદડા ચાવીને ખાવાથી અથવા તેનો રસ કાઢીને પીવાથી પણ માથાના દુઃખાવામાં રાહત મળે છે. 

  • Easy home remedies for headache
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    લવિંગથી માથાના દુઃખાવાનો ઇલાજ


    - લવિંગનો ભૂકો કરી સુતરાઉ કપડાંમાં બાંધીને તેને સૂંઘવાથી માથાનો દુઃખાવો મટી જશે. 
    - બે ચમચી નારિયેળના તેલમાં 3-4 ટીપાં લવિંગનું તેલ અને એક ચમચી મીઠું મિક્સ કરો. હવે આ તેલથી હળવા હાથે માથા પર માલિશ કરો. તેનાથી પણ માથાના દુઃખાવામાં રાહત મળશે. 

  • Easy home remedies for headache

    લીંબુના રસથી માથાના દુઃખાવાનો ઇલાજ 


    - ઘણીવાર ગેસને કારણે પણ માથાનો દુઃખાવો રહેતો હોય છે. આવા કિસ્સામાં સવારે ઉઠીને હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાંખીને પી શકાય છે. તમે ઇચ્છો તો તેમાં મધ પણ ઉમેરી શકો છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending