વારંવાર ખસી જતી હોય પેચોટી તો જાણો કારણ અને અપનાવો આ ઘરેલૂ ઉપાયો

આ રોગમાં પેટમાં દુઃખાવો થવો, કબજિયાત, પેટ ફૂલવું અને પેટમાં મરડાવાની પીડા જેવી પરેશાની થવા લાગે છે.

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 12:41 PM
પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.
પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.

વારંવાર ખસી જતી હોય પેચોટી તો જાણો કારણ અને અપનાવો આ ઘરેલૂ ઉપાયો.

યૂટિલિટી ડેસ્કઃ નાભિ ખસકવી જેને આપણે પેચોટી કહીએ છીએ. આ રોગમાં પેટમાં દુઃખાવો થવો, કબજિયાત, પેટ ફૂલવું અને પેટમાં મરડાવાની પીડા જેવી પરેશાની થવા લાગે છે. ઘણી વખત પેટમાં દુઃખાવો ઠીક કરવાની દવા અને ટ્રીટમેન્ટ પછી પણ દુઃખાવાથી છુટકારો નથી મળતો. એવામાં દર્દીને સમજમાં નથી આવતું કે આ દુઃખાવો ક્યા કારણે થઈ રહ્યો છે. એવામાં તેના લક્ષણની તપાસ કરી યોગ્ય રીતે નાભિનો ઇલાજ થઈ શકે છે. પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા. આજે અમે તમને પેચોટી ખસી જવાના કારણે, લક્ષણો અને તેના ઉપાયો વિશે જણાવીશું.

પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે. પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.

પેચોટી ખસવાના કારણો

- અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે

- રમત-ગમત દરમિયાન

- વજન ઊંચકવાના કારણે

- ઝડપથી પગથિયાં ચઢવાના કારણે

- પેટમાં કોઈ ઈજા થવા પર

- પેટ પર દબાણ આવવા પર

આગળ જાણો, પેચોટી ખસવાના લક્ષણો વિશે...

પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.
પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.

પેચોટી ખસવાના લક્ષણો

 

- પેટમાં દુઃખાવો અને કબજિયાતની સમસ્યા પેચોટી ખસવાના મુખ્ય કારણોમાંથી એક છે. પેટમાં દુઃખાવો કોઈ પણ કારણે થઈ શકે છે. એવામાં કેટલાક અન્ય ઉપાયો પણ છે જેનાથી પેચોટી ખસવાની તપાસ થઈ શકે.

 

- પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી. તેના માટે દર્દીને પીઠના બળે સૂવડાવીને નાભિને આંગળીઓથી દબાવો. જો નાભિની નીચે કોઈ ધબકારા મહેસુસ થઈ રહ્યા હોય તો નાભિ પોતાની જગ્યાએ છે અને જો ધબકારા નાભિની નીચે મહેસુસ ન થઈને આજુબાજુ મહેસુસ થાય તો નાભિ પોતાની જગ્યા પર નથી.

 

- દર્દીના બંને હાથની રેખાઓને ભેગી કરીને નાની આંગળીની લંબાઈ જુઓ. જો બંને આંગળીઓની નાની આંગળીની લંબાઈમાં થોડો અંતર દેખાય તો તેનો અર્થ છે કે પેચોટી ખસી ગઈ છે.

 

- દોરાની મદદથી પુરૂષોની નાભિ ચેક કરી શકાય છે. એક દોરો લો અને હવે નાભિથી એક છાતીના કેન્દ્રની વચચે અંતર માપો અને પછી દોરાથી નાભિ અને છાતીના કેન્દ્રનું અંતર માપો. જો બંને માપ અલગ હોય તો પેચોટી ખસી ગઈ છે.

 

આગળ જાણો, પેચોટી ખસી ગઈ હોય તો તેને ઠીક કરવાના ઉપાયો વિશે...

પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.
પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.

પેચોટી ઠીક કરવાના ઘરેલૂ ઉપાય

 

- 50 ગ્રામ ગોળ અને 10 ગ્રામ વરિયાળી વાટીને મિક્સ કરી લો અને સવારે ખાલી પેટ આ મિશ્રણ ખાવ. જો એક વખતમાં આ ઠીક ન થાય તો 2થી 3 દિવસ સુધી આ ઉપાય કરો. પેચોટી જગ્યાએ આવી જશે.

 

- કાળો દોરો પગના અંગૂઠા પર બાંધવાથી પેચોટી વારંવાર ખસવાની સમસ્યા દૂર થઈ શકે છે.

 

- પેચોટી ખસી ગઈ હોય તો પેટના યોગાસન કરો. તેનાથી જલ્દી જ પેચોટી જગ્યાએ આવી જશે.

 

- જો તમારી માંસપેશીઓ નબળી છે અને વારંવાર પેચોટી ખસવાની સમસ્યા થાય છે તો યોગ અને એક્સરસાઇઝથી તેને મજબૂત બનાવો.

 

- પેચોટી ઠીક કરવાના ઉપાયોની સાથે-સાથે કેટલીક સાવચેતી પણ રાખો. જેમ કે, વજન ઉચકવાથી બચો.

 

આગળ જાણો, પેચોટીની સારવાર દરમિયાન શું ખાવું...

પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.
પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.

પેચોટીની સારવાર દરમિયાન શું ખાવું

 

- તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી બચો.

- મગની દાળની ખીચડી ખાઓ અને હેવી ખોરાક લેવાથી બચો.

- એક ચમચી આમળાના રસમાં 5થી 6 ટીપાં આદુંના રસના મિક્સ કરીને પીવો.

- તુલસીના પાનનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2થી 3 વખત તેનું સેવન કરો.

X
પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.પેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.
પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.
પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.
પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App