વર્ષો જૂના એડીના ચીરાં અને કાપાઓેથી છુટકારા માટે ઘરે જ બનાવો આ મલમ

લાંબા સમયથી એડીઓ પર વાઢીયા પડી ગયા હોય તો ઘરે જ આ મલમ બનાવી દૂર કરો આ સમસ્યા

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 03:49 PM
Home Remedies for Cracked Heels

હેલ્થ ડેસ્ક: પગ આપણા શરીરનો એ ભાગ છે જેનો ઉપયોગ આપણે સૌથી વધારે કરતા હોઇએ છીએ. પણ તેની પર સૌથી ઓછું ધ્યાન આપીએ છીએ. પગની દેખ-રેખ સરખી રીતે ન કરવાથી સૌથી પહેલાં પગની એડીઓ ફાટવા લાગે છે, પગમાં કાપા પડવા લાગે છે. આ સમસ્યા ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે. આ સમસ્યા માટે જાણો ઘરેલૂ મલમ વિશે.


આ 3 વસ્તુઓની જરૂર પડશે


સરસિયાનું તેલ 50 મિલી
દેશી મીણ 25 ગ્રામ
દેશી કપૂર 5 ગ્રામ


પ્રોસેસ


સરસિયાના તેલને ગરમ કરો. જ્યારે તેલ ઉકળવા લાગે ત્યારે તેમાં ધીમે ધીમે મીણ મેળવો. મીણ એકદમ ભળી જાય ત્યારે વાસણને આંચ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા દો. થોડું ગરમ રહે ત્યારે તેમાં કપૂર મિક્સ કરો. આ રીતે તૈયાર મલસને શીશીમાં ભરી લો.


આ રીતે લગાવો


રોજ રાતે સૂતાં પહેલાં ફાટેલી એડી પર આ મલમ લગાવો. પહેલાં જ દિવસથી અસર દેખાશે. આ ઉપાય 1 મહિનો રોજ કરવાથી એડીના ચીરાં ગાયબ થઈ જશે અને એડી ફાટી જવાની પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે.


(અહીં જણાવેલા ફાટેલી એડી માટેના ઉપાય સ્વામી રામદેવજીની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે.)

X
Home Remedies for Cracked Heels
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App